નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અન્ન તેવો ઓડકાર

ફોક્સ હિસ્ટરી એન્ડ ટ્રાવેલર ચેનલ પર તેનો એન્કર હંમેશાં વિશ્વભરમાં ભ્રમણ કરતો જે દેશમાં જાય ત્યાંની વિગતો બહુ જ રસપૂર્વક રજુ કરે છે.

ટીવીને તો સામાન્ય રીતે આપણે ઇડિયટ બોક્સ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને મનોરંજન ચેનલો પર આવતા વાહિયાત કાર્યક્રમો તથા કાર્ટૂન ચેનલો માટે ઘેલા થઇ જતા બાળકોને કારણે. શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ટીવીથી દૂર રાખવા માટે પણ અલગ પેંતરા કરવામાં આવે છે. ધો. ૧૦ અને ધો. ૧૨માં બાળક આવે ત્યારે ઘણા ઘરોમાં ટીવી બંધ કરીને માળિયે મૂકી દેવાની પ્રથા પણ અમલી છે. માહિતી મેળવવા માટેનું ટીવી એક ઉત્તમ સાધન છે, પરંતુ મનોરંજન લેવા જતાં તેની પાછળ ઘેલા ક્યારે અને કેટલા થઇ જવાય છે તેનો ખ્યાલ રહેતો નથી. ત્યારબાદ અનેક સમસ્યાઓ સર્જાય છે.

ટીવી પર તમામ કાર્યક્રમો વાહિયાત જ આવે છે તેવું પણ નથી. ઘણા કાર્યક્રમ-ચેનલ્સ માહિતીપ્રદ હોય છે. ખાસ કરીને ડિસ્કવરી, ફોક્સ હિસ્ટરી, નેટ જીઓ વગેરે પર આવતા કાર્યક્રમો. હકીકતમાં ગૃહિણીઓ અને બાળકો તથા વિદ્યાર્થીઓને ટીવીની ઘેલછા એટલી લાગી હોય છે કે, તેઓ તેના નિયમિત કાર્ય કરવાનું પણ વીસરી જતાં જોવા મળે છે એટલે જ તેને ઇડિયટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે પણ અહીં આજે ટીવીના કાર્યક્રમની જ વાત કરવી છે. ફોક્સ હિસ્ટરી એન્ડ ટ્રાવેલર નામની ચેનલ પર તેનો એન્કર હંમેશા વિશ્વભરમાં ભ્રમણ કરતો જોવા મળે છે. જે દેશમાં જાય ત્યાંની રહેણીકરણીથી માંડી ખાણીપીણીની વિગતો બહુ જ રસપૂર્વક રજુ કરવામાં આવે છે.

થોડા સમય અગાઉ આ ચેનલ પર જર્મનીના પ્રવાસનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો. બર્લિન દીવાલ તૂટી ગયા બાદ જર્મનીમાં એક પ્રકારે સાંસ્કૃતિક લોકશાહી પ્રવર્તે છે. ઠેર ઠેર ખાણીપીણીના બજાર ભરાતા હોય છે. આવા જ એક બજારમાં ક્રિસમસ વખતે ફોક્સ હિસ્ટ્રી ચેનલનો એન્કર પહોંચ્યો હતો. ખાણીપીણી મેળામાં એક શેફે વર્ષો સુધી જૂની પદ્ધતિએ કેક બનાવી હતી. એન્કર આ શેફને કેકની રેસિપી પૂછતો હતો. પેલા શેફે કેકમાં જે ચીજવસ્તુ નાખી હતી તેની વિગતો આપી અને છેલ્લે ઉમેર્યું કે લોટ્સ ઓફ લવ. શેફનો કહેવાનો મતલબ એ હતો કે ગમે એટલું સારું ખાવાનું હોય પણ જો તે અત્યંત પ્રેમ અને સ્નેહથી બનાવાયેલું ન હોય તો તે ક્યારેય સ્વાદિષ્ટ હોઈ શકે નહીં.

આ વાત સાથે જ આપણે ત્યાં ભગવાન સત્યનારાયણની કથાના પ્રસાદ માટે દરેક ઘરમાં બનતો શીરાનો પ્રસાદ યાદ આવી ગયો. મોટા ભાગના લોકોનો એવો અનુભવ છે કે ભગવાન સત્યનારાયણની કથા માટે જે શીરો બનાવાય છે તે શીરો સામાન્ય સંજોગોમાં બનાવામાં આવે તો તેવો બનતો નથી. તેનું વિશ્લેષણ કરતાં એક શ્રદ્ધાળુએ કહ્યું હતું કે, કથા સમયે બનાવાતા શીરા માટે યજમાનના મનમાં આ વસ્તુ ભગવાન માટે બને છે તેવી લાગણી હોય છે. આથી એક અલગ ઉત્સાહ અને ઉમંગથી તેને બનાવવામાં આવતી હોય છે. આ દલીલ થોડી તાર્કિક પણ લાગે છે.

કેટલાક ઘરોમાં સવારના સમયે કે જ્યારે ઘરમાં રંધાતું હોય ત્યારે મહિલાઓ ભજન લલકારતી કે ટેપમાં મૂકેલા ભજનો સાંભળતી જોવા મળે છે. આની પાછળનો હેતુ એ છે કે રાંધતા સમયે ચિત્ત પ્રસન્ન હોય. આપણે ત્યાં કહેવત છે કે અન્ન તેવો ઓડકાર! આ કહેવત ઘરની ગૃહિણી માટે અત્યંત જરૂરી છે. જો સ્ત્રીનું ચિત્ત પ્રસન્ન હશે તો ચોક્કસપણે સ્વાદિષ્ટ રસોઈ બનાવશે. જે દિવસે કંકાસ થયો હોય તો કેવી રસોઇ બને તેનો પણ ઘણાને અનુભવ હશે. મૂળ વાત પ્રસન્ન ચિત્તની છે.

ફોક્સ ટીવીનો શેફ હસતાં હસતાં જે વાત કરી ગયો તે આપણા ઘરોને પણ રોજિંદી બાબતોમાં લાગુ પડે છે. માત્ર રાંધવાનું કાર્ય જ પ્રસન્ન ચિત્તે થવું જોઇએ તેવું નથી. કોઇ પણ કામ જેમ કે વિદ્યાર્થીઓ માટે ભણવાનું, નોકરી કરનાર માટે નોકરી, ધંધો-વ્યવસાય કરતા લોકો માટે તેમની આર્થિક પ્રવૃત્તિ વગેરે વગેરે. જે કામમાં મન સારી રીતે પરોવાયેલું હોય તેનું પરિણામ પણ કંઇક અલગ જ આવતું હોય છે. આમ ચિત્ત પ્રસન્ન તો વિશ્વ પ્રસન્ન.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?