નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સફળતાનો કોઇ શોર્ટકટ નથી હોતો

પોતાને કઇ લાઇનમાં રસ છે તેની જાણ માતાપિતાને કરવી જરૂરી છે.

ક્ષેત્ર કોઇ પણ હોય, સૌથી અગત્યની વાત દરેક જગ્યાએ મહેનત કરવી ખૂબ જરૂરી છે. સફળતાનો કોઇ શોર્ટકટ નથી હોતો.

માણસ ધારે છે શું અને થાય છે શું? વ્યક્તિ પોતાની જિંદગી કંઇ બાજુ ઘડવા માગે છે અને ક્યાં જઇને તે અટકે છે. સમાજમાં આપણે ઘણા સફળ માણસોને મળીએ અને તેમના મૂળ ભણતર વિશે પૂછીએ તો જાણવા મળશે કે આમાંના ઘણા લોકોએ તેમના વિષયમાં મૂળભૂત અભ્યાસ કર્યો જ નથી હોતો.

દસમા ધોરણનું રીઝલ્ટ આવવાની તૈયારીમાં છે ત્યારે દરેક મા-બાપ પોતાના બાળકની અભિરુચિ કયા વિષય પ્રત્યે છે તે મુક્તપણે બાળક સાથે ચર્ચા અને નિર્ણય કરે તે બહુ જરૂરી છે. ઘણી વાર બાળક તેના મા-બાપના દબાણના લીધે પોતાને કદાચ ઓછી ગમતી હોય તેવી લાઇનમાં આગળ વધે તો તેનાથી તેના વ્યક્તિત્વ ઉપર અસર પડે છે. જે જિંદગીભર રહે છે અને તે માટે તે મા-બાપને ક્યારેય માફ ન કરી શકે તેવી સ્થિતિમાં આવી જાય છે.

સુનીલ ભણવામાં ખૂબ હોશિયાર. તે કલાસમાં લગભગ પ્રથમ આવતો. આ વાત થોડા વર્ષો પહેલાંની છે. જ્યારે બારમા ધોરણમાં એ સ્ટ્રીમ કે બી સ્ટ્રીમ જેવું નહોતું. બધાને મેથ્સ અને બાયોલોજી ભણવાનું રહેતું અને બારમા ધોરણમાં માકર્સના આધારે મેડિકલ કે એન્જિનિયરિંગની પસંદગી કરવામાં આવતી. સુનીલ બારમા ધોરણમાં સેન્ટરમાં પ્રથમ આવ્યો હતો. સુનીલને એન્જિનિયરિંગમાં જવાની ઇચ્છા, પણ મા-બાપ સુનીલ ડોક્ટર થાય તેવું જ ઇચ્છતાં. તેની ઇચ્છા બાજુ પર જ રહી ગઇ. ઇન્ટરવ્યૂ વખતે પણ તેની બહુ ઇચ્છા નહોતી છતાં મેડિકલ લાઇનમાં એડમિશન લીધું, પરંતુ પહેલા મહિનામાં જ તેને લાગવા માંડ્યું કે મડદાં ચીરવા અને હાડકાં પકડીને ક્યા સ્નાયુ ક્યાં જાય છે તે ગોતવું તેનું ગમતું કામ નથી.

તેને તો કાગળની સીટો પર ટી-સ્કવેર ગોઠવીને આડીઊભી લાઇનો ખેંચવામાં વધારે રસ હતો. માંડ દિવસો પસાર કરતો. એક-બે વખત હોસ્ટેલ છોડીને ઘરે આવી ગયો પરંતુ મા-બાપના દબાણ અને લાગણીને વશ થઇ પાછો જતો. પ્રથમ વર્ષની પરીક્ષા આવી ત્યારે તે સાવ નાહિંમત થઇ ગયો. સતત વાંચવાનું. મૌખિક પરીક્ષામાં સાહેબોની સામે ઊભા રહેવાનું ગૂંગળાવી દે તેવું હતું. પરીક્ષામાં નાપાસ થયા બાદ તેણે ભણવાનું સાવ મૂકી જ દીધું. મા-બાપની ઘણી સમજાવટ છતાં તે તૈયાર ન થયો.

મા-બાપે નાછુટકે તેને એન્જિનિયરિંગ ભણવા માટે હા પાડી. આજે તે સારો આર્કિટેકટ છે. આવી જ વાત બીજા મિત્રની છે. મા-બાપના દબાણવશ ડોક્ટરી લાઇનમાં પ્રવેશ મેળવ્યો, પણ પહેલા જ મહિનામાં એન્જિનિયરિંગમાં એડમિશન લઇ લીધું. આજે પરદેશમાં છે.

આજે બાળકની અભિરૂચિ જાણવાની ટેસ્ટ ઉપલબ્ધ છે. જેના આધારે બાળકને આર્ટસ, કોમર્સ, એન્જિનિયરિંગ, મેડિકલમાંથી શેમાં રસ છે તે જાણી શકાય છે. એટિટયૂડ ટેસ્ટ દ્વારા બાળકને કયા વિષયો પ્રત્યે આંતરિક સૂઝ છે તેની પણ જાણકારી મળી શકે છે. જે બાળકને ભવિષ્યમાં કઇ લાઇન પસંદ કરવી તે વિશે દિશાસૂચન કરે છે. બાળકે પણ સ્પષ્ટ રીતે પોતાને ગમતી લાઇન વિશે મા-બાપને જણાવવું જોઇએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી