નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લચીલા ઉરોજને મસાજની જરૂર

 
પ્રશ્ન: હું ત્રીસ વર્ષની બે બાળકોની માતા છું. મારી સમસ્યા એ છે કે મારો ઉરપ્રદેશ સામાન્ય કરતાં વધારે નરમ છે. તેને વધારે કઠણ કેવી રીતે કરી શકાય?

ઉત્તર: તમે શરીરના ઉપરના ભાગને યોગ્ય આકાર અને ફર્મ બનાવે એવી કસરત કરો. ઉપરાંત, વિટામિન ઇયુક્ત ક્રીમથી સ્તન પર મસાજ કરો.

પ્રશ્ન: હું પચીસ વર્ષની છું. મેં ચાર મહિના પહેલાં એક દીકરીને જન્મ આપ્યો છે. પ્રસૂતિ બાદ મારા હાથ, પગ અને પેટના નીચેના ભાગના હાડકાંમાં અસહ્ય દુખાવો થાય છે. આ કારણસર હું મારા પતિ સાથે સંબંધ પણ બાંધી શકતી નથી. ડોક્ટરને પૂછીને દવા લીધી, પણ કંઇ ફરક નથી પડ્યો. મારે શું કરવું?

ઉત્તર: તમે કોઇ કારણસર ડિપ્રેશનમાં રહેતાં હો અથવા તો તમારી શક્તિથી વધારે કામ કરતાં હો. લોહીની ઊણપ અથવા કેલ્શિયમની ખામીને લીધે પણ આવું થઇ શકે છે. તમારે ગાયનેકોલોજિસ્ટની સલાહ લઇ તે પ્રમાણે તમામ ચેકઅપ કરાવવા જોઇએ. તમે એ જણાવ્યું નથી કે તમને ડોક્ટરે કઇ દવા લખી આપી છે, પણ જ્યારે ગાયનેકોલોજિસ્ટને બતાવવા જાવ ત્યારે તે ચોક્કસ જણાવજો. તે પછી જ તમારી સમસ્યાનું યોગ્ય નિદાન અને સારવાર થઇ શકે છે.

પ્રશ્ન: મારી ઉંમર ત્રીસ વર્ષ છે. સમાગમ દરમિયાન હું જ્યારે કોન્ડોમનો ઉપયોગ કરું છું, ત્યારે મને લાગે છે કે મારા અંગનું સંકોચન થઇ ગયું છે. મને પૂરતી ઉત્તેજના અને પરાકાષ્ઠાનો અનુભવ નથી થતો. મારે શું કરવું?

ઉત્તર: કોન્ડોમના ઉપયોગથી ક્યારેય અંગનું સંકોચન નથી થતું કે ઓછી ઉત્તેજના અથવા પરાકાષ્ઠાનો અનુભવ ન થવો એવું બનતું નથી. આ બાબત તમારા મનમાં આવી ગયેલી સભાનતાને લીધે છે. હા, તમે જેટલું તમારા અંગ પ્રત્યે ધ્યાન વધારે કેન્દ્રિત કરશો, એટલી તમને ઓછી ઉત્તેજના અનુભવાશે. એવું જ પરાકાષ્ઠાના અનુભવનું પણ છે. તમે મનમાંથી એ વિચાર કાઢી નાખો કે તમે સુરક્ષાના કોઇ સાધનનો ઉપયોગ કરીને સંબંધ બાંધો છો. પછી તમને આપોઆપ ઉત્તેજના અને પરાકાષ્ઠાનો અનુભવ થશે.

પ્રશ્ન: હું ત્રીસ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે. થોડા મહિનાથી મારા અંગની આસપાસ ખૂબ જ ખંજવાળ આવે છે અને બળતરા થાય છે. આવું ત્રણ-ચાર દિવસ રહે છે. મેં ડોક્ટરને બતાવ્યું પણ તેમણે સાદું ક્રીમ લગાવવાનું કહ્યું. હું પાણી વધારે પીઉં છું અને યુરિનમાં પણ વાંધો નથી આવતો. મારે શું કરવું જોઇએ?

ઉત્તર: તમને યોનિમાં ફંગલ ઇન્ફેકશન હોય એવું બનવાજોગ છે. તમે કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવો. પૂરતી તપાસ બાદ જ ખ્યાલ આવી શકે કે તમને ક્યા પ્રકારનું ઇન્ફેકશન છે અને તેનો શો ઇલાજ થઇ શકે. તે સાથે જ્યાં સુધી સંતાન ન ઇચ્છતાં હો ત્યાં સુધી તમારા પતિને કહો કે કોન્ડોમનો જ ઉપયોગ કરે. જેથી તમે વારંવાર અને વિવિધ પ્રકારના ઇન્ફેકશનનો ભોગ ન બનો.

પ્રશ્ન: હું વીસ વર્ષની કોલેજિયન યુવતી છું. છેલ્લા થોડા સમયથી મેં ખૂબ કસરત કરી અને વજન ઘટાડ્યું છે. હવે મારા સાથળ અને પેટના ભાગ પર સ્ટ્રેચમાર્ક દેખાય છે, જે અત્યંત ખરાબ લાગે છે. તેના લીધે મને ચિંતા થાય છે. મારે શું કરવું?

ઉત્તર: તમારા શરીર પરના સ્ટ્રેચ માર્ક્સ કદાચ તમે વજન ઘટાડ્યું તેના લીધે થયા હોય એવું બની શકે. તમે આ ભાગ પર વિટામિન ઇ, એ ધરાવતા ક્રીમથી હળવા હાથે મસાજ કરો. તે સાથે તમારા આહારનો પણ ખ્યાલ રાખો. પૂરતું પોષણ ખાસ કરીને પ્રોટીન, તાજાં ફળ અને લીલાં શાકભાજી ધરાવતો આહાર વધારે લો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!