નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

 
 
કુદરતી રીતે મળતાં વિટામિન 'સી' સ્વાસ્થ્ય માટે જેટલું મહત્વનું છે, એટલું જ સુંદરતા માટે પણ મહત્વ ધરાવે છે. તેનો મહત્તમ ઉપયોગ કરીને સુંદરતામાં વધારો કરી શકાય છે.

ત્વચાને નિખારવા માટે વિટામિન 'સી' ખૂબ ઉપયોગી છે. તે આંતરિક અને બાહ્ય ત્વચાને નિખારે છે.

- ત્વચાને સુંદર બનાવવા અને તેની સુંદરતા જાળવી રાખવા માટે તમે ખૂબ ઉપચાર કરો છો. રોજ કોઇ નવા ફેસપેક કે ક્રીમ વિશેની માહિતી કે તેનો ઉપયોગ કરીને ત્વચાની સંભાળ રાખો છો, પણ શું તમે જાણો છો કે ત્વચાની સ્વસ્થતાને જાળવી રાખવા માટે વિટામિન સી' સૌથી વધુ ઉપયોગી અને ફાયદાકારક છે.

- રોજ એક ગ્લાસ ઓરેન્જ જ્યુસ પીવો જોઇએ, જે તમારા શરીરમાં વિટામિન 'સી'ને જાળવી રાખવા માટેનો ઉત્તમ સ્ત્રોત છે. તે ફક્ત શરીર માટે જ નહીં, ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

- તમારે વિટામિન 'સી'ને ખોરાકમાં લેવા ઉપરાંત તમારી ત્વચા માટે વિટામિન ‘સી’યુક્ત પ્રસાધનોનો ઉપયોગ પણ કરવો જોઇએ. તેનો નિયમિત ઉપયોગ કરશો તો તમને ત્વચા પર ફરક જોવા મળશે.

- બજારમાં વિટામિન 'સી'યુક્ત સ્કિન કેર પ્રોડકટની આખી યાદી જોવા મળે છે. વિટામિન 'સી'વાળી સ્ક્રબના બારીક દાણા ત્વચાને સ્વચ્છ રાખે છે અને મૃત ત્વચાને દૂર કરે છે. એનો રોજ ઉપયોગ કરવાથી ત્વચાની તાજગીમાં વધારો થાય છે.

- ત્વચાને નવું જીવન આપવા માટે તમે વિટામિન 'સી'વાળા મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરી શકો છો. એનો સૌમ્ય અને કુદરતી પદાર્થ ત્વચા પર ચોંટેલી ધૂળ અને મેલને શોષી લે છે અને તેમાં આવેલું એપ્રિકોટ ઓઇલ ત્વચાને નરમ અને મુલાયમ બનાવીને તેનું પોષણ કરે છે અને નવું જીવન આપે છે.

- અઠવાડિયામાં એક વખત નોન ડ્રાય ફોર્મ્યૂલાનો ઉપયોગ કરવાથી ત્વચાનો રંગ એકદમ ખીલેલો જોવા મળશે.

- ક્લિન્સિંગ મિલ્કથી ત્વચાને બરોબર સાફ કર્યા પછી તેને પોષણ પૂરું પાડવા માટે ત્વચા પર વિટામિન 'સી' વાળું મોઇશ્વરાઇઝર લગાવો. તેનાથી ત્વચા ભેજવાળી રહેવા સાથે કોમળ પણ બનશે. તેમાં રહેલું યૂવી ફલ્ટિર ત્વચાને સૂર્યના કિરણો સામે રક્ષણ આપે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા વધુ સુંદર અને કાંતિવાન બને છે.

આમ, ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતાને નિખારવા માટે વિટામિન 'સી' અત્યંત જરૂરી છે.

Comments

Popular posts from this blog

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

જમીનમાંથી નીકળતા ગેસથી ઓલપાડમાં ભય વ્યાપ્યો