નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓનલાઇન શોપિંગ જરા સંભાલ કે!


ગયા અઠવાડિયે વાત કર્યા મુજબ, આજે ગૂગલના ‘લાઇક’ બટનની વાત કરવાની હતી, પણ સંજોગવશાત્ વાત કરવાની થાય છે ‘ડિસલાઇક’ વિશે. એટલા માટે કે ‘લાઈક’ વિશે જાણવાથી તમને સીધો લાભ નથી, પણ આ ‘ડિસલાઇક’ની વાત ન જાણો તો કદાચ સીધું નુકસાન થઈ શકે છે.

વાત ઓનલાઇન શોપિંગના ન ગમતા પાસાંની છે અને વાત સ્વાનુભવની છે. ઇન્ટરનેટનો ફેલાવો સતત વધતો જાય છે તેમ તેમ ઓનલાઇન શોપિંગ કરાવતાં પોર્ટલ પણ વધતાં જાય છે. સગવડ સરસ છે, તમે ઘેરબેઠાં, માત્ર માઉસના ઇશારે ઘણું બધું ખરીદી શકો છો. એમાં જોરદાર બચત પણ છે, જેમ કે હમણાં અમે ચીનની એક કંપની પાસેથી એક નાનકડું સોફ્ટવેર ખરીદ્યું (વિચારો, ઇન્ટરનેટને બદલે ચીન જઈને ખરીદવું પડ્યું હોત તો?!).

પ્રોસેસ એકદમ સરળ હતી - પહેલાં એ સોફ્ટવેરનું ડેમો વર્ઝન ડાઉનલોડ કર્યું, જે ફૂલ વર્ઝન જેવું જ હોય, ફક્ત એ સોફ્ટવેરથી જે પબ્લિકેશન બનાવી શકાય એમાં ડેવલપર કંપનીનું ‘ડેમો વર્ઝન’ એવું લખાણ નડતરરૂપ બને, જે તમે સોફ્ટવેર ખરીદીને દૂર કરી શકો. અમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું અને તરત જ મેઇલમાં એ સોફ્ટવેરના લાઇસન્સની કી આવી ગઈ, જે ડેમો વર્ઝનમાં નાખી એટલે પેલું નડતર દૂર થઈ ગયું.

આમ ઓનલાઇન શોપિંગ ઉપયોગી, સરળ, ઝડપી અને તદ્દન ઓછું ખર્ચાળ છે, પણ સામે એમાં કેટલાંક જોખમ પણ છે. સોફ્ટવેરની ખરીદી જેમ સહેલાઇથી પાર ઉતરી એ રીતે અમે એક વેબસાઇટ પરથી ફોટોગ્રાફ ખરીદવાનું નક્કી કર્યું એ સાઇટ પર એક ઓફર હતી - પહેલા સાત દિવસ મફત ટ્રાયલ. તમે રોજના પાંચ ફોટોગ્રાફ ડાઉનલોડ કરી શકો. પછી તમે એક, બે કે ત્રણ મહિનાના પ્લાન ખરીદી શકો.

મફત ટ્રાયલ શરૂ કરવા માટે પણ તમારે પહેલાં, ઇન્ટરનેટ પરની બેન્ક જેવી ‘પે પાલ’ નામની એક સર્વિસમાં એકાઉન્ટ ખોલાવવું પડે અથવા ક્રેડિટ કાર્ડની વિગતો આપવી પડે. બરાબર સમજજો, આ આખી વ્યવસ્થામાં કશું જ ખોટું કે ગેરકાયદેસર નથી, વાત માત્ર આપણે ઝીણી વિગતોમાં ઊંડા તરીએ નહીં તો કેવા ભરાઈ પડીએ એની છે!

અમે પે પાલમાં એકાઉન્ટ ખોલાવ્યું અને ક્રેડિટ કાર્ડની વિગતો આપી. ટ્રાયલ પીરિયડ સરસ રીતે વીત્યો એટલે એક મહિનાનો પ્લાન પણ ખરીધ્યો. એક મહિના સુધી રોજના પાંચ લેખે ફોટોગ્રાફ ડાઉનલોડ કર્યા. બધું સરસ રીતે ચાલ્યું, પછી મહિનો પૂરો થયો, એટલે પે પાલમાંથી એક મેઇલ આવ્યો - તમારો પ્લાન ઓટોરિન્યુ થઈ ગયો છે - ક્રેડિટ કાર્ડમાંથી બીજા મહિનાના રૂપિયા કાપી લીધા છે! ઓનલાઇન શોપિંગનું આ એક બારીક પાસું છે, જેનો ઓનલાઇન શોપ્સ ચલાવતી કંપનીઓ ખાસ લાભ લે છે.

તમે જેને એક વારની ખરીદી માની હોય એ વાસ્તવમાં ઓટોરિન્યુ થતો પ્લાન હોઈ શકે છે! અમારા કિસ્સામાં, અમે પેલી ફોટોસાઇટ પર એકાઉન્ટ બંધ કરવાની લિંક શોધી તો મળી જ નહીં! પછી સપોર્ટમાં મેઇલ કર્યો તો તરત જવાબ મળ્યો, જેમાં ઓટોરિન્યુવાળી વાત હતી અને સમજાવ્યું હતું કે તમારે એકાઉન્ટ બંધ કરવું હોય તો અમારો નહીં, પે પાલનો સંપર્ક કરો. એટલું ચોક્કસ કે સપોર્ટમાં પે પાલમાં એકાઉન્ટ કેવી રીતે બંધ કરવું એની સ્ક્રીનશોટ સાથે સમજણ આપી હતી.

હવે આ પે પાલ સામે આપણી રિઝર્વ બેન્કને વાંકું પડ્યું છે એટલે એની સાઇટમાં કંઈક પ્રોબ્લેમ ચાલે છે. સાઇટ ખૂલે તો તમે એકાઉન્ટ બંધ કરોને? પછી ક્રેડિટ કાર્ડમાંથી પેમન્ટ થતું અટકાવી જોવા કાર્ડ આપનારી બેન્કનો સંપર્ક કર્યો, તો એમણે હાથ ઊંચા કર્યા - ‘અમે ચેકનું પેમેન્ટ અટકાવી શકીએ, ક્રેડિટ કાર્ડનું નહીં - પે પાલને મળો!’ પે પાલની સાઇટ ખૂલે નહીં. તો કરવું શું?

પછી એક મિત્રની સલાહથી, ઓફિસમાં જે ઇન્ટરનેટ પ્રોવાઇડરનું નેટ કનેકશન છે એના સિવાયની બીજી કંપનીની યુએસબી ડિવાઇસથી પે પાલની સાઇટ ખોલવાનો પ્રયાસ સફળ થયો. પછી તો વાત સરળ હતી, એકાઉન્ટ બંધ કરાવી શકાયું.

ફરી બરાબર સમજજો, આખી વાતમાં ગેરકાયદે કશું જ નથી, આપણે એકાઉન્ટ ખોલાવતી વખતે કે પેમેન્ટ કરતી વખતે જે લાંબાંલચક ટર્મ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા વિના એક્સેપ્ટ કરી લઈ છીએ એમાં આ ઓટોરિન્યુવાળી ક્યાંક લખી જ હશે. એટલે સવાલ આપણે પોતે સજાગ રહેવાનો છે.

ઓનલાઇન શોપિંગ ચોક્કસપણે ઉપયોગી છે જ, બસ થોડી કાળજી રાખવી જરૂરી છે. અમારા અનુભવનો તમે લાભ લેજો!

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!