નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બનાવો 'દેસીશાક' લીલવાનાં રવૈયાં

 
 
સામગ્રી:
200 ગ્રામ લીલવા
250 ગ્રામ રવૈયા
4 નંગ મોટા બટાકા
3 નંગ કેપ્સિકમ
1 નંગ લીંબુ
8-10 લીલાં મરચાં
1 મોટી ઝૂડી કોથમીર
50 ગ્રામ કોપરાની છીણ
4 ટી સ્પૂન ખાંડ
2 ટી સ્પૂન ગરમ મસાલો
4 ટેબલ સ્પૂન ઘાણાજીરું
તેલ પ્રમાણ સર
1/2 ટી સ્પૂન રાઈ
1 ટી સ્પૂન તલ
1/2 ટી સ્પૂન મરચું
1/4 ટી સ્પૂન હળદર
ચપટી હિંગ
1/4 ટી સ્પૂન સાજીનાં ફૂલ
મીઠું સ્વાદઅનુસાર

રીત:
-લીલવાને ધોઈ વાટી લેવા, મરચાં ક્રશ કરવાં, કોથમીર લઈ ઝીણી સમારી સરસ રીતે ધોઈ લેવાં

-હવે આ બધું જ મિક્સ કરી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું તેમજ રઈ તલનો વઘાર કરી મસાલો તૈયાર કરો
-રવૈયાંને ધોઈ બે બાજુથી કાપા કરવા, બટાકા છોજીને ઊભા ચીરા કરવા, કેપ્સિકરમના બિયાં કાઢી ઊભા ચીરા કરવા, આ બધાની અંદર મસાલો ભરી લેવો
-ગૈસ પર એખ વાસણમાં તેલ મૂકી રાઈ, તલ, મરચું સહેજ હળદર અને હિંગ નાખી, સાજીના ફૂલનું પાણી નાખી ઉકાળવું, પછી રવૈયા, બટાકાં કેપ્સિકમમાં વધારાનો મસાલો કરવો
-તેમને ધીમા તાપે ચઢવા દેવા અને વ્યવસ્થિત ચઢી જાય એટલે તેમાં લીંબુ નીચોવી દેવું
-એક બાઉલમાં કાઢી તેને કોથમીરથી ગાર્નિશ કરો અને પછી ગરમ ગરમ શાક પરોઠા સાથે સર્વ કરો

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી