નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શક્કરટેટીનું ભિલોડામાં ૧૦૦ હેક્ટરમાં વાવેતર


વહેલી સવારે ભરાતા બજારમાં ઉચ્ચક વેચાણ કરતા ખેડૂતો

ઉનાળાના અમૃત ફળ તરીકે ઓળખાતી કેરી પછી શક્કરટેટીને લોકો આજે પણ યાદ કરે છે. ભિલોડા પાસેની હાથમતી નદી પર બંધાયેલા ઇન્દ્રાસી ડેમમાંથી પાણીની સપાટી ઘટ્યા બાદ કેટલાક ખેડૂત પરિવારોએ અંદાજે ૧૦૦ હેક્ટરથી વધુ જમીનમાં અંદાજે ૨૦ મણથી વધુ શક્કરટેટીનું બિયારણની વાવણી કરી હતી. ત્યારબાદ ડેમના પાણીમાંથી સિંચાઇ કરીને ટેટી પકવવામાં આવે છે. જોકે શક્કરટેટીને પકવવા માટે કોઇપણ જાતની દવા કે કાર્બન જેવા પદાર્થ વાપરવામાં આવતા નથી. શક્કરટેટી એ કુદરતી રીતે વેલા પરજ પાકે છે.

ત્યારબાદ આ ખેડૂતો શક્કરટેટીના વેચાણ માટે તેને નાના વાહનોમાં ભરીને વહેલી સવારે ભિલોડાના બજારમાં આવી જાય છે. ત્યારબાદ તેને વેપારીઓ હરાજી કરીને શક્કરટેટી ખરીદે છે. આ અંગે જયંતિભાઇ પરમાર અને સગર મહેશભાઇ મણીલાલ નામના વેપારીનું કહેવું છેકે અમે આ ટેટી ઉચ્ચક ખરીદીને તેના પ્રતિ એક કિલોના ૧૫ રૂપિયાના ભાવે છુટક વેચાણ કરવા માટે નાના વેપારીઓને આપીએ છીએ. જેના કારણે ખેડૂત પરિવારો, નાના વેપારીઓ, વાહનવાળાઓને રોજી રોટી મળી રહે છે.

ભિલોડાની ડેમસાઇટમાં પાકતી આ શક્કરટેટી સ્વાદમાં મધ્યમ હોવા છતાં તે અમદાવાદ, સુરત, પાટણ, નડિયાદ સહિતના સ્થળે વેચાણ માટે વેપારીઓ લઇ જાય છે. જોકે એ કહેવું પડે કે પ્રાંતજિ તાલુકાના લાકરોડા પાસેની સાબરમતી નદીમાં પાકતી લીલી શક્કરટેટીનો સ્વાદ આજે રસિયાઓને મળતો નથી. છતાં અન્ય સ્થળે પાકતી શક્કરટેટી આરોગીને સંતોષ માનવો પડે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!