નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમમાં સ્નેહની ઉષ્મા મળે તો બરફની જેમ પીગળી શકે!

લાગણીની બાબતમાં દરેક વ્યક્તિ પોતે જ વધારે પ્રેમ કરતાં હોવાનું જણાવે છે, પણ જેને પ્રેમ કરે છે એ વ્યક્તિને ક્યારેય સ્વીકાર, અસ્વીકાર કે અભિવ્યક્તિનો અધિકાર આપવાનો પ્રયત્ન કરે છે?

આપણે કોઇને ‘ના’ કહીએ તે વાત ગૌરવભેર કહીએ છીએ, તો કોઇ આપણો અસ્વીકાર કરે એ વાતને સ્વીકારતાં કેમ આપણે અચકાઇએ છીએ?

પ્રેમ એવી અવસ્થા છે જેમાં સતત વધુ ને વધુ મેળવતાં રહેવાની ઝંખના થાય છે. સમયથી શરૂ કરીને શરીર સુધી લંબાતો આ સંબંધ ક્યારેય ‘સંતોષ’ શબ્દને સમજી શકતો નથી.

માણસ અને બરફ વચ્ચે એક વાત સરખી છે, ઉષ્મા મળે તો બંને પીગળે છે, વહેવા લાગે છે. સંબંધ જ્યારે બરફ થઇ જાય ત્યારે એને એક જ વસ્તુની જરૂર હોય છે-ઉષ્માની!

ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થયું. વીતેલું વર્ષ લાગણીના નફા-નુકસાન લઇને પૂરું થયું હશે. લાગણીની વાત નીકળે ત્યારે દરેકને ફરિયાદ હોય છે કે, ‘હું તો મારાથી થાય એટલું કરું છું, પણ સામેની વ્યક્તિ મને-મારી જરૂરિયાતને સમજતી નથી.’ દરેકને લાગે છે કે હું જેટલો પ્રેમ કરું છું, એટલો સામેની વ્યક્તિ નથી કરતી. પોતે જેટલું સમાધાન કરે છે, એટલું સમાધાન સામેની વ્યક્તિ નથી કરી શકતી...

મજાની વાત એ છે કે આ બંને પક્ષની લાગણી છે! તમે જે વ્યક્તિ વિશે વિચારો છો એને માટે તમે સામેની વ્યક્તિ છો, એ ક્યારેય ન ભૂલતાં. તમને જેમ લાગે છે કે તમે જેટલો પ્રેમ કરો છો એટલો તમારી પ્રિય વ્યક્તિ તમને નથી કરતી.

તમને જેમ લાગે છે કે તમે જેટલું સમાધાન કરો છો, સમજદારી બતાવો છો, સમર્પણ કરો છો એટલું તમારી પ્રિય વ્યક્તિ નથી કરતી, એવું એને પણ લાગી જ શકે અથવા કદાચ લાગતું જ હશે? લાગણીના સંબંધોમાં ઓછું પડવું કે પડતું રહેવું બહુ સ્વાભાવિક છે. જેટલું મળે તેટલું જો ઓછું ન પડે તો લાગણીનો સંબંધ ઠંડો પડી રહ્યો છે એમ માની લેવું. પ્રેમ એવી અવસ્થા છે જેમાં સતત વધુ ને વધુ મેળવતાં રહેવાની ઝંખના થાય છે. સમયથી શરૂ કરીને શરીર સુધી લંબાતો આ સંબંધ ક્યારેય ‘સંતોષ’ શબ્દને સમજી શકતો નથી. એવું કહેવું બહુ સરળ છે કે જે મળે તે સ્વીકારીને ખુશ રહેવું અથવા જે છે તેને, જેમ છે તેમ સ્વીકારવાથી ‘સુખી’ થવાય છે.

સ્વસ્થતાપૂર્વક વિચારીએ તો સમજાશે કે અટકી ગયેલો કોઇ પણ સંબંધ ધીમે ધીમે બંધાઇને ગંધાઇ જાય છે. વીતેલી ક્ષણ ફરી આવતી નથી એ વાત સાચી, પરંતુ પ્રત્યેક નવી ક્ષણમાં કશુંક નવું બનતું રહેવું પણ અનિવાર્ય છે. આપણી ઉંમર પ્રત્યેક ક્ષણે વધે છે. પાણી આગળ વહી જાય છે એવી રીતે સંબંધ માટે પણ કોઇ દિશામાં આગળ વધતાં રહેવું અનિવાર્ય છે. માણસ અને બરફ વચ્ચે એક વાત સરખી છે, ઉષ્મા મળે તો બંને પીગળે છે, વહેવા લાગે છે. સંબંધ જ્યારે બરફ થઇ જાય ત્યારે એને એક જ વસ્તુની જરૂર હોય છે-ઉષ્માની!

અગત્યની વાત એ છે કે આપણે નાનકડી નિરાશા પણ સહી શકતાં નથી. સામેની વ્યક્તિ શું વિચારે છે એ આપણે સ્પષ્ટ સમજી પણ શકતા નથી, એટલે આપણી ધારણા મુજબ એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્ન ખોટો છે એવું નથી, પણ આપણી સમજ જ્યાં સુધી લઇ જાય છે ત્યાં સુધી જ આપણે સામેની વ્યક્તિને સમજીએ છીએ. એની લાગણી, અસમંજસ, સમસ્યા, ભય કે અસલામતી આપણી સમજની બહાર છે એટલું સ્વીકારી લેવું બહુ જ જરૂરી છે. એ પછી સંબંધ વિશે વિચારવામાં આવે તો ગેરસમજ થવાની સંભાવના ઓછી છે.

આપણે ધારણા પર સંબંધ બાંધીએ છીએ અને તોડીએ છીએ. પોતાની લાગણી સ્પષ્ટતાથી વ્યક્ત કરવાની આપણામાં હિંમત નથી, પણ અપેક્ષા એવી છે કે સામેની વ્યક્તિ પોતાની લાગણી સ્પષ્ટતા અને નિર્ભિક્તાથી વ્યક્ત કરે, બલકે કરવી જ જોઇએ એવું માનીએ છીએ! જો એ પોતાની લાગણી વ્યક્ત કરવામાં સમય લે કે ન કહી શકે તો એને ‘લાગણી જ નથી’ એવું માની લેતાં પણ આપણે અચકાતાં નથી! ખરેખર એને લાગણી ન પણ હોય તો એમાં એનો દોષ નથી.

દરેક વ્યક્તિને સામેની વ્યક્તિની લાગણી સમજાય અને એ સ્વીકારે જ એવી અપેક્ષા જરા વધારે પડતી નથી? આપણને એવું ધારવાની છુટ છે કે આપણે સામેની વ્યક્તિને જેટલું ચાહીએ છીએ એટલું એને કોઇ નહીં ચાહે. એવું પણ માની લેવાનો અધિકાર છે કે આપણે ‘એ’ વ્યક્તિને પ્રેમ કરીને એના પર ઉપકાર કર્યો છે, તેમ છતાં જો એ વ્યક્તિ આપણા પ્રેમને ન સ્વીકારે - ન સ્વીકારી શકે તો એ એનો અધિકાર છે એ આપણે સ્વીકારી શકતાં નથી! નવાઇની વાત છે, નહીં?

આપણને બધા જ અધિકારો જોઇએ છે, પરંતુ સામેની વ્યક્તિને અસ્વીકારનો અધિકાર છે એ વાત ભૂલી જઇએ છીએ. સામેની વ્યક્તિ પાસે કારણો, મજબૂરી, અણઆવડત કે ક્યારેક અણસમજ પણ હોઇ શકે! એને સમજાતું જ ન હોય કે એ આપણને પ્રેમ કરે છે અથવા સમજાતું હોય, છતાં સ્વીકારવા માટે એ માનસિક રીતે તૈયાર ન હોય! ઘણા કારણો હોઇ શકે... આ કારણોનો વિચાર કર્યા વિના આપણને એક જ વાત સમજાય છે-આપણા અહંકાર પર પડેલ ઉઝરડો!

વ્યક્તિમાત્ર પોતાની પ્રિય વ્યક્તિનો પ્રેમ ઝંખે છે. પોતે પ્રેમ આપે છે અને પ્રિય વ્યક્તિ પાસે એ મેળવવાનો પોતાની રીતે પ્રયાસ કરે છે. આપણે જેનો પ્રેમ ઝંખીએ જો આપણા પ્રેમનો સ્વીકાર કરે એનાથી વધુ અલૌકિક સુખ આ પૃથ્વી પર નથી એવું માની લઇએ તો પણ સામેની વ્યક્તિને આપણા પ્રેમનો અસ્વીકાર કરવાનો પૂરોપૂરો અધિકાર છે એ વાત પણ સ્વીકારવી જોઇએ, પરંતુ સામેની વ્યક્તિ અસ્વીકાર કરે એ અધિકાર આપવાની તૈયારી નથી! અસ્વીકાર કોઇને ગમતો નથી એ સત્ય સ્વીકાર્યા છતાં અસ્વીકારનો અધિકાર દરેક વ્યક્તિનો અબાધિત અધિકાર છે. શક્ય છે કે આ અધિકાર સ્વીકાર્યા પછી જો ફરી વાર આખી પરિસ્થિતિને મૂલવીને પોતાની લાગણીને કોઇ અપેક્ષા વગર વ્યક્ત કરવામાં આવે તો સામેની વ્યક્તિનો અસ્વીકાર સ્નેહની ઉષ્મામાં બરફની જેમ પીગળી શકે!

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી