નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહેંદી લગા કે રખના ડોલી સજના રખના..

 
સમય ભલે બદલાય, પણ રિવાજ અને લાગણી સાથે જોડાયેલી બાબતો ક્યારેય નથી બદલાતી. પરંપરાગત મેંદીથી લઇને અનેકવિધ પ્રકારની મેંદી આજે પણ નવોઢાના હાથને શોભાવે છે.

દુલ્હન મેંદી, અરેબિયન મેંદી, બોમ્બે સ્ટાઇલ મેંદી, કલર મેંદી, સ્પાર્કલ મેંદી, રાજસ્થાની મેંદી, ઇન્ડોઅરેબિક મેંદી, ઇન્ડોમુગલાઇ ટ્રેડિશનલ બ્રાઇડલ મેંદી, બ્રાઇડલ અરેબિક મેંદી, રજવાડી વિથ બોમ્બે સ્ટાઇલ ડિઝાઈનર મેંદી, મુગલાઇ મેંદી, હોય છે.

મેંદીનો સંબંધ સ્ત્રી સાથે જોડાઇ ગયો છે. પરંપરાગત રીતે ચાલી આવતી વસ્તુઓમાં ‘મેંદી’ લગ્નપ્રસંગે મુખ્ય ગણાય છે. દરેક શુભ પ્રસંગે કુંવારિકાઓ અને પરિણીતાઓના હાથમાં શોભતી મેંદીને આજકાલથી જ નહીં, જૂના સમયથી સ્ત્રીના શૃંગારમાં સ્થાન આપવામાં આવ્યું છે. પહેલાંનાં સમયમાં નવવધૂને શણગારવા માટે આજના જેટલા સૌંદર્યપ્રસાધનો મળતા નહીં, તે સમયે મેંદી શૃંગારમાં મુખ્ય ગણાતી, જે આજે પણ અકબંધ છે.

જૂના સમયમાં લોખંડના વાસણમાં મેંદી પલાળવામાં આવતી અને આંગળીના ટેરવાંથી હથેળીમાં પાંચ ટપકાં અથવા સાવરણાની સળી દ્વારા ફૂલ-પાનની ડિઝાઈન, વેલની ડિઝાઈન પાડવામાં આવતી. હવે તો જમાના પ્રમાણે મેંદીના કોન બજારમાં મળતા થઇ ગયા છે. મેંદીને માત્ર શૃંગારનું જ નહીં પણ એક ટ્રેન્ડ તરીકે પણ હવે ગણવામાં આવે છે. આજે મેંદીમાં તમને અનેક પ્રકારની ડિઝાઈનો જોવા મળશે.

દુલ્હન મેંદી, અરેબિયન મેંદી, બોમ્બે સ્ટાઇલ મેંદી, કલર મેંદી, સ્પાર્કલ મેંદી, રાજસ્થાની મેંદી, ઇન્ડોઅરેબિક મેંદી, ઇન્ડોમુગલાઇ ટ્રેડિશનલ બ્રાઇડલ મેંદી, બ્રાઇડલ અરેબિક મેંદી, રજવાડી વિથ બોમ્બે સ્ટાઇલ ડિઝાઈનર મેંદી, મુગલાઇ મેંદી, હોય છે. આ ઉપરાંત, હવે તો મેંદીનો બોડી ટેટૂ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બોડી પેઇન્ટિંગ અને ગ્લિ મેંદી મુખ્ય છે. તો વળી, રજવાડી મેંદીમાં ડાયમંડ, ટીકી, સ્ટોન અને જરીવર્કવાળી મેંદી પણ ખૂબ જ પ્રચલિત છે. રિસેપ્શનમાં નવવધૂ પોતાના ડ્રેસ પ્રમાણેના ગ્લિટર અને કલરની અથવા ડાયમંડ કે સ્ટોનવાળી ડિઝાઈનનો ખાસ આગ્રહ રાખે છે.

મેંદીનું સ્થાન વર્ષોથી ટકી રહ્યું છે અને સમય વિતવાની સાથે સાથે તેમાં નવા પ્રયોગો પણ થતા જોવા મળે છે. લગ્નમાં હવે મેંદીની વિધિને ખાસ મહત્વ આપવામાં આવે છે. લગ્નનો પ્રસંગ પાંચ દિવસનો હોય તેમાંથી એક દિવસ ખાસ મેંદી માટે ફાળવી દેવાય છે. મેંદી મૂકનારી બહેનો ઘરે આવે અને દુલ્હનની સાથે જ ઘરની અન્ય મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓને મેંદી મૂકે છે. ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પણ લગ્ન સમયે મેંદીનો ખાસ દિવસ હોય છે. જેમાં એક તરફ બધાંના હાથમાં મેંદી મૂકાતી હોય અને બીજી તરફ કેટલીક યુવતીઓ અને મહિલાઓ ઢોલક વગાડીને મેંદીના ગીતો ગાતી હોય છે.

આપણા લોકગીતોમાં પણ મેંદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે,મેંદી રંગ લાગ્યો!’


મેંદીને સ્ત્રીના સૌભાગ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જ્ઞાતિઓમાં લગ્નપ્રસંગે વર અને કન્યાને મેંદી લગાવવાની પરંપરા છે. દરેક સારા પ્રસંગે આપણે બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓના હાથમાં મેંદી જોઇએ જ છીએ. સૌભાગ્યની વસ્તુ મેંદી હવે ફેશનમાં પણ સ્થાન પામી ચૂકી છે. હાથમાં મેંદી મૂકવા અને તેનો રંગ કેવો આવે છે તેની પાછળ એક માન્યતા એવી પ્રવર્તે છે કે વર કે કન્યાની મેંદીનો રંગે જેટલો વધારે ઘેરો આવે તેટલા જ નવદંપતીના સંબંધમાં પ્રેમ અને સમજણ જળવાઇ રહે છે.

સાહિબ તેરી સાહિબી, સબ ઘટ રહી સમાય
જવુંં મહેંદી કે પાત મેં લાલી લખી ન જાય.


પરમ તત્વના સતત સાંનિધ્યમાં રહેતા કબીરે કહ્યું છે કે, મેંદીમાં જેમ લાલી રહેલી છે, પણ આપણે તે જોઇ શકતા નથી, તેમ આ તત્વ જ આપણું સમસ્ત હોવાપણાનું મૂળ છે, પણ આપણે તેને જોઇ, સાંભળી, સ્પર્શી કે ચાખી શકતા નથી.

મેંદીને જ્યારે પીસો, ત્યારે જ તેમાંથી લાલી નિખરે જ એ જ રીતે તેની સાથે મહિલાના જીવનને પણ સાંકળી લેવામાં આવ્યું છે. મેંદીની માફક જ મહિલાઓ ઘર અને સંસારની જવાબદારીમાં પીસાતી જાય છે અને પોતાના વ્યક્તિત્વની લાલીને ખીલવતી જાય છે. સમય બદલાય છે, પણ સમાજની પરંપરા અને વિધિ બદલાતા નથી. એટલે જ મેંદીનું સ્થાન આજે પણ આપણી પરંપરામાં યથાવત જળવાઇ રહ્યું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી