નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાણો તમારી જાતને...

 
કેટલીક વાર નાની નાની બાબતો પણ આપણને આપણા વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. આપણે કેવી રીતે રહીએ છીએ, કામ કરીએ છીએ, ઘરના સભ્યો સાથે કેવી રીતે વર્તીએ છીએ વગેરે બાબતો પરથી જણાય છે કે આપણામાં કઇ ટેવ સારી છે અને કઇ ખરાબ? તમે પણ આવી કેટલીક બાબતોનો વિચાર કરીને તમારા વ્યક્તિત્વને જાણી શકો છો...

દરેક વ્યક્તિને શિસ્તમાં રહેવાનું પસંદ હોય છે. તમે જોતાં હશો કે શિસ્તબદ્ધ જીવન જીવવાથી કેટલા બધા લાભ થાય છે. ક્યારેક સવારે ઊઠતાં મોડું થઇ ગયું તો ચા-નાસ્તાથી લઇને ઓફિસે પહોંચવામાં પણ મોડું થઇ જાય છે અને બોસનો ઠપકો સાંભળવો પડે છે. એવી જ રીતે અચાનક મહેમાન આવી ચડે અને ઘરમાં ક્યાંક ટોવેલ પડ્યો હોય, તો ક્યાંક બાળકોના કપડાંના ઢગલા પડ્યા હોય તો ઘર કેવું અવ્યવસ્થિત લાગે છે. એટલું જ નહીં, તમારી ઇમેજ પણ કેવી ખરાબ ઊભી થાય છે. તેના બદલે ઘરમાં દરેક સભ્યને શિસ્તબદ્ધ જીવન જીવવાની આદત પાડી હોય તો આવું કંઇ બનવાની સંભાવના રહેતી નથી. એ માટે સૌપ્રથમ તમારે તમારી જાતને શિસ્તબદ્ધ બનાવવી પડે. તમે જ જો વહેલાં ઊઠીને સમયસર કામ પૂરું કરતાં હશો, તો ઘરના દરેક સભ્યોને આવી ટેવ પડશે.

શિસ્તની દ્રષ્ટિએ તમે તમારી જાતને દસમાંથી કેટલા અંક આપવાનું પસંદ કરશો? એક મિનિટ, કોઇ પણ નિર્ણય કરતાં પહેલાં અહીં આપેલા કેટલાક સવાલોના જવાબ તમારા મનમાં જ નક્કી કરો...

- શું તમે સવારે વહેલાં ઊઠી જાવ છો કે તમારા મોડા ઊઠવાને કારણે બધાં કામમાં મોડું થાય છે અને ઘરનું વાતવરણ પણ બગડે છે?

- બાથરૂમમાં મૂકેલી વસ્તુઓ, સાબુ, શેમ્પૂ, ટોવેલ વગેરે તેની ચોક્કસ જગ્યાએ હોય છે કે ગમે ત્યાં પડેલાં હોય છે? ગીઝર વધારે સમય સુધી ચાલુ રહે અથવા નળમાંથી પાણી વહ્યા કરે એવી ભૂલો તમારાથી મહિનામાં કેટલી વાર થાય છે?

- છાપાં વાંચ્યા પછી તેને બરાબર ગડી વાળીને ઠેકાણે મૂકો છો કે નહીં?

- તમારા ઘરમાં ટીવી, રેડિયો જેવા સાધનો કોઇ જોતું કે સાંભળતું ન હોય તો પણ ચાલુ રહે છે?

- સવારે ચા-નાસ્તો મોડા તૈયાર થવાથી ઘણી વાર બધાંને ખાધા-પીધા વિના જ ઘરેથી નીકળી જવું પડે છે?

- બાળકો માટે લંચબોક્સમાં શું નાસ્તો ભરવો તે નક્કી કર્યું ન હોવાથી તેમને સ્કૂલે લંચબોક્સ લીધા વિના જવું પડે છે?

- કોઇ અગત્યના ડોકયુમેન્ટ કે કંઇ જરૂરી વસ્તુની જરૂર પડે ત્યારે તે શોધવા માટે તમારે ખૂબ શોધખોળ કરવી પડે છે?

- બચત કરવાની લાલચમાં આવીને તમે ફેરિયા પાસેથી બિનજરૂરી વસ્તુઓ ખરીદીને પછી પસ્તાવ છો?

- મોટા ભાગે વધારે પડતી રસોઇ બનાવવાની ટેવના લીધે તમારે ઘણી વાર વધેલી રસોઇ ફેંકી દેવી પડે છે?

- ક્યારેક વધેલી રસોઇ ફ્રીજમાં મૂકી હોય તો બીજા દિવસે તે ભૂલી જાવ છો અને તે ખરાબ થઇ જાય ત્યાં સુધી ફ્રીજમાં જ પડી રહે છે?

- કોઇ વાર ગેસ પર દૂધ ગરમ કરવા મૂકર્યું હોય અને પાડોશી સાથે વાતો કરવામાં દૂધ ઊભરાઇ જાય છે?

- અચાનક મહેમાનો ઘરે આવી પહોંચે ત્યારે ઘર અવ્યવસ્થિત હોવાથી તમારે મહેમાનો સામે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે?

- તમારે ક્યાંય બહાર જવાનું હોય ત્યારે તમે સમયસર પહોંચી જાવ છો કે મોટા ભાગે મોડા પડો છો?

- તમે દિવસમાં મોટા ભાગનો સમય બહેનપણીઓ કે સંબંધીઓ સાથે ફોન પર ગપ્પાં મારવામાં પસાર કરો છો?

- પતિના કપડાં ધોવામાં નાખો ત્યારે તેમના પેન્ટના ખિસ્સાંમાં પૈસા કે કાગળ રહી નથી જતાં તે જોયા વિના જ ધોબીને આપી દો છો?

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!