નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સમજવાની જવાબદારી જે સમજે એને શિરે જ!

 
જે બિન્દાસ્ત જીવે છે એને સંબંધનું કોઇ ટેન્શન નથી અને જે સમજે છે એને સમજવાનું મોટું કામ હોય છે.

એક હતી ચકી અને બીજી એક હતી ચકી. બંને જીગરજાન બહેનપણી. આપણે એકને ‘ચકી’ કહીશું અને બીજીને ‘મકી’. એક દિવસ ચકી-મકી ડ્રેસ ખરીદવા બહાર જાય છે અને કમનસીબે બંનેને એક જ ડ્રેસ ગમી જાય છે. ચકી મન મોટું રાખીને મકીને કહે છે: તું રાખી લે, હું ફરી ક્યારેક ખરીદી લઇશ! ધીમે ધીમે સંબંધની પેટર્ન એવી બનવા લાગે છે કે ચકી એટલે સમજદાર અને મકી એટલે મનફાવે એવું કરી શકવાનો પરવાનો ધરાવનાર! મકીને વિશ્વાસ હોય કે કોઇપણ ઘટના બનશે તો ચકી સમજદાર છે એટલે વાંધો નહીં આવે. થાય છે એવું કે ક્રમશ: ચકીને સમજદારીનો ભાર લાગવા માંડે છે.

સમજી સમજીને એ બરાબર સમજી ગઇ હતી કે સમજવાથી સંબંધ તો ટકી શકે છે, પણ ટકાવવાની જવાબદારી જાણે એને શિરે જ ન હોય! એક બીજી વાત પણ ચકી જેવા લોકો માટે કહેવાય છે, ‘એ તો સમજદાર છે... એ સમજી જશે!’ જાણે કે સમજદારને બે દંડા વધારે! મોટાભાગના સંબંધોમાં કે જ્યાં એકને શિરે સમજવાની જવાબદારી અને બીજાને હિસ્સે બેધડક વર્તન કરવાની છુટ મળેલી હોય છે એ સંબંધ, ભલે દિલનો હોય તો પણ, એક પ્રકારનો અસંતુલિત તો છે જ. કારણ કે જે બિન્દાસ્ત જીવે છે એને સંબંધનું કોઇ ટેન્શન નથી અને જે સમજે છે એને સંબંધ જીવવા કરતાં સમજવાનું મોટું કામ હોય છે.

સમજનારા ને સમાજ ‘સારા’ માણસનું લેબલ લગાડી દે પછી એ ‘સારા’ માણસના બૂરા દિવસો શરૂ થઇ જાય છે. ભાઇ-બહેનમાં જે મોટું હોય એને સતત કહેવામાં આવે ‘તું મોટો છેને, તું સમજદાર છે, તારે સમજવું જોઇએ!’ અને જો કદાચ મોટાની સમજ ‘ફરેલી’ હોય તો નાનાએ સમજવાની જવાબદારી ઉઠાવવી પડે છે, અને એવે સમયે વાક્ય રચનામાં પરિવર્તન આવી જાય છે. ‘ભલે તું નાનો છે પણ સમજદાર છે, એ મોટો છે પણ ઢગો છે.’

પછી તો સમજદારને પણ ‘સમજદાર’નું લેબલ ખૂબ ગમવા માંડે છે. ચાર જણ એની તારીફ કરે કે ‘એ તો તમે સમજદાર હતા એટલે ઘર બચી ગયું બાકી તમારા ભાઇ-ભાંડુઓ જેવા તમે થવા ગયા હોત તો તમારું કુટુંબ વેરણ છેરણ હોત.’ આવા સંજોગોનાં એ જણમાં ‘સમજદારી’નામનું ઇગો તત્વ ભરપૂર માત્રામાં ખીલે છે. હવે એ ઇગો એવું સ્વરૂપ ધારણ કરે છે કે કોઇપણ પ્રસંગોએ સમજવાની જવાબદારી એ ઉઠાવી લેવા તત્પર થઇ જાય છે.

કુદરતે રચના જ કંઇક એવા પ્રકારની કરી છે કે બે સમજદારનો ભેટો જલદી કરાવતી નથી. જો બંને સમજદાર એક જ જગ્યાએ મળી જાય તો બે નાસમજનું શું થશે એવી ચિંતા કદાચ તારણહારને સતાવતી હોય! સમજદાર લાખ નક્કી કરે કે આવતી કાલથી સમજવાની હડતાલ અને ના-સમજી સ્ટાર્ટ તો પણ વધી વધીને બપોર સુધીમાં આ ઘટનાક્રમ ચાલશે. અને બિચારો ના-સમજ સમજવાની પ્રતજિ્ઞા કરે તો પણ એનાથી એ બનતું જ નથી. એવું નથી કે સમજદાર હંમેશાં સમજદાર હોય છે અને ના-સમજ હંમેશાં ના-સમજદાર હોય છે અને ના-સમજ હંમેશાં ના-સમજ રહે છે.

સમજદાર ‘ના’ નથી પાડી શકતા અને આ મજબૂરી એમને પુષ્કળ સ્ટ્રેસ આપનારી સાબિત થાય છે. ‘સ્મિતાબહેન સમજદાર’ ને નોકરીમાં બોસ કામ વધુ આપે કેમ કે એમના ઉપર વિશ્વાસ છે કે સ્મિતાબહેન ના નહીં પાડે! ઘરે સાસુ ‘અણસમજપ્ત જેઠાણીને કશું કહેશે નહીં એટલે અહીં કહેશે કારણ કે સાસુ સમજે છે કે સ્મિતાબહેન જ એમને સમજશે! પતિદેવને ખબર છે કે એ સમજદાર છે એટલે ગુસ્સો કરશે નહીં એટલે જમવાની ચાર મિનિટ અગાઉ કહી શકશે કે ‘હું જમીને આવ્યો છું!’ અને પાડોશીઓ ભજનના કાર્યક્રમમાં કે પાપડી વણવા બોલાવશે, સ્મિતાબહેન કોઇને ના પાડી શકે નહીં કારણ ‘સ્મિતાબહેન સમજદાર’ છે.

સમજદારીનું સાયન્સ સમજ્યા પછી એટલું જરૂર સમજાય છે કે સમજદારના મિત્ર-સ્નેહી થવું સારું! વિન્સેન્ટ વાન ગોગનો ભાઇ આ મહાન ચિત્રકારને આજીવન સમજે છે અને સાચવે છે એવી વાત ‘ધ લસ્ટ ફોર લાઇફ’ વાંચીએ એટલે સામે આવે અને આપણી લગ્ન-વિષયક જાહેરાતોમાં પણ હોય છે જ ન કે ‘જોઇએ છે સુશીલ, સમજદાર...’ અને હદ ત્યારે થાય છે જ્યારે ‘સમજદાર’ પૂરે ઘર કો સમજદારીના રંગે રંગી દેવા મથે છે! પતિ સ્વના મા-બાપને સમજે એનો અર્થ એ તો નથી જ કે પત્નીએ પણ એ રીતે જ સમજી લેવાનું!

સમજદારીની વાતમાંથી એટલું સમજાય છે કે માન્યું કે દરેકનો એક એટિટ્યૂડ હોય છે, માન્યું કે સમજદાર લાખ કોશિશ કરવા છતાં ‘ના-સમજદાર’ નથી જ થઇ શકવાનો તેમ છતાં પણ જો તમે ‘સમજદાર’ના લેબલના શિકાર બનતાં હો, તમારી સમજદારીથી તમારી નજીકના લોકોએ સહન કરવાનું આવતું હોય તો તમારી સમજદારીની સમજની પુન: સમીક્ષા કરવાની જરૂર ખરી. અને સમજી સમજીને ‘બોર’ થઇ જઇએ ત્યારે ફોર અ ચેન્જ ‘નફ્ફટ’ થઇ જવામાં લાભ જ થશે. તમને તો થશે જ, તમારા સંબંધને પણ થશે જ કારણ કે ત્યારે જ તો સામેવાળાને તમારી સમજદારીનો અહેસાસ થશે. ગોટ ઇટ?

ચલતે ચલતે:‘મારી જો શીખ લ્યો- હરીન્દ્ર દવે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી