નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આંખની કાળજી જરૂરી

 
ઉનાળામાં આંખના અમૂલ્ય રતનની કાળજી રાખવી ખાસ જરૂરી છે કેમ કે ગરમીમાં આંખોમાં બળતરા થવી, આંખ લાલ થઇ જવી જેવી સમસ્યાઓ પરેશાન કરે છે.

ગરમીમાં આંખને થાક વધારે લાગે છે અને તાપના કારણે આંખમાં બળતરા પણ વધારે થતી હોય છે. આ ઉનાળામાં આંખની કાળજી કેવી રીતે રાખશો અને કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઇએ તે જાણવું જરૂરી છે.તાપમાં વધારે ફરવાનું થતું હોય અથવા તાપના કારણે આંખને થાક વધારે લાગતો હોય કે સોજો આવી જતો હોય તો સોજો આવેલા ભાગ પર કાકડીના પતીકાં કરીને તે પતીકાં મૂકવા. આ ઉપરાંત બટાકાંને પણ ગોળ પતીકાં સમારીને મૂકી શકાય.

તમે ગમે તેટલો મેકઅપ કરો પણ પરસેવો થાય એટલે મેકએપ તો ખરાબ થઇ જાય છે અને સાથે આંખ પણ ખરાબ થાય છે. કાજળ લગાવ્યું હોય તો તે વધારે પ્રમાણમાં પ્રસરી તો નહી જાય ને તેની બીક રહે છે અને ન લગાવ્યું હોય તો આંખ ખરાબ દેખાય છે, તેવી મૂંઝવણ થાય. તેથી ઉનાળામાં કાજળ પેXન્સલનો ઉપયોગ કરવો.જો રાત્રે કોઇ પાર્ટીમાં જવાનું હોય તો લાઇટ કલરનો આઇશેડો લગાવો.

ગરમીમાં આઇલાઇનરનો ઉપયોગ ટાળવો અને તેના બદલે મસ્કરાનો ઉપયોગ કરવો. વધારે તાપમાં હંમેશા ગોગલ્સ પહેરીને જ બહાર જવાનું રાખવું. સસ્તા અને ખરાબ ગુણવત્તાવાળા ગોગલ્સ ન ખરીદવા કારણ કે તેમાં લગાવેલા ગ્લાસની કવોલિટી સારી હોતી નથી અને તે આંખને નુકસાન પણ પહોંચાડી શકે છે.

તાપમાંથી આવ્યા બાદ ઠંડા પાણી વડે આંખને ધોઇ નાખો, જેથી આંખને ઠંડક મળશે અને વઘારે બળતરા થશે નહીં. જો વધારે તાપના કારણે આંખોની બળતરા ઓછી ન થતી હોય તો ઠંડા દૂધમાં રૂ પલાળીને તેને આંખ પર દસ મિનિટ સુધી મૂકી રાખો. આવું ચારથી પાંચ વાર કરવાથી આંખને ઠંડક મળશે અને ધીરે ધીરે બળતરાથથી ઓછી થઇ જશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

80 ડોલર માટે બ્રિટિશ સૈનિકને બોમ્બથી ઉડાવી દીધો!