નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકોના હાથ ધોવાનું મહત્વ

 
બાળકોને હાથ ધોવાની ટેવ પાડવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલું જ નહીં, અનેક રોગ થવાની સંભાવનાઓ પણ ઘટી જાય છે.

એક સર્વે પ્રમાણે ૭ વર્ષથી નાના બાળકો ત્રણ કલાકમાં સરેરાશ ૪૭ વખત અથૉત્ દર સાડા ત્રણ મિનિટે આંખ, નાક, હોઠ કે ગાલ પર તેમનો હાથ ફેરવે છે. ચોખ્ખા દેખાતા હાથમાં પણ વિવિધ પ્રકારના વિષાણુ હોઇ શકે છે. નવજાત શિશુને અડતાં પહેલાં, રેતીમાં અથવા ગાર્ડનમાંથી રમીને આવે ત્યાર બાદ, શૌચાલય ગયા પછી, જમતાં પહેલાં અને પછી, પાલતુ પ્રાણી સાથે રમ્યા બાદ બાળકોને હાથ ધોવાની અવશ્ય ટેવ પાડવી.

હાથ ધોવાની સાચી પદ્ધતિ

બાળકોને હાથ સાચી પદ્ધતિથી ધોતાં શીખવીશું તો મોટા થઇને ઘણી બાબતોમાં તેઓમાં ચોખ્ખાઇનો ગુણ આવશે. હાથને માત્ર પાણીથી પલાળવાનો અર્થ નથી. પહેલાં હાથ ભીના કરો. સાબુ કે આલ્કોહોલયુક્ત પાણીથી હાથ ૨૦ થી ૨૫ સેકન્ડ સુધી ઘસો. નખ, આંગળી તથા બે આંગળીઓ વચ્ચેની જગ્યાને બરાબર સાફ કરો. સ્વચ્છ પાણીથી હાથ ધુઓ. હાથ ધોઇ તેને પહેરેલા કપડા અથવા રૂમાલથી લુછવા નહીં કેમ કે તેમાં પણ જીવાણુ હોય છે. હાથ લુછવા માટે વ્યવસ્થિત સૂકવેલા રૂમાલનો જ ઉપયોગ કરવો. નળ વ્યવસ્થિત બંધ કરી, ધોયેલા હાથ ઉપર રાખવા. પાણી નીતારવા હાથ નીચે રાખી પાણી વહેવા દેવાથી હથેળીમાં રહેલા જીવાણુઓ આંગળીઓ વચ્ચેની જગ્યામાં આવી જતા હોય છે.

રોગો સામે રક્ષણ

બાળકોને હાથ વ્યવસ્થિત ધોતા શીખવવાથી ઝાડા-ઊલટી, ટાઇફોઇડ, કરમિયાં, શરદી, ઉધરસ, સ્વાઇન ફ્લુ, ગળા તથા શ્વાસનળીમાં સોજો, દમ જેવા રોગોમાં વિશેષ પ્રમાણમાં નિયંત્રણ લાવી શકાય.

મા-બાપ તથા શિક્ષક શું કરી શકે?

વિશ્વમાં ઘણા દેશોમાં હાથ ધોવાની પદ્ધતિને પાઠ્ય પુસ્તકમાં સ્થાન અપાયું છે. દર વર્ષે એક વખત શાળામાં સાચી રીતે હાથ ધોવાની પદ્ધતિ જીવંત અથવા વીડિયો દ્વારા દેખાડી શકાય.

છીંક આવે ત્યારે રૂમાલ નાક પર રાખવો, નખ વ્યવસ્થિત કાપવા જેવી નાની નાની બાબતો ચિત્રો-લખાણ-પોસ્ટર દ્વારા બાળકોને સમજાવી શકાય. પીવાના પાણી માટે ડોયાનો ઉપયોગ કરવાનું શીખવવું જોઇએ. ઘરના વડીલોને હાથ ધોતાં જોઇ બાળકો પણ તેમનું અનુકરણ કરશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી