નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોપર-ટી મૂકાવ્યા પછી ગર્ભ રહે ખરો?

 
પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે મારા સ્તનનો વિકાસ બરાબર થયો છે ખરો, પણ તે એકદમ ઢીલાં પડી ગયા છે. મારી બહેનપણીઓ આ કારણસર મને ચીડવે છે કે અત્યારથી આવી સ્થિતિ છે તો લગ્ન પછી કેવી હાલત થશે? માલિશ અને કસરત કરવાથી કંઇ ફરક પડી શકે? મારે શું કરવું જોઇએ?

ઉત્તર :કસરત અને માલિશ કરવાથી ચોક્કસ ફરક પડશે. તમે પૂરતો સપોર્ટ મળે એવા અંત:વસ્ત્રો પહેરો. જે યુવતીઓના સ્તનનો વિકાસ ન થયો હોય તેઓ પરેશાન રહે છે, પણ તમારો કિસ્સો જુદો છે. આના કારણે લઘુતાગ્રંથિ અનુભવવાની જરૂર નથી. યોગ્ય સપોર્ટવાળા અંત:વસ્ત્રો પહેરી તેના આકારનો ખ્યાલ રાખો. જો કસરત અને માલિશથી ફરક ન પડે તો તમે કોસ્મેટિક સર્જરી કરાવી શકો છો. આહારમાં વધારે પડતાં તૈલી કે મરીમસાલાયુક્ત પદાર્થો ન ખાવા. નિયમિત રીતે કસરત અવશ્ય કરો.

પ્રશ્ન : મારી દીકરી તેર વર્ષની છે. અમે પહેલાં નક્કી કર્યું હતું કે બીજું સંતાન નહીં લાવીએ, પણ હવે મારા પતિ ઇચ્છે છે કે બીજું સંતાન હોવું જોઇએ. મને એ યોગ્ય નથી લાગતું. દીકરી તેર વર્ષની થઇ ગયા પછી ફરી માતૃત્વ ધારણ કરવું જોઇએ?

ઉત્તર : તમારી આવી ખોટી માન્યતાને મનમાંથી દૂર કરી દો. દીકરી તેર વર્ષની થાય એટલે એવું નથી કે બીજું સંતાન ન આવે. તમારા પતિ ઇચ્છે છે તો એમની ઇચ્છાને પણ માન આપો. દીકરીને પણ ભાઇ કે બહેન હશે તો ગમશે. એમાં અયોગ્ય કંઇ નથી.

પ્રશ્ન : હું ત્રીસ વર્ષની છું અને સાત મહિનાનો ગર્ભ છે. મારું વજન ૫૩ કિલો છે. મારી સમસ્યા એ છે કે મારું વજન વધતું નથી. અલ્ટ્રાસાઉન્ડ દ્વારા જાણવા મળ્યું છે કે ગર્ભમાં બાળકનો વિકાસ બરાબર નથી થઇ રહ્યો. મને ભૂખ ઓછી લાગે છે અને જમવાની ઇચ્છા પણ નથી થતી. કંઇ પણ ખાતાં પહેલાં ઊલટી થવા લાગે છે. મારી ભૂખ જ મરી ગઇ છે. મને ડર લાગે છે. શું કરું?

ઉત્તર : તમારે સંતુલિત અને એવો આહાર લેવાની જરૂર છે, જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય. તમે સવાર-સાંજ એક વાટકી દાળ, લીલાં શાકભાજી, બે ગ્લાસ દૂધ અવશ્ય લો. જો તમે એકસાથે પૂરતું ભોજન ન કરી શકતાં હો તો આખા દિવસમાં થોડી થોડી વારે કંઇ ને કંઇ ખાવ. દિવસ દરમિયાન આરામ કરવો હોય તો ડાબી તરફ પડખું ફેરવીને સૂઓ. તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તો.

પ્રશ્ન : મારી ઉંમર બત્રીસ વર્ષ છે. મેં પાંચ મહિના પહેલાં કોપર-ટી મૂકાવી હતી. તે પછી ત્રણ મહિના સુધી મને માસિકસ્રાવ બરાબર આવ્યો. છેલ્લા બે મહિનાથી માસિક આવ્યું નથી. તો શું હું માતા બનવાની હોઇશ? કોપર-ટી મૂકાવ્યા પછી ગર્ભ રહે ખરો? મને લગભગ વીસ દિવસ પહેલાં થાઇરોઇડ હોવાનું નિદાન થયું છે. કોપર-ટી કઢાવી નાખી છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તર : ઘણા કિસ્સામાં કોપર-ટી નિષ્ફળ જાય એવું બને છે. તમારા કેસમાં પણ આમ બન્યું હોય અને તમે સગભૉ બન્યાં હો, એવું બનવાજોગ છે. જો તમે એ સંતાનને જન્મ આપવા ઇચ્છતાં હો, તો માતૃત્વ ચાલુ રાખી શકો છો અથવા ન ઇચ્છો તો ગર્ભપાત કરાવી શકો. પછી જો તમે ઇચ્છશો તો નહીં કરાવી શકો. સંતાન રાખવા માટે તમારે વહેલી તકે એન્ડોક્રાઇનોલોજિસ્ટને બતાવવું જોઇએ.

પ્રશ્ન : મારી ઉંમર ૨૭ વર્ષ છે અને એક સંતાનની માતા છું. મારા પતિ મને ઘણી વાર કહે છે કે પ્રસૂતિ પછી મારા અંગ પહોળા થઇ ગયાં હોવાથી તેમને સંબંધ બાંધવામાં પહેલાં જેવી ઉત્તેજના કે સંતોષ થતો નથી. મારે શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તર : સામાન્ય રીતે ડિલિવરી પછી સ્ત્રીઓનો આંતરિક ભાગ સહેજ પહોળો થઇ જતો હોય છે. જો કે અમુક કસરત કરવાથી તેમાં થોડું ખેંચાણ લાવી શકાય છે. તમે પેટના નીચેના ભાગના સ્નાયુઓને અંદરની તરફ ખેંચી બે-ત્રણ મિનિટ એ જ સ્થિતિમાં રહી પછી છોડી દો. દિવસમાં ત્રણ-ચાર વાર આ કસરત કરો. આથી આંતરિક અંગો થોડા સંકોચાશે. ગાયનેકોલોજિસ્ટને મળી આ કસરત વિશેની પૂરતી જાણકારી મેળવીને પછી જ કરવી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!