નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહિલાએ જાણવા જેવા કાયદા

 
મહિલા ગુનામાં સંડોવાયેલી હોય તેવી કલ્પના ન થઇ શકે છતાં અનેક મહિલા કેદીઓ જેલમાં છે.

મહિલાને લગતા કાયદાની વાત કરીએ છીએ ત્યારે એવું નથી હોતું કે મહિલા જ કોર્ટમાં કે પોલીસમાં કેસ કરવા જાય. ઘણી વખત મહિલા ઉપર પણ કેસ થતા હોય છે. એમાં જો ફોજદારી કેસ થાય તો મહિલાની ધરપકડ પણ થતી હોય છે. આવા સંજોગોમાં મહિલાએ ધરપકડનો કાયદો થોડો જાણવો જરૂરી છે. આપણે જોઇએ છીએ કે આજકાલ મહિલા ઉપર પણ ઘણા કેસો થતા હોય છે.

અગત્યની માહિતી મહિલાએ જાણવા જેવી એ છે કે કોઇ પણ ગુનામાં મહિલાને આરોપી બનાવી હોય તો મહિલા આરોપીને પૂછપરછ કે તપાસ માટે પોલીસ તેણીના નિવાસસ્થાને જઇ શકે, પરંતુ મહિલા આરોપીને પોલીસ સ્ટેશને બોલાવી તપાસ કરી શકશે નહીં સિવાય કે તેણીની સંમતિ હોય. મહિલા આરોપીની ધરપકડ કરવાની હોય તો પહેલાં તે અંગેનો પૂરો રેકોર્ડ પોલીસ ખાતાએ જાળવવો પડે. મહિલા આરોપીની ધરપકડ અને પૂછપરછ મહિલા પોલીસ અધિકારીની રૂબરૂમાં જ થઇ શકે.

અનિવાર્ય સંજોગો સિવાય સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે મહિલાની ધરપકડ કરી શકાય નહીં. મહિલા આરોપીની અંગ ઝડતી મહિલા પોલીસ દ્વારા જ થાય. આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર કે પોલીસ સબ ઇન્સપેક્ટરથી નીચેના દરજજાના પોલીસ અધિકારી મહિલા આરોપીની ધરપકડ ન કરી શકે. મહિલા વિરુદ્ધના ગુનાની તપાસમાં મહિલા પોલીસ અધિકારી હોવા જોઇએ.

મહિલા આરોપીને જ્યારે જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલવામાં આવે અને જ્યાં સુધી તેના જામીન થતા નથી ત્યારે મહિલા આરોપીને મહિલા વોર્ડમાં મોકલવામાં આવે છે. મહિલા આરોપીને જે ઓરડામાં રાખવામાં આવે ત્યાં ઇમર્જન્સી માટે એક ઘંટડી હોય છે જે મહિલા આરોપી વગાડીને જેલર, જેલ મેટ્રન કે જેલ અધિક્ષકને તાત્કાલિક વોર્ડમાં બોલાવી શકાય. મહિલા વોર્ડમાં કોઇ પુરુષ જેલ કર્મચારી એકલો જઇ શકે નહીં. તેની સાથે અન્ય બે વ્યક્તિઓ હોવી ખૂબ જરૂરી છે. જ્યારે મહિલા આરોપીને કેદમાં રાખવામાં આવે ત્યારે તેને ખાસ જરૂરિયાતો જેવી કે રહેવાની જગ્યાએ પાણી, શૌચાલય, ખોરાક વગેરેની કાળજી રાખવી જરૂરી છે.

ઘણી વાર મહિલા આરોપી સગભૉ હોય તો આવી કેદીને વધારે ખોરાક આપવો જરૂરી છે. જો મહિલા કેદીને નાનું બાળક હોય અને કોર્ટે બાળકને તેણીની જોડે રાખવાની પરવાનગી આપી હોય તો તે બાળકને સાથે રાખી શકે છે. આવા બાળકો માટે મહિલા વોર્ડમાં ઘોડિયાઘર પણ હોય છે. મહિલા આરોપીના નજીકના સગાસંબંધીને મહિલા આરોપીને મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે છે.

આ બધું ઘણું અજુગતું લાગે છે કારણ કે આપણે મહિલા ગુનાહિત કામમાં સંડોવાઇ હોય અને તેને જેલમાં જવું પડે તેવું કલ્પી નથી શકતાં. પરંતુ હકીકત એ છે કે જેલમાં અનેક સ્ત્રીઓ છે જેમના પર કેસો નોંધાયા છે. તેઓ કેસ ચાલે તેની રાહ જોઇ રહી છે અથવા સજા કાપી રહી છે. ઉપર જણાવેલ કાયદા હોવા છતાં જેલમાં મહિલા કેદીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી