નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમના અઢી અક્ષર કઈ રીતે વાંચવા?


કબીરે પ્રેમના અઢી અક્ષર વાંચી લીધા છે. એટલે એમને માટે પાંડિત્યની પરિભાષા, જ્ઞાનની પરિભાષા છે. પ્રેમના અઢી અક્ષર વાંચવાનો ઉપાય એમને કોઈ પોથી-ગ્રંથમાંથી નથી મળ્યો. એ તો જીવનની પોથીમાં જ શોધવો પડે, એ માટે જીવનના વિદ્યાલયમાં જ આવવું પડે. જીવનના લીલાછમ પ્રાંગણમાં જ પ્રેમના અઢી અક્ષર વાંચી શકાય છે.

અઢી અક્ષર એટલે પ્રેમ. પ્રેમના અક્ષર અઢી છે પરંતુ કબીરનો અર્થ ઊંડો છે. જ્યારે પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિના પ્રેમમાં પડે છે ત્યારે ત્યાં પ્રેમના અઢી અક્ષર પૂરા થાય છે. પ્રેમ કરનાર - એક, એ જેને પ્રેમ કરે છે એ બીજું અને બન્નોની વચ્ચે કંઈક અજ્ઞાત છે એ અડધું અને એમ થાય છે અઢી.

રહસ્યદર્શી સંત કબીરનો એક દોહો સ્મરણમાં આવે છે: પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય આપણે જીવનમાં સતત કંઈ શોધતા હોઈએ છીએ અને આપણને ખબર પણ નથી હોતી કે શું શોધીએ છીએ. આપણી આ શોધને સાર્થક કરવા, આ તરસને શાંત કરવા આપણે પુસ્તકોનો સહારો લઈએ છીએ. ધીરેધીરે આપણને સમજાવા લાગે છે કે જીવનનો અર્થ શો છે, ઉદ્દેશ્ય શો છે.

આ અનુભવ બૌદ્ધિક સ્તરનો હોય છે અને આપણને ભ્રાંતિ થવા લાગે છે કે મને સમજણ પડી ગઈ પરંતુ આ સમજણથી સંતોષ પામીને જીવનની પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે ઝટકો લાગે છે. આપણને પ્રતીતિ થાય છે કે આપણી સમજમાં કશીક કમી રહી ગઈ છે. આ કમી પૂરી કરવા આપણે વધુ પુસ્તકો વાંચીએ છીએ. આ પુસ્તકોનો નશો આપણને જકડવા માંડે છે. જોકે થોડા વીરલાઓ આ નશામાંથી જાગવામાં સમર્થ નીવડે છે. તેઓ પ્રશ્ન કરે છે કે અમે ઘણું વાંચ્યું પણ અમને કંઈ મળ્યું તો નહીં, અમારી તરસ તો સંતાષાઈ નહીં, એવું કેમ?

આ તરસ કેવી રીતે સંતોષાય? શું પાણી અંગેની બધી વૈજ્ઞાનિક શોધો વાંચવાથી આપણી પાણીની તરસ શાંત થઈ શકે ખરી? પ્રેમ વિશે પુષ્કળ વાંચી લેવાથી કેવળ એટલું જ થાય કે પ્રેમની અભિવ્યક્તિમાં આપણે એકદમ કુશળ થઈ જઈએ. એ પણ શક્ય છે કે એ અભિવ્યક્તિથી આપણે પ્રિય પાત્રને ખૂબ પ્રભાવિત કરી નાખીએ, પરંતુ પ્રેમપૂર્ણ હોવું અને પ્રેમની ઠાલી અભિવ્યક્તિ - આ બન્નો એકબીજાંથી બહુ જુદી બાબતો છે. અભિવ્યક્તિ તો અસલી ઘટનાની છાયા માત્ર છે. પ્રેમપૂર્ણ થવું, પ્રેમપૂર્ણ હોવું એ અસલી વાત છે.

એક ફૂલ પોતાના પૂરા વૈભવ સાથે ખીલે તો એનું આ ખીલવું એની અભિવ્યક્તિ છે. એને તે માટે કોઈ ભાષાનો સહારો નથી લેવો પડતો. એની અંદરથી પ્રસ્ફૂટ થતી સુગંધ જ એની અભિવ્યક્તિ છે. એને તો પ્રેમના અઢી અક્ષરની પણ જરૂર પડતી નથી પરંતુ મનુષ્યને એની જરૂર છે, કેમકે ભાષા એની લાગણીઓને વ્યક્ત કરવાનું માઘ્યમ છે. જગતમાં મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે, જેને ભાષા વગર નથી ચાલતું.

પશુ-પક્ષી, છોડ-વૃક્ષ, તારા તેમનાં સમગ્ર અસ્તિત્વ દરમિયાન ભાષા વગર ચલાવી લે છે. માણસ માટે ભાષાનું શિક્ષણ ખૂબ જરૂરી છે. ભાષા વગર એનું મોટા ભાગનું જીવન બેકાર થઈ જાય છે. મનુષ્યનું અસ્તિત્વ એની ભાષાઅભિવ્યક્તિ પર આશ્રિત હોય છે. એ એની ગરિમા અને ગૌરવ છે. એ જ એની મુસીબત પણ છે. ગ્રંથો વાંચીને માણસને એવી ભ્રાંતિ થવા લાગે છે કે પોતે જ્ઞાની થઈ ગયો છે પરંતુ કમ્પ્યુટર-ઈન્ટરનેટ-વિકિપીડિયાના યુગમાં માણસનું જ્ઞાની હોવું કોઈ વિશેષ ઘટના રહી જ નથી.

જેને જે પણ જાણવું છે એ ગૂગલમાં શોધશે. પોતે જે જ્ઞાન શોધતો હતો એનું એ પઠન-ડાઉનલોડ-પ્રિન્ટ, જે કરવું હોય એ કરી લેશે. અરે, એની જરૂરિયાત કરતાં હજાર ગણી માહિતી એને ઈન્ટરનેટ થકી મળી રહેશે. જ્ઞાનની તો જાણે સુનામી આવી જાય છે. એમાં એને ખબર પણ ન પડે એ રીતે એ વહી જાય છે, ઘસડાઈ જાય છે. આવી સ્થિતિમાં કબીરદાસજીની પંક્તિનો અર્થ પણ સાચો થઈ પડે છે - પોથી પઢ પઢ જગ મૂઆ...

કબીર જેવા સંત પોથીનાં વાંચન- અઘ્યયનની વિરુદ્ધ નથી પરંતુ તેઓ સાવધાન કરે છે કે પોથી-પુસ્તક-ગ્રંથ આગળ અટકી ન જતા, ભટકી ન જતા. પોતાના જીવનનો અર્થ-ઉદ્દેશ્ય પોતાની જિંદગીમાં જ શોધો. તમારા પ્રાણમાં જ જીવવાનું શાસ્ત્ર છે. તમે એને જન્મની સાથે જ લઈને આવ્યા છો. તમારા પ્રાણને વાંચો, કેમકે એ છે તમારો જીવનગ્રંથ. એ શાસ્ત્રને વાંચ્યા-પચાવ્યા વગર જીવનનો અંત ન આવવા દેતા.

સંત કબીર પરના એક પ્રવચનમાં ઓશો કહે છે: પોથી વાંચીવાંચીને જ અનેક લોકો મરણ પામે છે. જીવનભર વાંચતા રહે છે છતાં જ્ઞાન મળતું નથી અને મૃત્યુ એમ જ તાણી જાય છે. આવું એટલે થાય છે કે જ્ઞાનનો એના વિચાર સાથે કોઈ સંબંધ નથી. વિચારો તો માગો-ઈચ્છો-પ્રયત્ન કરો એટલા મળી રહે છે. તમે જેટલું વાંચશો, સાંભળશો, સંઘરશો એટલી સ્મૃતિ ભારે થતી જશે. કંઈ જાણ્યા-ઓળખ્યા વગર પણ ઘણું બધું જાણી લેશો. માત્ર શબ્દોને કારણે તમને એવી ભ્રાંતિ થઈ જશે કે હું જ્ઞાની થઈ ગયો છું.

પોથી પઢ-પઢ જગ મુઆ, પંડિત હુઆ ન કોય
ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.

કબીરે પ્રેમના અઢી અક્ષર વાંચી લીધા છે. એટલે એમને માટે પાંડિત્યની પરિભાષા, જ્ઞાનની પરિભાષા છે. પ્રેમના અઢી અક્ષર વાંચવાનો ઉપાય એમને કોઈ પોથી-ગ્રંથમાંથી નથી મળ્યો. એ તો જીવનની પોથીમાં જ શોધવો પડે, એ માટે જીવનના વિદ્યાલયમાં જ આવવું પડે. જીવનના લીલાછમ પ્રાંગણમાં જ પ્રેમના અઢી અક્ષર વાંચી શકાય છે.

ઓશો આગળ કહે છે : અઢી અક્ષર એટલે પ્રેમ. પ્રેમના અક્ષર અઢી છે પરંતુ કબીરનો અર્થ ઊંડો છે. જ્યારે પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિના પ્રેમમાં પડે છે ત્યારે ત્યાં પ્રેમના અઢી અક્ષર પૂરા થાય છે. પ્રેમ કરનાર - એક, એ જેને પ્રેમ કરે છે એ બીજું અને બન્નોની વચ્ચે કંઈક અજ્ઞાત છે એ અડધું અને એમ થાય છે અઢી. પેલું જે અજ્ઞાત છે એને કબીર અડધું કેમ કહે છે? ત્રણ કેમ નહીં? અઢી જ શા માટે? એ તત્વને અડધું કહેવાનું કારણ ખૂબ મધુર છે. કબીર કહે છે કે પ્રેમ કદી પૂરો નથી થતો. પ્રેમથી કોઈ ક્યારેય પૂર્ણપણે ધરાઈ જતું નથી.

ક્યારેય એવું નથી લાગતું કે બસ થઈ ગઈ તૃપ્તિ, સંતુષ્ટ થઈ ગયા. પ્રેમ ગમે તેટલો થાય, પ્રેમ ગમે તેટલો અપાય અને મેળવાય, એ અધૂરો જ રહે છે. એ પરમાત્મા જેવો છે - ગમે તેટલો વિકસે, પૂર્ણથી પૂર્ણતર થતો જાય છતાં વિકાસ જારી રહે છે. જાણે કે પ્રેમનું જે અધૂરાંપણું જ એની શાશ્વતતા છે. એ ઘ્યાનમાં રાખવાનું છે કે જે ચીજ પૂરી થઈ જાય છે, એ મરી જાય છે. પૂર્ણતા મૃત્યુ છે, કેમકે પછી શેષ કંઈ કરવાનું-થવાનું બાકી રહેતું નથી. આગળ કોઈ ગતિ ન રહી.

જે ચીજ પૂર્ણ થઈ મરી જ જશે, કેમકે પછી શું થશે? એ જ જીવી શકે છે, જે શાશ્વતરૂપે અપૂર્ણ છે, અધૂરું છે, અડધું છે. તમે એને ગમે તેટલું ભરો, એ અધૂરું જ રહેશે. અડધા હોવું એની પ્રકૃતિ છે. તમે ગમે તેટલા તૃપ્ત થતા જાઓ છતાં તમે અનુભવશો કે દરેક તૃપ્તિ છેવટે તો તમને અતૃપ્ત જ કરી જાય છે. તમે જેટલું પીશો એટલી તરસ વધતી જશે.

આ એવું જળ નથી કે તમને પીધાં પછી સંતોષનો અનુભવ કરાવે. આ એવું જળ છે જે તમારી તરસને વધુ ભટકાવશે. એટલે જ પ્રેમી ક્યારેય તૃપ્ત નથી થતો. અને એટલે જ એના આનંદનો કોઈ અંત નથી, કેમકે ચીજ પૂરી થાય છે ત્યાં આનંદનો પણ અંત આવી જાય છે. તો કબીર કહે છે : ઢાઈ અક્ષર પ્રેમ કા... તેઓ પ્રેમના અઢી અક્ષર પ્રત્યે ઈશારો તો કરે જ છે, ઊંડો ઈશારો છે પ્રેમના અડધાપણા પ્રતિ. પ્રેમી અને પ્રેયસી વચ્ચે એક અદ્રશ્ય આંદોલન છે, એક સેતુ છે - જેનાથી એ બન્ને જોડાઈ ગયાં છે, એક થઈ ગયાં છે...

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!