નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વર-કન્યાનાં અનોખાં પરિધાન

 
ખાસ પ્રસંગે ખાસ દેખાવા માટે ખાસ પરિધાનની જરૂર હોય છે. લગ્ન હોય ત્યારે તો ભલે એક દિવસ માટે, પણ વર-વધૂના પોશાક એવા ભવ્ય હોવા જોઇએ કે બોલી જવાય, ‘વાહ!’

પહેલાં કન્યા ઘરચોળું અને પાનેતર પહેરતી, જ્યારે વરરાજા ઝભ્ભો અને લેંઘો પહેરતાં. તેના સ્થાને કન્યા ચણિયા-ચોળી, લાચા, શરારા પહેરે છે અને વરરાજા સૂટ, જોધપુરી, રજવાડી સૂટ પહેરે છે. એમાંય હવે તો વર-વધૂ મેચિંગ મેનિયા ધરાવતાં થયા છે.

નવવધૂ અને વરરાજા માટે લગ્નનો દિવસ ખાસ હોય છે અને તેથી જ આ દિવસે સૌથી અલગ દેખાવું એ ખૂબ જ અગત્યનું છે. યુવતીઓ તો લગ્નની તારીખ નક્કી થતાંની સાથે જ લગ્ન વખતે ઘરચોળું અથવા તો કેવા પ્રકારની સાડી અને ઘરેણાં પહેરવા તેની તૈયારી કરવા લાગે છે. ફક્ત લગ્ન જ નહીં, હવે તો રિસેપ્શન માટે પણ અલગ પોશાક તૈયાર કરાવવામાં આવે છે. નવવધૂ અને વરરાજા પોતાના લગ્ન અને રિસેપ્શનના પહેરવેશ માટે ખાસ પ્રકારના પોશાક પર જ પસંદગી ઉતારતા હોય છે. નવવધૂના પોશાકમાં પહેલાંની માફક માત્ર ઘરચોળું કે પાનેતર જ જોવા મળતાં નથી. તેમાં પણ વિવિધતા આવી ગઇ છે.

ઘરચોળાને સ્થાને ભારે સાડી અને પાનેતર તો ખરું જ, પણ ફેશનને ધ્યાનમાં રાખી બદલાતા સમયમાં હવે ચણિયા-ચોળી, શરારા, ઘરારા, ટ્રેડિશનલ ચોલી-સૂટ કે ખાસ ડિઝાઈનર સાડી નવવધૂ વધારે પસંદ કરે છે. પહેલાંનાં સમયમાં વરરાજા લગ્નમાં ઝભ્ભો અને ધોતી પહેરતાં. હવે વરરાજા પણ નવી ફેશન અને પહેરવેશને અપનાવી શેરવાની અને સૂટ પર પસંદગી ઊતારે છે.

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટમાં નવવધૂ માટે ઘણીબધી વેરાયટી જોવા મળે છે. ચણિયાચોળીમાં બ્રોકેડ, લેસ, બાંધણી, કોટનસિલ્ક, શિફોન અને વેલવેટનો વધુ ઉપયોગ થાય છે. આ મટિરિયલના ચણિયાચોળીમાં ગ્રીન-રેડ, બેબી પિંક, ગોલ્ડન રેડ, બ્રાઉન રેડ અને રેડ-બ્રાઉન કલરનું કોમ્બિનેશન વધારે ટ્રેન્ડી લાગે છે. વળી, તેમાં કરવામાં આવતા વર્કમાં પણ ડાયમંડ, સ્ટોન, જરદોશી વર્ક, સ્વરોસ્કી અને હવે તો ગોલ્ડન અને સિલ્વર ડિઝાઈનર લેસ પણ ચણિયાચોળીને વધારે આકર્ષક બનાવે છે. કલર કોમ્બિનેશન અને હેવી વર્કથી શોભતા ચણિયા-ચોળી નવવધૂની પસંદગીમાં પ્રથમ સ્થાને રહે છે. ચણિયા-ચોળીની સાથે શરારા અને ઘરારાએ પણ હવે લગ્ન માટે તૈયાર થતાં નવવધૂના ખાસ આઉટફિટમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત મેંદી, ગરબા અને રિસેપ્શન જેવા ખાસ પ્રસંગોએ પણ નવવધૂ તે પહેરવાનું પસંદ કરે છે.

નવવધૂના પોશાકમાં લગ્ન સમયે ઘરચોળું અને સાડી તો હંમેશાં અગ્રેસર રહ્યાં જ છે. ઘરચોળા પર પાનેતર ઓઢીને માંહ્યરામાં પધારતી કન્યા હવે પાનેતર ઉપરાંત સાડીમાં બ્રોકેડ, ટ્રેડિશનલ વેર, રજવાડી, એથનિક વેર જેવી સાડીઓ પર પણ પસંદગીનો કળશ ઢોળે છે. પાનેતર પહેલાં મરૂન-સફેદ અને લાલ-સફેદ એમ બે રંગમાં જ આવતું. આજે પણ આ રંગ તો જળવાઇ રહ્યો છે, પરંતુ ડિઝાઈનર્સે પાલવ અને બોર્ડરના ભાગને વધારે હેવી લુક આપ્યો છે. પાલવમાં જાન પ્રસ્થાન, કન્યા વિદાય અને લગ્નવિધિની ડિઝાઈનોને સ્થાન આપી એકદમ આકર્ષક બનાવી દીધો છે.

ઉપરાંત, કેટલાક પાનેતરમાં સફેદ ભાગમાં ગોલ્ડન જરદોશી વર્ક અથવા ડાયમંડ લગાવવામાં આવે છે. પાલવ અને બોર્ડરના ભાગમાં પણ મૂકાતા ડાયમંડ હેવી લુક આપે છે. પાનેતર ઉપરાંત, બ્રોકેડ અને ટ્રેડિશનલ વેર ખૂબ પ્રચલિત છે. જેમાં કોન્ટ્રાસ્ટ કલરની સાડી વધારે શોભે છે. સાડીમાં ખાસ રંગોની પસંદગી કરવામાં આવે છે. બ્રોકેડ, ટ્રેડિશનલ વેર કે એથનિક વેર સાડી તમે રિસેપ્શનમાં પહેરી શકો. જેમાં કોન્ટ્રાસ્ટ કલરમાં પર્પલ-ક્રીમ, પિંક-વ્હાઇટ, ગ્રીન-રેડ, લવન્ડર-પેરોટ ગ્રીન, પર્પલ-બ્લ્યૂ, પર્પલ-ગ્રીન તેમ જ મરૂન-ગોલ્ડન, બ્રાઉન-ગોલ્ડન અને રેડ-ગ્રીન-ગોલ્ડન મુખ્ય સ્થાને છે.

નવવધૂ માટે બનતા પોશાકમાં ખાસ ગોલ્ડન ટચ આપવામાં આવે છે. જેમાં જરદોશી વર્ક અને સ્ટોનવર્કનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. ઉપરાંત, હવે તો સિલ્વર કલરનો પણ ટ્રેન્ડ જોવા મળે છે. બ્લ્યૂ, પર્પલ, પિંક, લવન્ડર, સ્કાયબ્લ્યૂ જેવા કલરના પોશાક પર ખાસ સિલ્વર કલરના ડાયમંડ કે જરદોશી વર્કને નિહાળી શકો છો.

આ જ રીતે વરરાજાની પસંદગીને પણ ફેશન ડિઝાઈનસેg ધ્યાનમાં રાખીને શેરવાનીમાં હેન્ડ વર્ક અને હેવી વર્કને સ્થાન આપ્યું છે. જોધપુરી શેરવાની પર ડાયમંડ વર્ક, જરદોશી વર્ક કે પછી સ્ટોન વર્ક કરવામાં આવે છે. કેટલીક શેરવાનીમાં ઓફવ્હાઇટ કલરની શેરવાની ડિઝાઈન પ્રમાણે ડાયમંડવાળી હોય છે અને સાથે ધોતી મરૂન હોય જેમાં વચ્ચેના પટ્ટામાં ડાયમંડ વર્ક કરવામાં આવે છે. માથે ઓફવ્હાઇટ પાઘડી પહેરી હોય અને પાઘડીમાં વચ્ચે મરૂન કલરના ડાયમંડનો બ્રોચ લગાવેલો હોય તો પછી વરરાજા માટે તો આ દિવસ મહત્વનો જ બની જાય ને. પગમાં ઓફવ્હાઇટ ડાયમંડવાળી મોજડી શોભામાં વધારો કરી દે.

વરરાજા પણ હવે ઝભ્ભો અને ધોતી પર પસંદગી ઊતારે છે. સાથે ટ્રેડિશનલ સલવાર ઝભ્ભો તો ખરા જ. વરરાજા પણ પોતાના પોશાકમાં હવે કલરને ખાસ મહત્વ આપવા લાગ્યા છે. વ્હાઇટ, ઓફવ્હાઇટ, ક્રીમ, મરૂન, ઓરેન્જ, રેડિશ બ્રાઉન, બરગન્ડી, પર્પલ, ટર્કોઇઝ બ્રાઉન, એકવામરૂન અને સ્કાયબ્લ્યૂ કલર પર પોતાની પસંદગી ઉતારે છે. આ બધા કલરમાં ગોલ્ડન અને સિલ્વર બંને પ્રકારના જરદોશી વર્ક, ડાયમંડ વર્ક અને સ્ટોન વર્ક કરવામાં આવે છે. સાથે જ ડિઝાઈનર દુપટ્ટા શોભા વધારે છે.હવે તો વર-વધૂ મેચિંગ મેનિયા તરફ પણ વળ્યાં છે, તેથી દરેક પ્રસંગમાં મેચિંગ પોશાક પહેરવાનું પસંદ કરે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી