નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સેકન્ડ મેરેજ સફળ ન થાય ત્યારે?

 
દુનિયાનાં કોઇ લગ્ન, સુખની ગેરન્ટી સાથે નથી આવતાં. શક્ય હોય ત્યાં સુધી એડજસ્ટમેન્ટ કરવું જોઇએ અને મોટાભાગના લોકો કરે પણ છે, પરંતુ એ પછીયે મામલો સુધરવાને બદલે વધુ બગડે તો કબૂલી લો કે સંબંધમાં નિષ્ફળતા મળી છે.

કમ સે કમ, આપણા દેશમાં તો આવો કિસ્સો લાખમાં એકાદવાર જોવા મળે. એવું માનવાની જરાયે જરૂર નથી કે બીજીવાર પરણનાર હંમેશાં સુખી જ થાય છે. એવા કિસ્સાયે આપણે જોઇએ છીએ કે જ્યાં સેકન્ડ મેરેજ પહેલાથીયે વધુ ખરાબ સાબિત થયા હોય પણ દિલ અને દિમાગ પર ભારે પથ્થર મૂકીને લોકો નિભાવી લે છે.

મુંબઇમાં રહેતા ૪૮ વર્ષીય એક પુરુષે હમણાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી. પોલીસના ચોપડે કારણ નોંધાયું, બીજી વાર કરેલા લગ્નમાં મળેલી નિષ્ફળતા. પહેલા લગ્ન કોઇક કારણસર ભાંગી પડ્યા બાદ સત્તાવાર છુટાછેડા લઇને આ ભાઇએ બીજી સ્ત્રી સાથે ઘરસંસાર માંડ્યોહતો. થોડા વરસ ગાડું ગબડ્યું. પણ પછી રસ્તા પરથી સાવ ગબડી પડ્યું. ફરીથી ઘરમાં કંકાસ શરૂ થઇ ગયો. રોજિંદા ઝઘડાથી ત્રાસી ગયેલા માણસે છેવટનો રસ્તો અપનાવ્યો પોતાનો જીવ કાઢી નાખ્યો.

આ કિસ્સો સાંભળીને, વાંચીને ઘણા લોકોએ કહ્યું કે, આવા કારણસર કંઇ મરી જવાય? પત્ની સાથે ન ફાવે તો છુટાછેડા લેવાની છુટ હતી. મરવા પાછળ કદાચ બીજું કંઇ કારણ હશે. હોઇ શકે, પરંતુ એ પણ હકીકત છે કે આપણા સમાજમાં ‘ડિવોર્સ’ શબ્દ હજીયે બહુ ભયાનક, અળખામણો ગણાય છે. પતિ-પત્ની સાથે રહીને ભલે જિંદગીભર દુ:ખી થાય પણ છુટાછેડા તો ન જ લેવાય. આ મેન્ટાલિટી, આજની તારીખમાં પણ સમાજમાં ઉપરથી નીચે સુધી પ્રવર્તે છે. બળાત્કારની જેમ જ ડિવોર્સના કેસમાં પણ ઘણીવાર વ્યક્તિ પોતાનો વાંક ન હોય, તોયે શરમ, અપરાધની લાગણી અનુભવે છે. આવા માહોલમાં પણ કદાચ મન મક્કમ રાખીને કોઇ છુટાછેડા લઇ નાખે. પરંતુ બીજીવાર આવું કરવા જેટલી હિંમત કેટલા જણ દાખવી શકે?

કમ સે કમ, આપણા દેશમાં તો આવો કિસ્સો લાખમાં એકાદવાર જોવા મળે. એવું માનવાની જરાયે જરૂર નથી કે બીજીવાર પરણનાર હંમેશાં સુખી જ થાય છે. એવા કિસ્સાયે આપણે જોઇએ છીએ કે જ્યાં સેકન્ડ મેરેજ પહેલાથીયે વધુ ખરાબ સાબિત થયા હોય પણ દિલ અને દિમાગ પર ભારે પથ્થર મૂકીને લોકો નિભાવી લે છે. સ્કૂલ, કોલેજની પરીક્ષામાં કે પછી નોકરી ધંધામાંયે એકથી વધુવાર નિષ્ફળતા પામનારને હિંમત બંધાવતી વખતે કરોળિયાનું ઉદાહરણ અપાય છે.

ભૂતકાળ ભૂલીને ફરીફરી નવા પ્રયત્ન કરવાની શિખામણ બધા આપે છે, પરંતુ લગ્નની બાબતમાં આવું નથી થતું. સુખી થાવ કે દુ:ખી, પણ પડ્યું પાનું નિભાવી લો એવી સલાહ આપનારાની આપણે ત્યાં બહુમતી છે. કારણ કે આપણે માનીએ છીએ કે લગ્ન તો ટકવા જ જોઇએ. એકવાર તૂટી જાય તો કદાચ મને-કમને ચલાવી લેવાય પણ બીજીવાર આવું થાય તો તો લોકોને મોઢું દેખાડવું ભારે થઇ જાય. આપણો ઉછેર એવી રીતે થયો છે કે બીજીવારના લગ્ન નિષ્ફળ જાય ત્યારે વ્યક્તિને સામાજિક ડર અને શરમ તો નડે જ પણ એ ઉપરાંત પોતાની જાત પર પણ શંકા કે ધૃણા થવા લાગે.

આવું વિચારી વિચારીને ભયાનક ડિપ્રેશનમાં સરી પડેલા કેસની વાત કરતાં અમારા એક સાઇકાયટ્રીસ્ટ મિત્ર કહે છે કે, ‘મારામાં જ કંઇ ખામી હશે, એવી લાગણી મનમાં ઘર કરી જાય. પછી માણસ ભાવિ સુખની આશા ગુમાવી દે છે. બે લગ્ન ભાંગી પડ્યાં હોય એવી વ્યક્તિને સમજાવવી મુશ્કેલ હોય છે કે, ટ્રાય અગેઇન. શક્ય છે કે ત્રીજીવાર તને સુખી રાખે એવો જીવનસાથી મળી જાય.’ પેશન્ટ કદાચ માની જાય પણ એની આસપાસ વસતા લોકોને કઇ રીતે મનાવવા? હું એક ભાઇને ઓળખું છું. જે કમનસીબે બે વાર વિધુર થયા. બંનેવાર પત્ની બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામેલી.

બહુ મોટી વયે, પછી આ ભાઇએ ત્રીજીવાર લગ્ન કરવાનો ઇરાદો જાહેર કર્યો તો જ્ઞાતિમાં દેકારો થઇ ગયો. ટીકા કે મશ્કરીના રૂપમાં જે વાક્યો ઉચ્ચારાયા, એ માણસને મરવાનું મન થઇ જાય એવા હતા. જો કે એમણે પોતાનું ધાર્યું કર્યું અને અત્યારે ઘડપણમાં એકમેકનો આધાર બનીને, બેઉં જણ શાંતિથી જીવે છે. કહેવાનો મતલબ એ કે કુદરતી કારણોસર બે-વાર જીવનસાથી ગુમાવનાર પણ ત્રીજીવાર સાથી શોધવાનો અધિકારી નથી, એવું જ્યાં મનાતું હોય, ત્યાં બીજીવાર ડિવોર્સ લેનારની શું હાલત થાય?

અફકોર્સ, એ જરૂરી નથી કે બે વાર ડિવોર્સ લીધા બાદ ત્રીજી વાર પરણવું જ જોઇએ. પોતાના પેશન્ટનાં નામઠામ આપ્યાં વિના કેસની વાત કરતાં સાઇકાયટ્રીસ્ટ કહે છે કે ફર્સ્ટ અને સેકન્ડ તો શું, ક્યારેક થર્ડ મેરેજ પણ નિષ્ફળ જઇ શકે છે. દુનિયાનાં કોઇ લગ્ન, સુખની ગેરન્ટી સાથે નથી આવતાં. શક્ય હોય ત્યાં સુધી એડજસ્ટમેન્ટ કરવું જોઇએ અને મોટાભાગના લોકો કરે પણ છે, પરંતુ એ પછીયે મામલો સુધરવાને બદલે વધુ બગડે તો કબૂલી લો કે સંબંધમાં નિષ્ફળતા મળી છે. આવું બને ત્યારે દુ:ખ થવું સ્વાભાવિક છે. પણ પછી એ મુદ્દે શરમ કે ડરના માર્યા કેટલા સમય દુ:ખી થયા કરવું એ તમારા હાથમાં છે. ભલે ડિવોર્સ ન લો પણ હકીકત સ્વીકારી લો.

જો કે સાઇકાયટ્રીસ્ટ કે એના ચોપડા ભલે ગમે તે કહે પણ અંગત સંબંધમાં વારંવાર મળેલી નિષ્ફળતા અંગે જાતને સમજાવવાનું કે જાહેરમાં કબૂલવાનું સહેલું નથી. એટલે જ ક્યારેક આવા કિસ્સા બની જાય છે કે સેકન્ડ મેરેજમાં પણ દુ:ખી થનારો માણસ પોતાનો જીવ કાઢી નાખે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!