નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શરીરની સુંદરતા સચવાય સ્પા અને મસાજથી

 
ઉનાળામાં થાક વધારે લાગે છે અને તેના કારણે સ્ફૂર્તિ પણ ઘટી જાય છે અને સુસ્ત લાગે છે. શરીરને મસાજની અને સ્પા દ્વારા સ્ફૂર્તિલું રાખી શકાય છે. મસાજથી શરીરના સ્નાયુઓ ખેંચાયેલા રહે છે. સાથે જ લોહીનું પરિભમણ સારી રીતે થાય છે અને ત્વચા પણ ગુલાબી દેખાય છે. શરીરનો થાક ઓગળી જાય છે. મસાજ અને સ્પાના પણ અલગ અલગ પ્રકારના હોય છે. એમાંથી કર્યું યોગ્ય છે તે પણ જાણવું જોઇએ.

થાઇ મસાજ

થાઇ મસાજ દ્વારા શરીરને કુદરતી રીતે પ્રોટીન મળી રહે તે માટે સિલ્ક બેઝડ પ્રોડકટનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં તાણાવાણા વધારે હોવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને નુકસાન પહોંચાડી શકતા નથી. એ જ રીતે બોડી સ્ક્રબમાં ૧૮ કુદરતી એમિનો એસિડ હોય છે. તે એન્ટિ એજિંગ હોય છે. ફેશિયલમાં કાકડીનું થાઇ ફેશિયલ લોકો વધારે પસંદ કરે છે. જે લોકો નિયમિત રીતે કસરત કરી શકતા નથી, તેમના માટે થાઇ મસાજ યોગ્ય છે. એમાં એક્યુપંકચર, થાઇનો સિયાથૂ અને યોગ ત્રણેયનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે.

લોમિ-લોમિ મસાજ

એમાં કાંડા અને હથેળીથી વધારે સ્ટ્રોક આપવામાં આવે છે. એની અસર લોઅર બેક અને બેક પર વધારે થાય છે. આનાથી બોડીને આરામ તો મળે જ છે સાથે જ ત્વચા ચમકદાર બને છે. મહિનામાં ત્રણ-ચાર સિટિંગ લેવાથી ઘણો ફરક જોવા મળે છે.

સ્પાથી પણ મળી શકે છે આરામ

સ્પા થેરેપીનો ઉપયોગ તમે ઉનાળામાં તાજગી મેળવવા માટે કરી શકો છો. સ્પા ટ્રીટમેન્ટથી ટેન થયેલી ત્વચા સારી થાય છે અને સાથે જ તન અને મનને પણ આરામ મળે છે. ત્વચા સ્વચ્છ અને ફ્રેશ રહે છે. લોહીનું પરિભમણ પણ સુચારુ રીતે થાય છે.

નોકરિયાત મહિલાઓ માટે સ્પા ખૂબ ફાયદાકારક છે કારણકે એનાથી તમને પોઝિટિવ એનર્જી મળે છે અને તણાવ ઓછો થાય છે. બોડી સ્પા લેવાથી બોડીમાંથી ટોક્સિન નીકળી જાય છે. જો ત્વચામાં કોઇ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેકશન થયું હોય તો નિયમિત રીતે સ્પા ટ્રીટમેન્ટ કરાવવાથી તે દૂર થઇ જાય છે. શરીર સ્વસ્થ અને ત્વચા ચમકદાર બનેછે.

સ્પા બોડીને રિલેકસ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારા શરીરને મસાજની કેટલી જરૂર છે તે પ્રમાણે ધ્યાનમાં રાખીને બોડી મસાજ કરવામાં આવે છે. સ્પામાં અનેક પ્રકારની મસાજ પદ્ધતિઓ હોય છે, જેમાં થાઇલેન્ડનું થાઇ મસાજ, વર્મ સ્ટોન મસાજ અને લોમિ લોમિ મસાજ આ વર્ષે ઉનાળામાંવધારે પ્રચલિત છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!