Posts

Showing posts from May, 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ડાયેટ ઓટ્સ

Image
  સામગ્રી: 50 ગ્રામ કાચા ઓટ્સ 2-3 કપ પાણી 1 ડુંગળી 1 ટામેટુ 50 ગ્રામ ફુલગોબી 50 ગ્રામ લીલા વટાણા 1 લીંબૂ 1 ટી સ્પૂન લાલ મરચા પાવડર 1/2 ટી સ્પૂન હળદર પાવડર મીઠું સ્વાદઅનુસાર રીત: -ઝીણા સમારેલા ડુંગળી ટામેટાને એક પેનમાં થોડી વખત સાંતળો -તેમાં વટાણા, ફુલ ગોબી અને ગાજર ઉમેરો 5 મીનિટ સુધી તેને સાંતળો -હવે તેમાં ઓટ્સ ઉમેરો પાણી નાંખી ખિચડીને જેમ પકવા દો -તેમાં લીંબૂન રસ ઉમેરી ખાવો -ડાયેટિંગ માટે ઉત્તમ છે આ ડિશ

હળદરનો આયુર્વેદિક પ્રયોગ કરી જુઓ આ છે મધુમેહની અચૂક દવા

Image
પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં માન્યું છે કે ડાયાબિટીસના રોગીઓ માટે હળદરનો ઉપયોગ સંજીવની જેમ કામ કરે છે. હળદરનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મધુમેહનો રોગ સારો થઈ જાય છે. હળદર એક ફાયદાકારક ઔષધી છે. હળદર કોઈપણ ઉંમરના વ્યક્તિને આપી શકાય છે. પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ અને ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાઓને પણ આપી શકાય. હળદરમાં પ્રોટીન, વસા, ખીનજ પદાર્થો, રેશા, ફાઈબર, મેંગનીઝ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોખંડ, ઓમેગા, વિટામીન એ, બી, સીના સ્ત્રોત તથા કેલેરી પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મધુમેહને રોકવા માટે હળદર સૌથી સારો ઈલાજ છે. રોજ અડધી ચમચી હળદર લઈ ડાયાબિટિસને કંટ્રોલ કરી શકાય છે. -મધુમેહના રોગીઓએ રોજ તાજા આમળાનો રસ કે સૂકાયેલા આમળાના ચૂરણમાં હળદરનું ચૂર્ણ મેળવી સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે. -આમળાના રસમાં હળદર અને મધ મેળવી સેવન કરવાથી પણ ડાયાબિટિસના રોગીઓને ફાયદો મળે છે.

પત્નીનો પતિને SMS આવ્યો, 'I’m Dying'

પતિએ પત્નીને SMS કર્યો, અત્યારે તું શું કરી રહી છે? પત્ની-  હું? અત્યારે, ડાઇ. પતિ(ઉત્સાહમાં આવીને કુદવા લાગ્યો) અને વળતો એસએમએસ કર્યો-  ઓહ માય લવ, હું તારા વગર કેવી રીતે જીવીશ? પત્ની-  અરે મુર્ખ, હું મારા વાળ ડાઇ કરી રહી છું. પતિ(ઉતરેલા મોઢા સાથે)-  હાય રે, આ ઇંગ્લિશ..

લાગી શરત, આ બે ચીજોને તમે ભોગવી હશે! ઓળખવા વાંચો

સુખ અને દુઃખ, જીવનવા આ બે બાજુ છે. આ બન્ને જ દરેક વ્યક્તિના જીવનમાં આવતા-જતા રહો છો, હંમેશા ચાલતા રહે છે. આવા કોઈ માણસ નથી જેના જીવનમાં ક્યારેય દુઃખ ન આવ્યા હોય કે તે ક્યારે સુખી ન થાયા હોય. આચાર્ય ચાણક્ય કહે છે કે – कस्य दोष: कुले नास्ति व्याधिना केन पीडि़ता:। व्यसनं केन संप्राप्तं कस्य सौख्यं निरंतरम्।। એવું કોઈ માણસ નથી જેના કુળમાં કોઈ દોષ કે ખરાબ નથી. એવા કોઈ તે પ્રાણી છે જે ક્યારે કોઈ રોગથી ગ્રસ્ત નથી થયા. એવા કોઈ છે જે હંમેશા જ સુખ પ્રાપ્ત કરી આવે છે જેથી ક્યારેય દુઃખ નથી મળતા આ સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે પ્રાચીન કાળથી જ આવો કોઈ વંશ નથી થયો જેમાં કોઈ દોષ ન હોય. જે વંશ પૂરી રીતે જ નિષ્પાપ છે. ક્યારે પણ એવો કોઈ વ્યક્ચિ નથી થયો જે જીવનભર રોગ ન થયો હોય, જે ક્યારે કોઈ બીમારીથી પીડિત ન રહ્યા હોય.  ભલે જેટલા ગુણી માણસ હોય જે તે ખરાબ આદતોમાં પડી જાય છે તો તેના ખોટા કાર્યોની લત જરૂર જ પડી જશે. પછી તેને માણસને કષ્ટ ભોગવવું પડે છે. આથી અત્યાર સુધી એવા કોઈ પ્રાણી નથી થયા જેને દુઃખ ન જોયું હોય.  હંમેશા જ આપણા જીવનમાં કેવળ સુખ જ સુક રહે, એવું નથી થઈ શકતું. ક્યારે-ક્યારે દુઃખનો પણ સામનો

૧૦ રૂપિયાની નોટ બની જાય છે ૧૦૦૦ની,

Image
- ધ ગ્રેટ મેજિશિયનની લાઇફ વિશે જાણવાલાયક વાતો સુરતીઓ સમક્ષ રજુ કરવા ‘એક સાંજ કે લાલની સાથે’ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા જાદુગરે જાદુના ખેલની સાથે જીવનના ખેલનાં રહસ્યો પણ છતા કર્યા - કે.લાલે જાદુઈ ખેલ કરીને બધાને આશ્ચર્યમાં મૂક્યા હતા - ૮૮ વર્ષેય ફિટ કે.લાલે પોતાની ફિટનેસનું રહસ્ય છતું કર્યું જાદુગરીથી આખી દુનિયાને આંજી રહેલા જાણીતા જાદુગર કે. લાલના સુરતમાં શો ચાલી રહ્યા છે ત્યારે તેમના જીવનથી લોકોને વાકેફ કરવાના આશય સાથે સાહિત્ય સંગમ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાદુગર કે.લાલે જાદુઈ ખેલ સાથે જીવનના ખેલનાં રહસ્યો પણ ખુલ્લા કર્યા હતાં. જુનિયર કે.લાલે દસ રૂપિયાની નોટ હજારમાં ફેરવીને ઉપસ્થિત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કે. લાલે આ પ્રોગ્રામમાં કહ્યું હતું કે, ‘૧૪ વર્ષની ઉંમરે કલકત્તામાં જાદુગરોના અધિવેશનમાં મેં ટકોર કરેલી કે હવે જાદુમાં કંઈ નવું આવવું જોઈએ ને મને ત્યાંના જાદુગરોએ કહ્યું હતું કે કોઈ ગુજરાતી ક્યારેય જાદુગર બની શક્યો છે ? આ વાત સાંભળતાં જ મેં નક્કી કર્યું હતું કે હું શ્રેષ્ઠ જાદુગર બનીને બતાવીશ.’ આ કાર્યક્રમમ

કોમ્પ્યુટર વાપરતા ગુજરાતીઓ આ ખાસ વાંચી લો

-સુરત પર સાયબર એટેકનું સૌથી વધું જોખમ છે -કુલ યુઝર્સમાંથી સુરતમાં 5 ટકા નવા યુઝર્સ તેમજ અમદાવાદ અને વડોદરા દરેકમાં 3 ટકા યુઝર્સના કોમ્પ્યુટરોમાં બોટનું ઇન્ફેક્શન થઇ ચૂક્યું છે -એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સ્માર્ટફોનને લક્ષ્યાંક બનાવતા જોખમોમાં પણ વધારો થયો છે -નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના કોમ્પ્યુટરોમાઁથી સૌથી વધુ ફેલાયા વાયરસ સરળ ટાર્ગેટ હોવાથી પહેલી વાર ઇન્ટરનેટનો ઉપયોગ કરવા જઇ રહેલા નિર્દોષ લોકો સાયબર એટેકનો ભોગ બની રહ્યા છે. ગુજરાતમાં 11 ટકા નવા ઇન્ટરનેટ યુઝર્સના કોમ્પ્યુટરો સાયબર એટેક કરીને લોડ કરેલા વાયરસથી ઇન્ફેક્ટેડ થઇ ચૂક્યા છે.  સિમેન્ટેક કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટરનેટ સિક્યોરીટી થ્રેટ રિપોર્ટ, વોલ્યુમ 17માં જણાવાયું છે કે અમદાવાદ, સુરત અને વડોદરામાં સાયબર એટેક દ્વારા પ્રભાવિત થયેલા ઇન્ટરનેટ યુઝર્સમાં પહેલી વારના યુઝર્સનું પ્રમાણ ખતરનાક છે.  આ ત્રણ શહેરો છે સૌથી વધુ પ્રભાવિત કુલ યુઝર્સમાંથી સુરતમાં 5 ટકા નવા યુઝર્સ તેમજ અમદાવાદ અને વડોદરા દરેકમાં 3 ટકા યુઝર્સના કોમ્પ્યુટરોમાં બોટનું ઇન્ફેક્શન થઇ ચૂક્યું છે.  કયા સેક્ટરમાં સૌથી વધુ ઇન્ફેક્શન થયું છે ગ

અસરકારક કિચન ટિપ્સ

- બાફેલી અડદની દાળ અને મેથીની પેસ્ટ બનાવી અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળમાં લગાવવાથી વાળ મુલાયમ બને છે. - આઇસ ક્યુબ એકબીજા સાથે ચોંટી ગયા હોય તો તેને છુટા પાડવા સોડા વોટર રેડવું. - પાઉંને નરમ અને તાજા રાખવા તેની સાથે સફરજન રાખવું. - દૂધ ઉકાળતી વખતે તેમાં થોડી સાકર નાખવાથી દૂધ જલદી બગડતું નથી. - રસોડાંની અલમારી કે કબાટ અથવા ટેબલના ડ્રોઅર સરળતાથી ખોલવા તેના તળિયા પર મીણ ઘસવું. - બુકશેલ્ફને ઉધઇથી બચાવવા તેમાં સુખડનો એક ટુકડો રાખવો. - શરદી થઇ હોય તો ગરમ પાણીમાં ફુદીનો ઉમેરી નાસ લેવાથી રાહત થશે. - શરદીને લીધે માથું ભારે લાગતું હોય, તો વાળમાં વિકસ ઘસવાથી રાહત થશે. - દાળ સાથે લીમડાના પાન રાખવાથી દાળ બગડશે નહીં. - ઘી બળી જાય તો તેમાં કાચું બટાકુ નાખી હલાવવાથી ઘી સાફ થઇ જશે.

વગર મેકઅપે ખૂબસૂરત બનો

ઘરમાં હાજર રહેલી ચીજવસ્તુઓ ચહેરા પર લગાડતા પહેલાં ત્વચાનો પ્રકાર જાણવાનું જરૂરી છે.ત્વચા તૈલીય, રૂક્ષ કે સામાન્ય છે તે ઘ્યાનમાં રાખીને ઘરગથ્થુ ઉપાયો અજમાવાથી થોડા જ અઠવાડિયામાં મનપસંદ પરિણામ જોવા મળશે તેમ જ કોઇ પણ પ્રકારના વિપરિત પરિણામોનો સામનો નહીં કરવો પડે. રૂક્ષ ત્વચા દૂધનો ક્લંિઝર તરીકે ઉપયોગ ત્વચાની સ્વચ્છતા દરેક ૠતુમાં જરૂરી હોય છે. દૂધ તો લગભગ દરેકના ઘરમાં હોય જ છે. અને ે દૂધ એક ઉત્તમ ક્લંિઝર પણ છે. ઠંડા દૂધમાં રૂનું પૂમડું ભીંજવી ચહેરા, ગરદન તેમજ હાથ-પગની ત્વચા પર લગાડવું અને પછી લૂછી નાખવું. આ ઉપાયથી આ ભાગોની ત્વચા પરની ગંદકી દૂર થશે અને ત્વચા મુલાયમ બનશે. ગ્લિસરીનયુક્ત મોઇશ્ચરાઇઝર એક બોટલ ગ્લિસરીનમાં એક લીંબુનો રસ અને થોડું ગુલાબજળ ભેળવી મોઇશ્ચરાઇઝર બનાવવું. સાબુથી ચહેરો ધોઇને અથવા તો સ્નાન બાદ આ મોઇશ્ચરાઇઝર લગાડવું. રૂક્ષ ત્વચા વાળાએ હળવા

કસરત કરો, અલમસ્ત રહો

જો તમે સંપૂર્ણ સ્વસ્થ હો અને નિયમિત રીતે કસરત કરતા હો તો તમારે આ ક્રમ દરરોજ જાળવી રાખવો જોઇએ. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ જો સગર્ભા સ્ત્રીઓ એવું ઇચ્છતી હોય કે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભાવસ્થા દરમિયાન તેમને કોઈ તકલીફ ન પડે તો તેમણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એક-એક કલાક કસરત જરૂર કરવી જોઈએ. આમ કરવાથી તેમને સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ વખતે કોઈ તકલીફ નહીં પડે અને શિશુંનું વજન પણ પાંચ ટકા જેટલું વધી જશે. અઘ્યયનો અનુસાર જો સ્ત્રીઓ સગર્ભા બનતાં પહેલાં અને સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરતી હોય તો તેમની પ્રીમેચ્યોર ડિલિવરીની શક્યતા નથી રહેતી ઉપરાંત કસરતથી તાણ ઓછી થાય છે. વધારાનું વજન ઘટે છે અને કબજિયાતની પણ ફરિયાદ નથી રહેતી. કસરત કરનારી સ્ત્રીઓ, કસરત ન કરનારી સ્ત્રીઓની તુલનામાં શારીરિક અને માનસિક રીતે પોતાને વઘુ સ્વસ્થ અનુભવે છે. અમેરિકન કોલેજના પ્રસૂતિ વૈજ્ઞાનિક અને ગાયનેકોલોજિસ્ટના અનુસાર સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરતી વખતે

કેટલાકને સફળતાનો પણ ભય લાગે છે

જેવી રીતે વ્યક્તિને નિષ્ફળતાનો ભય સતાવતો હોય છે તે જ રીતે સફળતાનો ભય પણ વ્યક્તિને સતાવતો હોય છે. જે વ્યક્તિઓ અતિશય કુટુંબપ્રેમી હોય છે અથવા સ્વપ્રેમી હોય છે તેઓને સફળતાનો ભય સતાવતો હોય છે. સફળતાનાં ભયનાં લક્ષણો ઃ વ્યક્તિને સફળતા મળતાં ગુનાહિત લાગણીથી પીડાય છે. તેને એમ લાગ્યા કરે છે કે તેની સફળતાથી બીજા પરેશાન થશે. બીજાઓમાં અળખામણો થઈ પડશે. પોતે ઈર્ષાનો ભોગ બનશે. સફળતાના ભયથી પીડાતી વ્યક્તિ પોતાની સફળતાને છૂપાવવા સતત પ્રયત્ન કરે છે. પોતાની સિઘ્ધીઓની વાત કરતાં અચકાતો હોય છે. અતિ નમ્રતાને કારણે પણ માનવી પોતાની સફળતાની વાત કહેતાં અચકાતો હોય છે. ઘણી વખત આનો લાભ સ્વાર્થી વ્યક્તિઓ લઈ જતા હોય છે. દા.ત. કોઈ પ્રોજેક્ટની સફળતા આસીસ્ટંટ મેનેજરને કારણે હોય પરંતુ તેની અતિ નમ્રતાને કારણે તેનો જશ મેનેજર લઈ જાય. સફળતાના કારણે વ્યક્તિ ઘણી વખત પોતાના કામને વિલંબમાં નાંખે છે અને ઘણી વખત પોતાના કાર્યની દક્ષતા ગુમાવે

અજમાવો

' પાંદડાવાળા લીલા શાકભાજીનો રંગ જાળવી રાખવા માટે પહેલાં તેમને શેડ્‌માં સૂકવો એ પછી આખો દિવસ સૂર્યના તડકામાં રાખી હવાચુસ્ત ડબ્બામાં ભરી દો. ' ગંદા અને ચીકણા થઈ ગયેલા કિચન ડસ્ટરને અડધો કલાક સુધી ચણાનો લોટ ભેળવેલા પાણીમાં ભીંજવ્યા પછી તેને ધોવાથી ડસ્ટર સ્વચ્છ થશે અને ચીકાશ પણ નીકળી જશે. ' આદું અને ફુદીનાના રસમાં સંિધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. ' તાજા નાળિયેરના અડધા ભાગને પીળો થતો અટકાવવા માટે એના પર છૂટથી મીઠું ચોપડી તો ફ્રીજમાં મૂકી દો. ' એક ચમચી શેકેલી હંિગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુઃખાવો મટે છે. ' આદુનો રસ સહેજ ગરમ કરીન ેઅથવા મધના ટીપા કાનમાં નાખવાથી કાનના ચસકા દુઃખાવો અને રસી મટે છે. આ ઉપરાંત તલના તેલમાં હંિગ નાખી ઉકાળીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી પણ ફાયદો થશે.

નોલેજ ડોટ કોમ

Image
  ૧.ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કઈ સાલમાં થઈ? (અ) ૧૯૬૫ (બ) ૧૯૭૫ (ક) ૧૯૮૫ ૨.સંપૂર્ણ ગુજરાતી છાપખાનું સર્વપ્રથમ કોણે શરૂ કર્યું? (અ) ફરદૂનજી મઝgબાન (બ) દુગૉરામ મહેતા (ક) જીજીભાઈ બહેરામજી છાપગર ૩.વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું? (અ) અમદાવાદ (બ) સુરત (ક) ભાવનગર ૪.સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ કઈ? (અ) સીતાવિવાહ (બ) ભકત પ્રહલાદ (ક) નરસિંહ મહેતા ૫.સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું? (અ) કંડલા (બ) નવલખી (ક) ઓખા ૬.ઉત્તર ધ્રુવ પર પગ મૂકનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ? (અ) હંસા મહેતા (બ) પ્રીતિસેન ગુપ્તા (ક) ઈલા ભટ્ટ ૭.મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? (અ) સરદાર વલ્લભભાઈ પટેલ (બ) ઈન્દુલાલ યાજ્ઞિક (ક) આનંદશંકર ધ્રુ વ જવાબો ૧. (બ) ૧૯૭૫ ૨. (અ) ફરદૂનજી મર્ઝબાન ૩. (અ) અમદાવાદ ૪. (ક) નરસિંહ મહેતા ૫. (ક) ઓખા ૬. (બ) પ્રીતિસેન ગુપ્તા ૭ (બ) ઈન્દુલાલ યાજ્ઞ

ભૂલી ગયેલી વસ્તુઓ યાદ અપાવશે સ્માર્ટફોન

Image
  ઇન્ટેલ એક ખાસ પ્રકારનો સ્માર્ટફોન ડેવલપ કરી રહી છે. આ ફોન પોતે જ પોતાના ઉપભોગતાઓની ટેવોનો અભ્યાસ કરીને તેમને પોતાની મેમરીમાં સ્ટોર કરતો રહેશે. તેમાં તમારી રોજબરોજની મિટિંગ, વસ્ત્રો, પુસ્તકો અને અન્ય વસ્તુઓ ભરાતી રહેશે. જ્યારે પણ તમે કંઇક ક્યાંય મૂકીને ભૂલી જશો તો સ્માર્ટફોન તમને યાદ અપાવવામાં મદદ કરશે. દાખલા તરીકે જો તમે તમારી કારની ચાવી ઘરે ભૂલી જશો તો, શરૂઆતના એક સપ્તાહમાં ફોન એ યાદ કરશે કે, તમે આ ચાવી ક્યાં મૂકી હતી. ત્યાર પછી આગામી સપ્તાહથી તે તમને ઘરેથી નીકળતા પહેલા તમે ચાવી લીધી કે નહીં? તેની તમને યાદ અપાવશે.

અમારું કામ થઈ ગયું, તમને કહેવાનું રહી ગયું!

Image
  આપણી કોઇ જરૂરિયાત વખતે ઓળખીતી કોઇ વ્યક્તિને વેળા-કવેળા આપણે કામ સોંપીએ, પરંતુ પછી આપણું કામ થઇ ગયા બાદ એમને જાણ કરવાની દરકાર પણ ન કરીએ, એવું કેવું? ઘરમાંથી અચાનક ગુમ થઈ જતા લોકોનો રેકોર્ડ રાખવા અને તપાસ કરવા માટે મોટા શહેરોના પોલીસ ડિપાર્ટમેન્ટમાં મિસિંગ પરસન્સ બ્યુરો હોય છે, ત્યાં જોઈને કોઈવાર ગુમશુદા લોકોનું લિસ્ટ જોઈએ તો થાય કે અરરર, આટલા બધાં લોકો ક્યાં કેવી રીતે ગુમ થઈ જતા હશે. એમનું અને ઘરવાળાનું શું થયું હશે?થોડા સમય પહેલાં બ્યુરોમાં બેસીને મેં આવા જ પ્રકારની અરેરાટી કરી, તો ત્યાં બેઠેલા પોલીસ ઓફિસરે કહ્યું કે આમાંથી કેટલાય જણ તો પાછા ઘેર પણ આવી ગયા હશે. પોતાનું માણસ ગુમ થાય, ત્યારે લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દોડે છે, પણ પછી ખોવાયેલા મળી જાય, કોઈ વાર જાતે ભાગેલા ઘેર પાછા આવી જાય તો કોઈ પોલીસસ્ટેશને ફોન કરીને વધામણી નથી ખાતું. બીજો તાજો પ્રસંગ: પૈસાવાળા ગણાય એવા પરિવારને ત્ય

માબાપની છાપ, સંતાનો માટે સંતાપ

Image
  જીવનમાં આવી સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની અપેક્ષા ન રાખવી જોઈએ. જીવનની વાસ્તવિક્તાને સાહસ સાથે સ્વીકારવી જ એકમાત્ર માર્ગ છે. સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતીકનું બાળપણ તેનાં નાનીમા વિદ્યાતાઈને ત્યાં પસાર થયું છે. સ્મિતા પાટિલ એક સુસંસ્કૃત પરિવારમાંથી આવેલાં હતાં અને રાજકારણમાં પણ તેમના પરિવારનું માન હતું. રાજબબ્બર અત્યારે ફિરોજાબાદના લોકસભાના સાંસદ છે અને પોતાની કોલેજના દિવસોથી જ રંગમંચ અને રાજકારણમાં રસ લેતા રહ્યા છે. પ્રતીકના જન્મના તુરંત બાદ જ સ્મિતા પાટિલનું નિધન થઈ ગયું. બાળપણમાં નાની દ્વારા વારંવાર સ્મિતા પાટિલની ફિલ્મો જોવાનું પ્રતીકને ગમતું ન હતું, કેમકે તેઓ ફિલ્મ જોતાં જોતાં રડવા લાગતાં હતાં. કેટલાક વર્ષ બાદ પ્રતીકે પણ સ્મિતાની ફિલ્મો જોવાનું શરૂ કર્યું અને તેને ધીમે-ધીમે પોતાની માતાની પ્રતિભાનો પરિચય થયો. કિશોર વયમાં પ્રતીકે ખરાબ સંગતમાં નશાકારક ડ્રગ્સનું સેવન કર્યું છે, જરૂ

'ચોકલેટ બ્રાઉની'

Image
3 વ્યક્તિઓ માટે બનાવો ચોકલેટ બ્રાઉની સામગ્રી- 200 ગ્રામ કપ ડાર્ક ચોકલેટ 2/3 કપ દૂધ 3/4 કપ મેંદો 1/2 કપ સમારેલી અખરોટ 1 ટી સ્પૂન વેનિલા એસન્સ 1 ટેબલ સ્પૂન માખણ ચોકલેટ સોસ રીત- -સૌતી પહેલાં ધીમા ગેસ પર ચોકલેટ અને માખણને 2 ટી સ્પૂન પાણી સાથે મેળવીને બરાબર ઓગાળી લો -ધ્યાન રાખો કે ચોકલેટ બરાબર ઓગળી જાય બાદમાં તેને ગેસ પરથી ઉતારી તેમં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. -આ મિશ્રણને સમાન્ય તાપમાન પર ઠંડુ કરો -તેમાં અખરોટ અને વેનિલા એસન્સ ઉમેરી દો -માખણની ચિકાશ લાગવી મફિનના સાંચામાં મિશ્રણ રેડો -તેને 180 ડિગ્રી તાપમાન પર પહેલેથી ગરમ ઓવનમાં 20થી 25 મિનિટ સુધી બેક કરો. -કેકને ઠંડી કરી મફિનમાંથી બહાર કાઢી લો. અને ગરમ ગરમ બ્રાઉની ઉપર ચોકલેટ સોસ રેડી સર્વ કરો.

ફૂદીનાની ચટણી બનાવતા આટલું ધ્યાન રાખો

Image
  -રસોડામાં લીલ ન જામે તે માટે કળીચૂનો છાંટી દો. -બદામમાં બે-ચાર ચમચી ખાંડ રાખવાથી તે તાજી રહેશે. -ફૂદીનાની ચટણીમાં અખરોટનો ભૂકો નાખવાથી સ્વાદિષ્ટ લાગશે. -સફરજનના ટુકડાને તડકામાં સૂક્વીને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો. તે વાનગીમાં ખટાશની જગ્યાએ ઉપયોગમાં લઇ શકાશે. -ચીકણા અને તેલવાળા વાસણને સાફ કરતા પહેલાં થોડા દહીંથી સાફ કરી પછી પાઉડરથી ઘસો. -તાંબા-પિતળના વાસણને લીંબુથી સાફ કરી પછી સહેજ ઘી લગાવવાથી ચમક વધારે રહેશે. -મોસંબીનો રસ કાઢતાં પહેલાં તેને થોડી વાર ગરમ પાણીમાં રાખો. -મધમાં બે-ત્રણ લવિંગ નાખીને સ્વચ્છ બોટલમાં ભરવાથી લાંબો સમય સારું રહેશે.  

ડેઈલી હેર વોશથી નુક્શાન થાય ખરા..?

Image
  પ્રશ્ન : મારી ઉંમર ત્રીસ વર્ષ છે. મારો ચહેરો તાજગીભર્યો અને કાંતિવાન લાગે એ માટે શું કરવું? ઉત્તર : જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે ચહેરાને ગુલાબજળ, એસ્ટિ^ન્જન્ટ અથવા કલીન્સરથી સાફ કરો. તેનાથી ત્વચા પર એકત્રિત ધૂળ-માટીના રજકણ નીકળી જશે. દિવસમાં ત્રણ વાર સારા ફ્રૂટ ફેસવોશથી ચહેરો ધૂઓ. વધારે હેવી મેકઅપ ક્યારેય ન કરશો. એનાથી ત્વચાને નુકસાન પહોંચે છે. દર મહિને પાર્લરમાં જઇને ફેશિયલ કરાવો. ઉનાળામાં બહાર નીકળો ત્યારે ચહેરા પર સનસ્ક્રીન લગાવો અને શક્ય હોય તો દુપટ્ટો પણ ઓઢો. પ્રશ્ન : હું દરરોજ જાણીતી કંપનીના શેમ્પૂથી વાળ ધોઉં છું. વાળ દરરોજ ધોવાથી તેને નુકસાન થાય ખરું? ઉત્તર : કોઇ પણ શેમ્પૂ લાંબા ગાળે વાળને નુકસાન પહોંચાડે જ છે, ભલે તે કંપની ગમે એટલી જાણીતી કેમ ન હોય. દરરોજ વાળ ધોવાથી વાળમાં રહેલા પ્રોટીનનું પ્રમાણ ઘટતું જાય છે અને તે બરછટ તથા શુષ્ક થઇ જાય છે. તમે દરરોજ નહીં, પણ અઠવાડિયામાં ત્ર

10 દિવસમાં આવી જશે ચહેરા પર નિખાર, અજમાવો આ ઉપાય

  ભારે પોલ્યુશન,ધુળ- માટી અને ત્વચાની સંભાળમાં રખાતી બેદરકારીને કારણે ક્યારેક ચહેરાનું નુર ખોવાઇ જાય છે.પરંતુ દાદીમાના આ 10 દિવસ માટેના 5 નુસખા તમને તમારૂ કુદરતી સૌંદર્ય પાછું અપાવશે - કાચા દૂધમાં હળદર ભેળવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને હાથ પગ પર લગાડો. 10 મિનીટ પછી ધોઈ લો. ત્વચામાં નિખાર આવી જશે. - હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે રાત્રે સૂતા પહેલા દૂધની મલાઈ લગાડો અને સવારે ઠંડા પાણીથી ધોઈ લો. - આંખોમાં બળતરા અને કાળા કૂંડાળાને ઓછા કરવા માટે રાતે સૂતી વખતે આંખો પર ઠંડા દૂધના પૂમડાં લગાડીને રાખો. - 8-10 દિવસમાં એક વાર ચહેરાને સ્ટિમ અવશ્ય આપો.આ પાણીમાં ફૂદીનો, તુલસીના પાન, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો.નાસ લીધા પછી આ જ નવશેકા પાણીમાં 5 મિનીટ સુધી હાથને પલાળીને રાખો.હાથની ત્વચામાં પણ નિખાર આવશે.

લોકોની છેલ્લી ઇચ્છાને આખી દુનિયા જાણશે આ રીતે

Image
  મૃત્યુની નજીક પહોંચી રહેલા લોકો માટે એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ દ્વારા તમે દુનિયાને પોતાની છેલ્લી ઇચ્છા બતાવી શકો છો અને તેની સાથે જ પોતાની જેવી જ ઇચ્છા રાખનારાઓ સાથે જોડાઈ પણ શકો છો. સમાચાર પત્ર ટેલીગ્રાફ પ્રમાણે સૉફ્ટવેર કંપની વ્હાઇટ લોટ્સ કૉર્પોરેશને એક ફ્રી એપ્લીકેશન 'ફેલો વિશર'નો વિકાસ કર્યો છે, જે એપ્પલની એપ્પ સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે. વેબસાઇટ ઉપર તેના અંગે લખવામાં આવ્યું છે કે એક સોશિયલ નેટવર્કિંગ એપ્લીકેશન જે દુનિયાની અલગ-અલગ જાતિ, સંસ્કૃતિ, પરંપરા, મૂલ્યો, જીવનશૈલીઓના એવા લોકોને એક-બીજા સાથે મિત્રતા કરવાની તક આપશે, જેમની ઇચ્છા એક જેવી હોય. આ એપ્લિકેશનના યૂઝર્સ પોતાની છેલ્લી ઇચ્છા વૉલ ઉપર મુકીને પોતાનું ઈ-મેઇલ, એડ્રેસ તેમજ ફોન નંબર પણ ઉમેરી શકે છે, કે જેનાથી તમારી જેવી જ ઇચ્છા ધરાવતા અન્ય લોકો તેમની સાથે સંપર્ક કરી શકે.

કાર ચલાવતી વખતે ઈ-મેલ, SMS સાંભળી શકાશે

હવે તમે કાર ચલાવતી વખતે પણ પોતાના એસએમએસ અને ઈ-મેલની જાણકારી મેળવી શકશો અને તમારે સ્ટીયરિંગ પરથી હાથ પણ ઉપાડવો નહીં પડે. ન્યૂ એન્સ કમ્યુનિકેશન કંપનીએ એક સોફ્ટવેર બનાવ્યું છે જે તમારો અવાજ સાંભળીને એસએમએસ અને ઈ-મેલ વાંચી સંભળાવે છે. તેનું નામ ડ્રેગન ડ્રાઈવ છે. આ સોફ્ટવેરની મદદથી આ મનપસંદ વેબસાઈટ પરથી આર્ટિ‌કલ પણ વાંચી શકો છો. જો આર્ટિ‌કલ પસંદ ન આવે તો નેક્સ્ટ બોલીને બદલી શકો છો. આ કમાન્ડ મળતાં જ પછીનો આર્ટિ‌કલ સાંભળવા મળે છે. તેની ટેકનિક એપ્પલના સિરિ સોફ્ટવેરને મળતી આવી છે. તે પર્સનલ આસિસ્ટન્ટની જેમ કામ કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ આ ટેકનિક કાર બનાવતી કંપનીઓને વેચશે.

એસએમએસથી ચાલતું કોફી મશીન

Image
  અમેરિકાની એક કંપનીએ એવું કોફી મશીન તૈયાર કર્યું છે જે એસએમએસથી કંટ્રોલ કરી શકાય છે. તેનું નામ ટેક્સ્ટ- એક્સ્પ્રેસો છે. આ મશીન એસએમએસ રિસીવ કર્યા બાદ કોફી બનાવીને તૈયાર રાખે છે. આપ થોડા સમયથી મશીનમાંથી કોફી લઈ શકો છો. આ કોફી મશીન તમારી કોફી પર કોઈ સંદેશો પણ ટાઈપ કરી શકે છે. તેને બનાવનાર કંપની જિપવ્હિપના ચીફ એક્ઝિક્યુટીવ જોન લોઅરે જણાવ્યું હતું કે જ્યારે કોફી બનાવવા માટે કોઈ વ્યક્તિ હાજર ન હોય ત્યારે આ મશીન એક માઈક્રોકંટ્રોલથી એક્ટિવેટ થઈ જાય છે. તેમાં એન્ડ્રોઈડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ગુજરાતની આ વાત જાણીને બિગ બીની છાતી ગજ-ગજ ફૂલી!

અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યારે બિગ બીને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા ત્યારે અનેક લોકોએ ટિકા કરી હતી. જોકે, તે સમયે અમિતાભ શાંત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાત ટુરિઝમ વિભાગે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, તેમ જણાવ્યું હતું. સરકાર આનો શ્રેય 'ખુશ્બુ ગુજરાત કી' કેમ્પેઈનને આપી રહ્યું છે. અમિતાભ બચ્ચન આ વાતને લઈને ઘણાં જ ખુશ છે. તેમણે ગુરૂવારના રોજ ટ્વિટર પર આને લઈને ટ્વિટ પણ કરી છે. અમિતાભે સૌ પહેલા ટ્વિટ કરી હતી કે, આ વાત જાણીને ખુશ થયો...શંકાશીલ, ટીકાકારો, પ્રતિસ્પર્ધીઓને આનો જવાબ... પછી બિગ બીએ ટ્વિટ કરી હતી કે, ચૂપચાપ કામ કરવાની મજા જ અલગ છે. અંતે તમામ નકારાત્મક વાતો ખોટી સાબિત થઈ. બિગ બી આગળ કહે છે કે, કેમ્પેઈન કર્યું ત્યારે કઠોર રીતે વાતો કરવામાં આવતી હતી પરંતુ શાંતિ કામ કર્યું અને હવે પરિણામ સામે છે. શાંત માણસના જનૂનથી સાવધાન રહેવાની જરૂર છે...

ભાભાએ લગાવી બહેરાપણું દૂર કરતી મશિન

એક ઉમરલાયક વ્યક્તિને ઘણા વર્ષોથી બહેરાશની(સંભળાવવાનું બંધ થવું) બિમારી થઇ ગઇ હતી. તેઓ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે એ વ્યક્તિને એક મશિન ફીટ કરી આપી. જેનાથી તેમને સો ટકા સંભળાવવા લાગશે. મશિન લગાવ્યાને થોડાક સમય બાદ એ વ્યક્તિ ફરી ડોક્ટર પાસે આવ્યો. ડોક્ટરે કહ્યું- હવે વ્યવસ્થિત સંભળાય છે ને! વ્યક્તિ- હા, ડોક્ટર સાહેબ. ડોક્ટર- તો પછી પરિવારજનોને એ વાત કહી કે નહીં. વ્યક્તિ- ના. ડોક્ટર- કેમ? વ્યક્તિ- પરિવારજનોને હજુ કહેવું નથી. કારણ કે, હું તેમની પાસે બેસું છું. અને તેઓ જે બોલે છે તે સાંભળું છું. ડોક્ટર- હા તો! વ્યક્તિ- અત્યારસુધીમાં મારે ત્રણ વખત મારી વીલ બદલાવી પડી છે....!!!

શાકાહારી છો? આ અગત્યના સમાચાર વાંચી લેજો

-અમદાવાદમાં દર ૧૦માંથી ૬ લોકોમાં વિટામિન બી-૧૨ની ડેફિસિન્સી -આ ખામીનું નિદાન આસાનીથી થતું ન હોવાથી વિવિધ રિપોર્ટો પાછળ દર્દીના હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે શહેરમાં દર ૧૦માંથી છ વ્યકિત બી-૧૨ની ડેફિસીયન્સીનો શિકાર હોવાની ચોંકાવનારી માહિ‌તી પ્રાપ્ત થઇ છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં બી-૧૨ની ડેફિસીયન્સીનું પ્રમાણ વધુ જોવા મળે છે. મહત્વની વાત એ છે કે, બી-૧૨ની ઉણપને લીધે એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી જેવાં લક્ષણો હોવાથી આસાનીથી શરીરમાં બી-૧૨ની ઉણપ હોવાનું પકડાતું નથી, અને દર્દી વિવિધ પ્રકારનાં રિપોર્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાંખતા હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે. સેટેલાઇટમાં આવેલાં શાશ્વત ડાયગ્નોસીસ સેન્ટરનાં એમ.ડી. ફિઝીશીયન ડો. પ્રવિણ ગર્ગે જણાવ્યું હતું કે, સેન્ટરમાં આવતાં દર ૧૦માંથી છ શાકાહારી વ્યકિતમાં બી-૧૨ની ડેફિસીયન્સી જોવા મળી છે. મુખ્યત્વે વિટામીન બી-૧૨ માટીમાં પેદા થતાં એક ખાસ પ્રકારનાં બેકટેરીયામાંથી પ્રાપ્ત થાય છે, તેમજ ડેરી પ્રોડક્ટસ, માંસ, માછલી અને ઇંડા જેવાં માંસાહારમાંથી સૌથી વધુ પ્રમાણમાં બી-૧૨ પ્રાપ્ત થતું હોય છે. જેથી શુધ્ધ શાકાહારીઓમાં બી

આ છે દુનિયાની સૌથી ધનિક મહિલા

Image
વોલમાર્ટની હાલની ક્રિસ્ટી વોલ્ટનને હંફાવીને ઓસ્ટ્રેલિયન મહિલા જીના રાઇનહાર્ટ વિશ્વની સૌથી ધનિક મહિલા જાહેર થઇ હતી. જીના રાઇનહર્ટ પાસે 28.48 અબજ અમેરિકન ડોલરની સંપત્તિ છે. બુધવારે પ્રગટ થયેલા બિઝનેસ રિવ્યૂ સાપ્તાહિકની વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં જીના રાઇનહાર્નું નામ ટોચ પર હતું. જીના ખાણ ઉદ્યોગની બાદશાહ ગણાય છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં ફોર્બ્સ મેગેઝીને પ્રગટ કરેલી શ્રીમંત મહિલાઓમી યાદીમાં ક્રિસ્ટી વોલ્ટન 25.3 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર હતી. અને તે સમયે જીના 18 અબજ ડોલર સાથે બીજા ક્રમે હતી. ફક્તે બે મહિનામાં જ આખી પરિસ્થિતિ બદલાઇ ગઇ. બિઝનેસ રિવ્યૂ સાપ્તાહિકના તંત્રી એન્ડ્રયુ હીથકોટે કહ્યું કે છેલ્લાં બાર મહિનામાં જીનાની કંપનીના શેર ઊંચકાયા હતા અને એણે કોલસો અને આર્યન ઓરના બે જંગી સોદા સફળતાપૂર્વર પાર પાડ્યા હતા.

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

આજકાલ નાની ઉંમરમાં જ થતા સફેદવાળને લીધે સુંદરતામાં ગ્રહણ લાગી જાય છે. તો આપણા શારીરિક નબળાઈને તે પ્રદર્શિત પણ કરે છે. જો તમે પણ નાની ઉંમરમાં જ વાળને સફેદ થવાથી પરેશાન છો તો અજમાવી જુઓ આસાન ઘરેલું ઉપાય.... -લીંબુના રસથી માલિક કરવાથી પણ વાળ સફેદ થવાનું અને ખરવાનું બંધ થાય છે. લીંબુનો રસ પીસેલ સૂકા આમળા મેળવી સફેદ વાળ ઉપર લેપ કરવાથી વાળ કાળા થાય છે. -ઘી ખાઓ અને વાળને મૂળમાં ઘીની માલિશ કરો. -રોજ ગાજરનો જ્યૂસ પીવાથી વાળ સ્વસ્થ્ય રહે છે. -જો વાળ સફેદ થઈ ગયા હોય કે ખરી રહ્યા હોય તો તલ ખાઓ અને તલનું તેલ વાળમાં લગાવો. -તુરિયાના ટુકડા કરી તેને સૂકવીને કાપી લો. પછી કાપેલા મિશ્રમાં એટલુ નારીયળ તેલ નાંખો કે તે ડૂબી જાય. આ રીતે ચાર દિવસ સુધી તે તેલમાં ડૂબાડી રાખો પછી ઉકાળો અને ગળીને બોતલમાં ભરી લો. આ તેલનું રોજ માલિશ કરો. વાળ કાળા થવા લાગશે. -મેથી પણ વાળને સફેદ થવાથી રોકે છે. -ઘઉંના જવારાનો રસ પીવાથી પણ વાળ સફેદ થતા બચી જાય છે.

ઘર-સજાવટની સામગ્રીનો કુશળ ઉપયોગ

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે.

ખુશ ‘રહેવા’ ખુશ ‘રાખતાં’ શીખો

‘આવું ચાલે ડિયર? સવારથી જ ગાયબ છો, કોઈ ફોન પણ નહીં... ક્યાં છો એની કશી જાણ પણ નહીં. કામની પાછળ આમ કાંઈ ગાંડા ન થઈ જવાય... તમારી રાહ જોઈને મારો તો જીવ અદ્ધર થઈ ગયો છે... મારી વાત બાજુએ મૂકો, પણ તમારા હાલ જુઓ.... કેવા લેવાઈ ગયા છો? તમને ભલે ન થાય, પણ મને તો ચંિતા થાય જ ને? તબિયતના ભોગે આપણે કશું જ કરવું નથી.’’ બનાવટી ગુસ્સો અને સ્નેહસભર ઠપકો મળે એટલે કયો પતિ એવો હશે જે મોડા આવવાની કસૂરમાં ઘરના ઉંબરે ઊભો ઊભો શરમથી પાણીપાણી નહીં થઈ જાય? કામ પરથી થાક્યાપાક્યા આવેલા પતિને પત્નીનો નેહ નીતરતો આવકાર મળે, તો દામ્પત્યસંબંધ વધારે મજબૂત, આનંદમય અને કલાત્મક બને છે. એવું પણ બની શકે કે તમારા પતિ એવી જગ્યાએ કામ કરતા હોય, કે જ્યાં તેમના કામનો સમય અને સ્વરૂપ બદલાતાં રહેતાં હોય અથવા તો તેમણે બહાર જ ફરવું પડતું હોય, તેથી ઘેર આવવામાં મોડું થતું હોય.શક્ય છે કે તમારી પાસે પણ કામનો ઢગલો હોય, તોયે પતિ માટે સમય તો કાઢવો જ પડે, એટલે તેમના આવતાં પહેલાં જ તમે તમારાં બધાં કામ આટોપી લો. થોડી વાર આરામ પણ કરી લો. હળ