નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગંભીર બીમારીમાં સંબંધ બાંધવો ઉચિત?

 
પ્રશ્ન : હું ૨૯ વર્ષની પરિણીતા છું અને લગ્નને ચાર વર્ષ થયાં છે. અમે લગભગ છેલ્લા બે વર્ષથી સંતાનસુખ ઇચ્છીએ છીએ, પણ હજી સુધી હું ગર્ભ ધારણ કરી શકી નથી. ડોક્ટર પાસે ચેકઅપ કરાવતાં જાણવા મળ્યું કે મારી એક ફેલોપિયન ટ્યૂબમાં બ્લોકેજ છે. મેં સાંભળ્યું છે કે તેનો ઇલાજ કરાવવામાં ખૂબ તકલીફ અને દુખાવો થાય છે. એનો બીજો કોઇ ઉપાય ખરો અને તે પછી કેવી રીતે ગર્ભધારણની શક્યતા રહે છે?

ઉત્તર : જો તમારી એક ટ્યૂબ સામાન્ય હોય તો તમે સંતાનસુખ મેળવી શકો છો. એક ટ્યૂબ કયા કારણસર બ્લોક થયેલી છે, તે જાણવું જરૂરી છે. વળી, એ પણ જાણવું જરૂરી છે કે ક્યાંક એ કારણસર જ તો તમે ગર્ભધારણ નથી કરી શકતાં એવું તો નથી ને? તમે લેપ્રોસ્કોપી કરાવો. તે સાથે તમારા પતિને પણ ચેકઅપ કરાવવાનું કહો. તમારા ગભૉશયની તપાસ પણ કરાવી જુઓ.

પ્રશ્ન : હું ૨૭ વર્ષની પરિણીતા છું. ગયા વર્ષે મેં એક દીકરાને જન્મ આપ્યો. તે પછી છ મહિના સુધી અમે સંબંધ બાંધ્યો નહોતો. જોકે ત્યાર બાદ અમે પ્રયત્ન કર્યો તો મને સંબંધ બાંધવાની ઇચ્છા જ ન થઇ. પ્રસૂતિ પછી મને ક્યારેય સંબંધ બાંધવા માટે પહેલાં જેવી ઉત્તેજના જ નથી થઇ. આની અસર અમારા દાંપત્યજીવન પર પણ થવા લાગી છે. શું આ સામાન્ય ગણાય? મારે શું કરવું?

ઉત્તર : પ્રસૂતિ પછી અનેક સ્ત્રીઓમાં જાતીય ઇચ્છામાં પરિવર્તન જોવા મળે છે. આવું સામાન્ય રીતે હોર્મોનના અસંતુલનના લીધે બનતું હોય છે. વળી, નવજાત બાળકની સંભાળ રાખવાને કારણે પણ સ્ત્રી ખૂબ થાકી જતી હોય છે. આ કારણસર ક્યારેક સ્ત્રીના મનમાં જાતીય ઉત્તેજના જાગતી નથી. કેટલીક વાર પ્રસૂતિ પછી વજન વધી જવાથી પણ મહિલાઓ મનોમન લઘુતાગ્રંથિ અનુભવે છે. આ બધા કારણોસર પણ જાતીય ઇચ્છા જાગૃત થતી નથી. તમારે ચિંતા કરવાની જરૂર નથી. સમય પસાર થવા સાથે પરિસ્થિતિ સામાન્ય થઇ જશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૮ વર્ષ છે અને લગ્નને બે વર્ષ થઇ ગયા છે. મારી સમસ્યા એ છે કે અમારી વચ્ચે જાતીય સંબંધ હજી બંધાયો જ નથી. અમારું દાંપત્યજીવન સામાન્ય છે, પણ જ્યારે સંબંધ બાંધવાની વાત આવે, ત્યારે મારા પતિ કહી દે છે કે એમની ઇચ્છા જ નથી. એમને બે-ચાર મહિને એક વાર ઇચ્છા થાય છે, જ્યારે હું જાતીય રીતે સક્રિય રહેવામાં માનું છું. અમે આ અંગે ઘણી વાર ચર્ચા કરી છે, પણ એ કહે છે કે દરેક વ્યક્તિની ઇચ્છા જુદી જુદી હોય છે અને એ નોર્મલ છે. મારે શું કરવું જોઇએ?

ઉત્તર : તમારા પતિની એ વાત બરાબર છે કે દરેક વ્યક્તિની સંબંધ બાંધવાની ઇચ્છા જુદી જુદી હોય છે, પણ જે રીતે તમે તમારા પતિની ઇચ્છા વિશે વાત જણાવી છે, તે સામાન્ય નથી. તમારા પતિને સંબંધ બાંધવા માટેની ઇચ્છા આટલી ઓછી કેમ છે તેની જાણ તો તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરીને તેમ જ કેટલાક ટેસ્ટ કરાવવાથી જ જાણી શકાય. તમે બંને કોઇ સેક્સોલોજિસ્ટ કે મેરેજ કાઉન્સેલરને કન્સલ્ટ કરો.

પ્રશ્ન : મારી ઉંમર ૩૦ વર્ષની છે અને લગ્નને ચાર વર્ષ થયાં છે. અમે બંને એકબીજાથી સંતુષ્ટ છીએ અને દરરોજ સંબંધ બાંધીએ છીએ. તેમ છતાં સંબંધ બાંધ્યા પછી તરત અમારા બંનેના અંગોમાં ખંજવાળ આવે છે. આવું થોડા મહિનાથી જ થતું હોવાથી સંબંધ બાંધવાની ઇચ્છા હોવા છતાં અમે તેને ટાળીએ છીએ. શું આ કંઇ ગંભીર બીમારીના લક્ષણ તો નહીં હોય? મને યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તર : તમને બંનેને કોઇ પ્રકારનું ફંગલ ઇન્ફેકશન થયું હોય એવું બનવાજોગ છે. તમે કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવી તમારી સારવાર કરાવો. તમારા અંગોની સ્વચ્છતાનો ખ્યાલ રાખો. અંડરગાર્મેન્ટ્સ પણ સ્વચ્છ પહેરવાનું રાખો. શક્ય હોય તો દિવસમાં બે વાર તે બદલો અને પતિને પણ આ પ્રમાણે કાળજી રાખવાનું જણાવો.

પ્રશ્ન : મારી ઉંમર ૩૨ વર્ષ છે. મને છેલ્લા ઘણા વખતથી તાવ અને નબળાઇ રહે છે. ડોક્ટરનું કહેવું છે કે મને કોઇ ગંભીર બીમારી છે. મારી પત્નીને કાયમ સંબંધ બાંધવા જોઇએ છે. શું આ સ્થિતિમાં સંબંધ બાંધવો યોગ્ય છે ખરો?

ઉત્તર : તમને જો ગંભીર બીમારીનું નિદાન થયું હોય તો તમારા પત્ની સંબંધ બાંધવાનો આગ્રહ રાખે એ ખોટું છે. તમે એમને સમજાવો અને છતાં જો એ આવો આગ્રહ રાખે તો એમને કહો કે તમે સાજા થઇ જાવ ત્યાં સુધી પોતાની જાત પર સંયમ રાખે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!