નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઇચ્છાઓનું દમન લાવે છે ડિપ્રેશન

 
પ્રશ્ન : હું ૩૩ વર્ષની પરિણીતા અને એક સંતાનની માતા છું. મારી સમસ્યા એ છે કે મારા પતિ મને પરાકાષ્ઠાનો અનુભવ થાય તે પહેલાં જ તેમની ઇન્દ્રિય બહાર કાઢી લે છે. એ મને ગર્ભ ન રહી જાય તેથી આમ કરે છે. જ્યારે હું એમને કોન્ડોમનો ઉપયોગ કરવાનું કહું છું, તો એ કહે છે કે તેમને એ પસંદ નથી. આ સામાન્ય પ્રક્રિયા કહેવાય?

ઉત્તર :કેટલાક દંપતી આ પદ્ધતિનો ઉપયોગ પરિવાર નિયોજન કે ગર્ભનિરોધક તરીકે કરે છે. જોકે આ એક અવિશ્વનીય પદ્ધતિ છે અને મોટા ભાગે સ્ત્રી પરાકાષ્ઠાનો અનુભવ કરી શકતી નથી. જો આ કારણસર તમારા બંને વચ્ચે સમસ્યા ઊભી થતી હોય અને તમારા પતિને કોન્ડોમનો ઉપયોગ પસંદ ન હોય તો તમે કોપર-ટી, ગર્ભનિરોધક ગોળીઓ વગેરેનો ઉપયોગ કરી શકો છો. આ પદ્ધતિનો ઉપયોગ ગાયનેકોલોજિસ્ટને પૂછીને જ કરો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ અને મારા પતિની ઉંમર ૩૨ વર્ષ છે. અમારા લગ્નને એક વર્ષ થયું હોવા છતાં હજી અમે સંબંધનો સંપૂર્ણ આનંદ માણી શક્યા નથી કેમ કે મારા અંગ સાંકડા છે. જ્યારે પણ અમે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરીએ ત્યારે મને કમરમાં દુખાવો થવા લાગે છે. અમારા ઉંમરના તફાવતને કારણે આમ થતું હશે? મારા પતિ હવે નારાજ રહે છે અને એમનો પણ વાંક નથી. મને કોઇ ઉપાય બતાવશો?

ઉત્તર :તમે કોઇ સારા ગાયનેકોલોસ્ટિ પાસે તમારી તપાસ કરાવડાવો અને તમારા અંગોની સ્થિતિ કેવી છે તે વિશે જાણો. સામાન્ય રીતે યોનિમાર્ગ લગભગ ચાર ઇંચ લાંબો હોય છે અને સંબંધ બાંધવા દરમિયાન તેની લંબાઇ વધી જાય છે. હા, તમારા કમરના દુખાવાનો સંબંધ આની સાથે હોઇ શકે છે ખરો, પણ તે ધીરે ધીરે દૂર થઇ જશે.

પ્રશ્ન : મારા લગ્નને નવ મહિના થયા છે. મારા પતિની નોકરી એવી છે કે તેમને ત્રણ-ચાર મહિના સુધી ટૂર પર રહેવું પડે છે. હું મારી ઇચ્છાઓને લીધે પરેશાન રહું છું. જબરદસ્તી ઇચ્છાઓને દબાવી રાખવાથી હું ડિપ્રેશનમાં આવી જાઉં છું. આ સ્થિતિનો ઉપાય છે?

ઉત્તર :એવા ઘણા દંપતી છે, જેમને આવી પરેશાનીનો અનુભવ થાય છે. દરેક વ્યક્તિ આવી સમસ્યાનો ઉકેલ પોતાની રીતે શોધી લે છે. તમે તમારો વધારાનો સમય સામાજિક કાર્યો, વાંચન, લેખન કે તમારા બીજા કોઇ શોખની પૂર્તિ કરવામાં પસાર કરો. જ્યારે તમને અને તમારા પતિને સમય મળે ત્યારે સાથે વધુ વખત રહો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે. અમે દરરોજ સંબંધ બાંધીએ ત્યારે ઓરલ અને માસ્ટરબુશન કરીએ છીએ. શું માસ્ટરબુશન કરવાથી પેટ વધી જાય? મારો ઉરપ્રદેશ પણ ઢીલો પડી ગયો છે. તેને ટાઇટ કરવા માટે શું કરવું જોઇએ?

ઉત્તર :તમારી માન્યતા ખોટી છે. માસ્ટરબુશન કરવાથી ન તો પેટ વધે છે કે ન ઉરપ્રદેશ ઢીલો પડે છે. મોટા ભાગે પેટ વધારે પડતા ખોરાક અને કસરત ન કરવાને લીધે વધી જાય છે. ઉરપ્રદેશને પહેલાં જેવો કરવા માટે બેડમિંટન રમો અથવા સ્વિમિંગ જેવા વ્યાયામ કરો. યોગ્ય માપના ઉરપ્રદેશને આધાર આપી શકે એવા અંત:વસ્ત્રો પહેરો જે રિમ ધરાવતાં હોય.

પ્રશ્ન : હું ૩૨ વર્ષની છું. મારા લગ્નને બે વર્ષ થયાં છે. મેં ત્રણ મહિના પહેલાં એપેન્ડિકસનું ઓપરેશન કરાવ્યું છે. હવે હું સંતાન ઇચ્છું છું, તો શું આનાથી મારા સ્વાસ્થ્યને કંઇ નુકસાન થવાની શક્યતા ખરી?

ઉત્તર :તમારું ઓપરેશન કરાવ્યાને બે મહિના થઇ ગયા હોય તો તમારા સ્વાસ્થ્ય પર કોઇ વપિરીત અસર થવાની શક્યતા નથી. તમે સંતાનપ્રાપ્તિ માટે પ્લાનિંગ કરી શકો છો. જો તેમ છતાં તમે છ મહિના સુધી માતૃત્વ ધારણ ન કરી શકો તો કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવો.

પ્રશ્ન : મારા પતિ મને વારંવાર કહે છે કે તેમને મારાથી સંતોષ થતો નથી. એનું શું કારણ?

ઉત્તર :તમારા પતિને પૂછો કે એમને કઇ રીતે સંતોષ નથી થતો અને એ ઇચ્છે તે મુજબ વર્તો, પૂરતો સાથ આપો. મુક્ત મને ચર્ચા કરો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!