નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે આ ધમાકેદાર સ્માર્ટફોન

 
 
ભારતમાં સ્માર્ટફોનના વધતા વેચાણને ધ્યાનમાં રાખતા મોબાઇલ કંપનીઓ તરફથી અહીંયા નત-નવા મોબાઇલ હેન્ડસેટની લૉન્ચિંગનો સિલસિલો ચાલુ છે.

હવે અહીંયા મોબાઇલ હેન્ડસેટ બનાવનારી દિગ્ગજ કંપની સોની એરિક્સને પોતાનો સ્ટાઇલિશ સ્માર્ટફોન 'એક્સપીરિયા રે' લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લાંબા સમયથી બજારમાં આ હેન્ડસેટની રાહ જોવાઈ રહીં છે.

- એક્સપીરિયા રેને ઑગસ્ટ મહીના દરમિયાન જ બજારમાં ઉતારી દેવાશે
- ખાસિયતોની વાત કરીએ તો તેમાં 8.1 મેગાપિક્સલનો દમદાર કેમેરો લાગેલો છે
- તેમાં બ્રેવિયા ટેક્નોલોજી સાથે 3.3 ઇન્ચ ટચ સ્ક્રીન લગાવામાં આવી છે
- આ મોબાઇલમાં વીડિયો કૉલિંગ સુવિધા પણ આપવામાં આવી


અગાઉ એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે એક્સપીરિયા રેને ઑગસ્ટ મહીના દરમિયાન જ બજારમાં ઉતારી દેવાશે. પરંતુ હવે જણાવામાં આવે છે કે તેને સપ્ટેમ્બર મહીનાની શરૂઆત સાથે જ લૉન્ચ કરી દેવાશે.

આ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો તેમાં 8.1 મેગાપિક્સલનો દમદાર કેમેરો લાગેલો છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 1 ગીગાહર્ટ્ઝનુ પ્રોસેસર અને 4 જીબીની મેમરી કાર્ડ ઉપલબ્ધ કરાવાશે.

આ મોબાઇલમાં વીડિયો કૉલિંગ સુવિધા પણ આપવામાં આવી છે. સ્ક્રીનની વાત કરવામાં આવે તો તેમાં બ્રેવિયા ટેક્નોલોજી સાથે 3.3 ઇન્ચ ટચ સ્ક્રીન લગાવામાં આવી છે. તેની કિંમતને લઈને કંપનીએ હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ