નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રોમાંચક સ્પર્શથી પ્રણય બને પ્રગાઢ

‘જંગલ લવ’ની ટેક્નિક સાથીદારને વધારે નિકટ લાવવા સાથે પ્રણયની અનોખી અનુભૂતિ કરાવે છે.

તમારા અંગનો સ્પર્શ સાથીના અંગ સાથે થતાં બંનેને રોમાંચની અનુભૂતિ થાય છે, જેની અસરનો ખ્યાલ શયનખંડમાં આવે છે.

વેકેશનમાં દંપતીઓ માટે ફરવા જવાનો લહાવો અનેરો હોય છે. વેકેશન હોય એટલે બાળકોને તો મામાનું ઘર કે રમવા મળ્યું પછી બીજા કોઇની પરવા ન રહે. ત્યારે દંપતી ઇચ્છે તો આ સમયગાળામાં પોતાના સંબંધને વધારે પ્રગાઢ બનાવવા માટે પ્લાનિંગ કરી શકે છે. બહારગામ કોઇ હિલસ્ટેશન પર ફરવા જાવ કે પછી દરિયાકિનારે અથવા તો પરદેશ, પણ એવું સ્થળ પસંદ કરો જ્યાં તમે બંને એકબીજાની વધારે નિકટ આવવાની સાથે મનમાં પ્રથમ હનિમૂનની યાદ તાજી થઇ જાય. તમે જ્યાં ગયાં હો, ત્યાં જઇને માત્ર અને માત્ર સાથીદારનો જ વિચાર કરો. દુનિયાનો વિચાર મનમાંથી કાઢી નાખી એકબીજાને બને એટલા વધારે નિકટ લાવવાનો પ્રયત્ન કરો.

હા, આવી ગરમીમાં ભરબપોરે બહાર નીકળવાનું ગમે નહીં, પણ સવારે કે ઢળતી સંધ્યાએ સાથીદાર સાથે ટહેલવા નીકળો. એ વખતે એવા પોશાક પહેરો કે સાથીદારના મનમાં તમને જોઇને ઉત્તેજના જાગે. ક્યારેક સાથીદારનો હાથ પકડી એના ખભે માથું ટેકવી એ રીતે ચાલો કે એમને ખ્યાલ આવે કે તમે એમને તમારી કેટલા નિકટ ઇચ્છો છો? જાહેર સ્થળે ફરતાં હો, તો પણ તમે એમના હાથને તમારા અધરનો અછડતો સ્પર્શ કરી શકો અથવા તો તમારા હાથને એમના ગાલ પર હળવેથી ફેરવો. આ સ્પર્શમાં કેટલો પ્રેમ અને માદકતા સમાયેલા છે તેનો ખ્યાલ તો તમને પાછા ફર્યા પછી આવી જ જશે. એ માટે મારે અહીં લખીને તમને જણાવવાની જરૂર નથી.

સાજન સંગ ફરવા જાવ ત્યારે એવી કોઇ વાતનો ઉલ્લેખ ન થઇ જાય જેના લીધે બંનેના મનમાં ઉચાટ કે ઉદ્વેગ ઉત્પન્ન થાય. અન્યથા તમારા સાથે ફરવા જવાના અને એકબીજાની વધુ નિકટ આવવાના પ્લાન પર પાણી ફરી વળશે. આ સમય તો સાથીના મનમાં ઉત્તેજના ઉદ્દીપ્ત કરવાનો છે. ક્યાંક એકાંતમાં એમને બાહુપાશમાં કેદ કરી લઇ એકાદ મિનિટનું પ્રગાઢ આલિંગન આપી ચુંબનનો વરસાદ વરસાવી દો અને પછી તરત એમનાથી થોડા દૂર ખસી જાવ. આ બે મિનિટની પ્રેમવર્ષા સાથીદારના અંતરને તરબતર કરી દેશે અને એમની જે લાગણી તેઓ અત્યાર સુધી વ્યક્ત ન કરી શક્યાં હોય તેને વ્યક્ત થવા માટે પ્રેરક બનશે.

પ્રેમીજનો વચ્ચે તો આ પ્રકારના આલિંગન કે ચુંબનની આપ-લે અવારનવાર થતી હોય છે, તેમ છતાં તેઓ પણ જો આ રીતે પોતાના પ્રેમને વ્યક્ત કરે તો પ્રેમની જવાળા વધારે પ્રજવલિત બને છે. તમે સાથીદારને ‘જંગલ લવ’ પણ કરી શકો છો. તમે પૂછશો, આ ‘જંગલ લવ’ વળી શું હોય? ખાસ તો કંઇ નહીં. તમારા સાથીદારને ઝનૂનભેર, જોરથી આલિંગનમાં બાંધી ચુંબનથી એવા નવડાવી દો કે બે ઘડી તો એમને ખ્યાલ જ ન આવે કે પોતાની સાથે શું થઇ રહ્યું છે. તે પછી દૂર ખસીને માદક સ્મિત આપો. જુઓ, આ ‘જંગલ લવ’નો એક અનુભવ તમને પ્રથમ મિલનની રાતનો અનુભવ તાજો કરાવી દેશે. એટલું જ નહીં, સાથીદાર પણ આ ‘જંગલ લવ’નો અનુભવ વારંવાર કરવા આતુર રહેશે.

એકબીજાનો હાથ પકડી ઢળતા સૂરજની સાક્ષીએ પ્રેમભર્યા સંવાદો કરતાં તમે બંને ક્યાંક પગથિયાં ચડતાં હો ત્યારે જાણીજોઇને સંતુલન ગુમાવો. સાથીદાર ટેકો આપવા જાય ત્યારે એને નજીક ખેંચી એમના અધરને તમારા અધરનો અછડતો સ્પર્શ કરી દો. ક્યારેક એમના હાથને તમારી કમર ફરતે વીંટાળીને એકબીજાનો સ્પર્શ અનુભવો. રાતે શયનખંડના અંધકારમાં આ સ્પર્શની માદક અસર અનુભવી શકશો.

અલબત્ત, આવી રીતે સ્પર્શનો અનુભવ તો તમે ઘરમાં રહીને પણ એકબીજાને કરાવી શકો છો. સાથીદાર ડ્રોઇંગરૂમમાં બેઠા હોય તો એમને તમારા અંગનો સ્પર્શ થાય એ રીતે પસાર થાવ. અચાનક રસોડામાં જઇને પાછળથી સાથીદારને આલિંગનમાં જકડી લો અને પછી.... રાત તો મારી ને તારી સાજન, અંધકારમાં ઓગળે તન-મન સાજન...

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!