Posts

Showing posts from January, 2012

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વર્ષો જૂના આ દેશભક્તિ ગીતની વાત જાણીને પડી જશો નવાઈમાં!

Image
આ ગીત સાંભળીને કોઈની પણ આંખમાં પાણી આવી જાય તેમ છે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભક્તિ ગીતો વગર થાય તે શક્ય જ નથી. આ ગીતો હિન્દી ફિલ્મો દ્વારા જ આપણને મળ્યા છે. આવું જ એક ગીત છે 'એ મેરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન...'આ ગીત ફિલ્મ કાબૂલીવાલાનું છે. આ ફિલ્મ 1961માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તા બંગાળી લેખક રવિન્દ્રનાથ ટાગોરે લખી છે. જ્યારે આ ફિલ્મના દિગ્દર્શક બિમલ રોય છે. આ ફિલ્મ અફઘાનિસ્તાન પર આધારિત છે. બલરાજ સહાની અફઘાનિસ્તાનથી કલકતા વેપાર અર્થે આવે છે. જ્યારે તેને પોતાના વતન કાબૂલની ઘણી જ યાદ આવે છે, ત્યારે તે 'એ મેરે પ્યારે વતન' ગીત ગાય છે. આ ગીત મન્નાડેએ ગાયું છે. આ ગીત આજે પણ દેશભક્તિ ગીત તરીકે ઘણું જ લોકપ્રિય છે. જોકે, ખરી રીતે ફિલ્મમાં આ ગીત ભારત માટે નહીં પરંતુ અફઘાનિસ્તાન માટે ગાવામાં આવે છે. બલરાજ સહાનીને પોતાના વતન અફઘાનિસ્તાનની ઘણી જ યાદ આવે છે અને તે પોતાના વતનની યાદમાં આ ગીત ગાય છે. આ ગીત ભારત માટે જ ગવાયું હોય તેમ લોકોમાં જાણીતું છે. દેશભક્તિની જ્યારે પણ વાત આવે ત્યારે લોકજીભે આ ગીત આવી જ ચડે છે. આ ગીત સાંભળીને કોઈની પણ આંખમાં પાણી આવી જા

અભણ મહિલાના કોમ્યુટર જ્ઞાનથી અમેરિકનો પણ રહી ગયા દંગ

Image
  દલિત મહિલાઓ પર એક તરફ અત્યાચાર થાય છે, ત્યારે એક અભણ દલિત મહિલા ગામની સરપંચ તરીકે ચૂંટાઇ છે. એક દલિત મહિલા નાત, જાત ઉંમર અને નિરક્ષરતાના દરેક સીમાડા ઓળંગીને અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ જીવન જીવી રહી છે. ગામડામાં રહીનેય નવી કેડી કંડારી રહી છે. થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં એક દલિત મહિલાને નગ્ન કરી, ગામમાં ફેરવીને માર મારવામાં આવ્યો. તેનો ગુનો એટલો જ હતો કે તેનો દીકરો ઉચ્ચ વર્ણની છોકરી સાથે ભાગી ગયો હતો. ૧૯૯૨માં ભંવરી દેવી પર પાંચ વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હતો અને ભંવરી દેવી કેસ જીતી ગઇ. આ હિંમતવાન મહિલાએ સમાજની સામે બંડ પોકાર્યું હતું અને તેના પર થયેલા અનેક અત્યાચાર છતાંય તેણે નમતું નહોતું જોખ્યું. આજે આવી જ એક દલિત મહિલાની વાત કરવી છે. એક બાજુ દલિત મહિલાઓ પર આજેય અત્યાચાર થાય છે, ત્યારે રાજસ્થાનના અજમેર જિલ્લાના હરમારા ગામમાં નૌરતી નામની દલિત મહિલા સરપંચ તરીકે ચૂંટાઇ છે. એ ગામમાં ૪૦૦

વધુ પડતા ડાયટને લગતા રોગ

Image
    કેટલાક લોકો વધારે ખાય છે, તો કેટલાક સદંતર બંધ કરી દે છે. આવી ટેવથી એકંદરે તો સ્વાસ્થ્યને નુકસાન જ થાય છે. જ્યારે વજન ઉતારવાની વાત કરીએ, ત્યારે તેને લગતા ડિસઓર્ડર યાદ કરવા જ પડે છે. ઘણા એમ કહે છે કે મને ભૂખ જ નથી લાગતી. જ્યારે તેમાં કોઇ બીજી બીમારી ના હોય ત્યારે તેમાં ડાયટને લગતા રોગો હોવાની સંભાવના વધી જાય છે. આ બધામાં સૌથી ગંભીર બીમારી એનોરેકસીઆ નરવોસા અને બીજી બુલિમિઆ નરવોસા છે. બંને ખૂબ ગંભીર બાબત છે અને ખોરાકની આસપાસ જ તેનો જન્મ થાય છે. વધુ પડતા માનસિક સ્ટ્રેસ દરમિયાન આ બીમારી દેખાય છે. ખાસ કરીને ટીનએજર્સ અને નાની ઉંમરની છોકરીઓમાં આ વધુ પ્રવર્તે છે. એનોરેક્સિઆ નરવોસા એનોરેક્સિઆનો અર્થ ભૂખ ન લાગવી તે છે, પરંતુ આ રોગ ફકત ભૂખ ન લાગવા સુધી સીમિત નથી. એને ઘણી વખત ‘સ્લીમર્સડીસીઝ’ કહેવામાં આવે છે, પરંતુ ખરેખર એનોરેક્સિઆના પેશન્ટ ‘સ્લીમ’ શબ્દનો

સલાહનું મહત્વ કઇ રીતે થાય છે નક્કી

Image
    લોકો સલાહકાર હોય છે, પણ સલાહનું મહત્વ કઇ રીતે નક્કી થાય છે, તે પણ જોવું જોઇએ. સૂચના, સલાહ, વાત એની માનવામાં આવે છે, જેનો અનુભવ બીજાથી વધારે હોય. પહેલાં આવું જ હતું. આ જ એક આધાર હતો. હવે ધીરે ધીરે વયની મર્યાદા તેનો વિસ્તાર વધારતી જાય છે. કેટલીક વાર તો નાના મોઢે પણ સમજદારીપૂર્વકની સલાહ સાંભળવા મળી જાય છે. તો શું એ નાનકડું બાળક સલાહકાર બની ગયું? વકતા ક્યારેય સલાહકાર નથી હોતો. શ્રોતા હોય, સાંભળે અને સમજે, તો કહેનારું કંઇ મહત્વ પણ ગણાય. જ્યાં સુધી કોઇ સલાહ માને નહીં, ત્યાં સુધી તે એક સામાન્ય વાત જ છે. તમે કહો અને કોઇ માની લે, તો તે સલાહ છે. સલાહ આપવાથી જ સલાહકાર નથી બનાતું. તેનું અસ્તિત્વ સલાહ માનનારની સાથે જોડાયેલું છે. સલાહ આપવી અને સૂચના કરવી એ બંનેમાં ફરક છે. સૂચના જાણ્યા વિના, કોઇની સ્થિતિને સમજયા વિના આપી શકાય છે.જોકે સલાહ આપનાર દરેક વાત

પોતાના વિશે પણ જાણો થોડું

Image
  બીજા વિશે જાણવાનું ગમે છે, તેટલું જ રોચક છે, પોતાના વિશે પણ જાણવાનું. આ ક્વિઝ તે માટે છે. વ્યક્તિત્વની ચકાસણી એટલે કે પોતાની પર્સનાલિટી કેવી છે તે જાણવું દરેકને ખૂબ જ ગમે છે. પોતાના વિશે જાણવાનું જેટલું સારું છે, તેટલો જ બીજા વિશે જાણવામાં પણ આનંદ આવે છે. એક નાનકડી સાયકોલોજિકલ ટેસ્ટ લઇએ. ટેસ્ટની રીત જો તમે બે-ત્રણ લોકો સાથે મળીને આ ટેસ્ટ કરી રહ્યાં હો, તો એક સવાલ પૂછીને બીજાને જવાબ લખવાનું કહેવાની સાથે તમે પણ જવાબ લખો. પ્રશ્નોના ચિત્રો બનાવવાનું વધારે સરળ રહેશે. ધ્યાન રાખો આ સવાલોના જવાબો આપતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન કલ્પના પર કેન્દ્રિત કરો. તમે જે જોઇ રહ્યા છો, તે કેવું છે અને તમને એ અંગે કેવું લાગી રહ્યું છે, તે પણ જણાવવું અથવા લખવું જરૂરી છે. એકદમ શાંત મન રાખીને બેસો અને આ સવાલોના જવાબ આપો. માની લો કે તમારી સામે એક વિશાળ રણ છે. તેમાં એક ચોરસ આકૃતિ છે. આ કયૂ

બાપુ, હોટલ નથી, આ છે અ'વાદની નવી...જુઓ તસવીરો

Image
અમદાવાદ શહેરમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલ બાલાજી અગોરા મોલમાં ગ્રાન્ડ સિનેમા દ્વારા મલ્ટિપ્લેક્ષ ચાલું કરવામાં આવ્યું છે. આ મલ્ટિપ્લેક્ષમાં કુલ 802 સીટની કેપેસીટી ધરાવે છે તેમજ આ મલ્ટિપ્લેક્ષને ચાર મેઈન સ્ટ્રીમ ધરાવતું ડીજીટલ ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે જેની તસવીરી ઝલક...        

ગણતરીના કલાકોમાં ગમે ત્યાં પહોંચી શકશે ગુજરાતીઓ!

Image
  - ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ થશે - અમદાવાદ - ગાંધીનગર મેટ્રો રેલ શરૂ કરાશે - ધોલેરા ખાતે ટ્રામ ટ્રેન દોડાવાની તૈયારી - અમદાવાદમાં મોનોરોલ શરૂ કરવાની તાજવીજ - અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન માટે બજેટમાં જાહેરાત કરવાની માંગણી દેશમાં ગુજરાત રાજ્ય રોજે રોજ વિકાસની નવી દિશાઓ પકડી રહ્યું છે. રાજ્યનો ઉત્તરોત્તર વિકાસ વધતો જઇ રહ્યો છે, તેમાં માળખાકીય સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસનો સૌથી મોટો ફાળો છે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ધરખમ ફેરફારો થઇ રહ્યા છે. ગુજરાતમાં મેટ્રો રેલ, રો-રો ફેરી સર્વિસ, મોનોરેલ, ટ્રામ ટ્રેન વગેરેના પ્રોજેક્ટો પર જેટ ગતિએ કામગીરી ચાલી રહી છે. તદ્ઉપરાંત ગુજરાતની સાથે જોડાતા ધોરીમાર્ગોનો જબ્બર વિકાસ થઇ રહ્યો છે. સિક્સલેન અને ફોરલેન હાઇવે ડેવલપ થઇ રહ્યા છે. તેમજ સૌથી અગત્યનો 6 રાજ્યોમાંથી પસાર થતો દિલ્હી-મુંબઇ કોરિડોરનો મોટો હિસ્સો ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે. તે પણ ગુજરાતના વિકાસમાં હરણફાળ ભરવામાં મદદરૂપ થશે. તો આવો આપણે એક નજર ગુજરાતના ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા પ્રોજેક્ટો પર એક નજર નાંખી લઇએ. - ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વ

બિગ બીની 'બુલેટ'થી ચાહકો થયા 'ઘાયલ', જૂનાગઢની તસવીરો

Image
Share 22 |   ગુજરાત ટુરિઝમ દ્વારા હાલ જુનાગઢમાં ખુશ્બુ ગુજરાત કીનું શુટિંગ ચાલી રહ્યું છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ભાગ ભજવી રહ્યાં છે. બે દિવસથી જુનાગઢમાં ચાલી રહેલા ટુરિઝમનાં આ ફિલ્મનાં નાયક અમિતાભને જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. અહીંના ઉપરકોટના કિલ્લામાં અમિતાભ બચ્ચનને બુલેટ ચલાવતા દેખાડવાનાં હોવાથી અમિતાભે પ્રથમ ત્રણ ચાર વાર બુલેટ ચલાવવાની પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ બચ્ચને ફાઇનલ શોટ આપ્યો હતો. બચ્ચનને જોવા  માટે લોકોની ભારે ભીડ જામી હતી. જો કે પોલીસનો સજજડ બંદોબસ્ત હોય લોકો નિરાશ થયા છે. તેમ છતા અમિતાભને સમય  મળતા ચાહકોનું દુરથી હાથ ઉંચો કરી અભિવાદન કરે છે. બચ્ચનને જોતા જ ચાહકોની ચીચીયારીઓથી ઉપરકોટ વિસ્તાર ગુંજી ઉઠયો હતો .                

વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !

Image
લોહીનું ઉંચું દબાણ કોઇ સંકેત આપતું નથી અને શાંતિથી માણસની કતલ કરે છે. ઉંચુ દબાણ ત્યારે ખબર પડે છે જયારે અંગોને ઇજા પહોંચે છે. એટલે અવારનવાર નિયમીત રૃપે મ્ઁ ચેક કરાવવું જોઈએ. ૧૨૦/૮૦ મીમી - મરકયુરી સામાન્ય દબાણ કહેવાય છે. ઊંચા મ્ઁ થી અંધાપો, હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનીના રોગો થાય છે. લોહીનું દબાણ એ જીવનભરની ધ્યાનપાત્ર બાબત છે. એટલે તેની કાળજી જીવનભર લેવી પડે છે. યોગ્ય આહાર, વ્યાયામ, ધુમ્રપાન, બંધ અને દવાઓ તેનો ઉપાય છે. હૃદયરોગ- નિષ્ણાતની નીચેની વા

.....તો સ્થાયી થવા માટે ગુજરાત જેવું શ્રેષ્ઠ સ્થળ એકેય નથી!

Image
    સવાલ: હું એમ.કોમ. તથા એમ.બી.એ. છું અને મને વાર્ષિક બે લાખ પચાસ હજારના પગારથી સેમી ગવર્નમેન્ટ કંપનીમાં ચાર વર્ષનો અનુભવ છે. હું ભારતમાં રહી એચ.આર. (હ્યુમન રિસોર્સ)માં આગળ વધવા માગું છું. મારે ડેન્માર્ક જઇ પર્મેનન્ટ સ્થાયી થવું કે ભારતમાં રહી આગળ ભણવું કે નોકરી કરવી તેનો જવાબ વિસ્તારથી જણાવશો? જવાબ: તમારા એજ્યુકેશનની બે માસ્ટર ડિગ્રી તથા નોકરીનાં ચાર વર્ષનું ટોટલ કરીએ તો તમારી ઉંમર પ્રમાણે તમારું ફેમિલી પણ હોઇ શકે. તમે તે બાબતની વિગત આપી નથી. ડેન્માર્ક કરતાં તમારી ડિગ્રી અને અનુભવ અન્વયે તમારે કેનેડાના પી.આર. માટે પ્રયત્ન કરવો ઉચિત ગણાશે કારણ કે કેનેડામાં ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ હશે તો ચાલશે, પરંતુ ડેન્માર્કમાં ઇંગ્લિશ ઉપરાંત ત્યાંની ડચ ભાષા આવડે તો વધુ સુગમતા રહે. એ જ રીતે કેનેડામાં કયુબેક વગેરે જગ્યાએ મને કેનેડાના પ્રવાસ વખતે અનુભવ થયેલો કે ફ્રેન્ચ ભાષા જાણકાર માટે બીજા કરતા

આપના લગ્ન સંબંધોને વધુ મજબૂત કરશે, 10 ટિપ્સ

Image
  લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં જે રોમાન્સ અને પેશન હોય છે, તે વહેલા-મોડાં ગાયબ થઇ જાય છે. વારંવાર પહેલાંનાં પેશનને યાદ કરી ઉદાસ ન થાવ કે હવે સંબંધ પહેલાં જેવો નથી રહ્યો. પણ જુની વાતો યાદ કરીને તમે તાજગી પણ અનુભવી શકો છો. - એ વાત સાચી છે કે તમે જવાબદાર પતિ કે પત્ની છો, પણ તેનો અર્થ એ નથી કે તમે તમારી ઓળખ જ ગુમાવી દો. જો તમારા સાથીદાર લગ્ન પહેલાંના શોખ સામે વાંધો ન લે તો એ શોખને ફરીથી જાગૃત કરો. - બંને ભલે એકસાથે ઘણો સમય સાથે વીતાવો, પણ થોડો સમય માત્ર પોતાની જાત સાથે વીતાવો. એટલે કે થોડો સમય માત્ર અને માત્ર પોતાના માટે જ ફાળવો. કેટલીક વાર વધારે પડતી નિકટતા પણ મુશ્કેલી સજેઁ છે. - સાથીદાર સાથે સંવાદહીનતાની સ્થિતિ ઉત્પન્ન ન થવા દો. વાતચીત ઓછી થતાં થતાં સાવ બંધ થઇ જશે તો બંને વચ્ચે ક્યારેક ટેન્શન ઉત્પન્ન થઇ શકે છે. ખરેખર તો એકબીજા પ્રત્યેની નારાજગી અને ગુસ્સો કોઇ પ્રકારના અપશબ્દો ઉચ્ચાર્યા વિના વ્યક્ત કરો. - કેટલાક દંપતી એક-એક પૈસા માટે ઝઘડ્યા કરતાં હોય છે.

કિચન ટિપ્સ

ઘણી કામ લાગે તેવી છે કિચન ટિપ્સ   -રસગુલ્લા ફાટી જતા હોય તો માવામાં થોડો રવો અને મેંદો સરખા પ્રમાણમાં લઇને મિકસ કરો. જેથી રસગુલ્લા ફાટશે નહીં.   -ઘણી વખત કટલેસ બનાવતી વખતે તેનું મિશ્રણ વધારે નરમ થઇ જાય છે. આવા સમયે ટોસ્ટને મિકસરમાં ક્રશ કરી કટલેસના મિશ્રણમાં ભેળવી દેવાથી મિશ્રણ ઘટ્ટ બની જશે.   -કોઇ પણ શાકના સ્ટફડ પરોઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા કોથમીર અને ફુદીનાના પાન નાખો.   -શીરો બનાવતી વખતે પાણીમાં ખાંડની સાથે અડધો કપ દૂધ નાખો અને એની ચાસણી બનાવો. શીરાના સ્વાદની સાથે તેની પૌષ્ટિકતા વધી જશે.   -પલાળેલા સાબુદાણાને મેશ કરી શિંગોડાના લોટમાં ભેળવી તેના ભજીયા બનાવો. તેમાં મરચાં-આદુંની પેસ્ટ વગેરે સ્વાદ મુજબ ભેળવી શકાય.   -લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલા લાંબા સમય સુધી તાજાં રહે એ માટે તેમાં હિંગનો ટુકડો મૂકી રાખો.

આપને પણ ક્યાંક મોબાઈલ ફોનનું આટલું વળગણ તો નથી ને?

Image
  મોબાઈલ જરૂરી, પરંતુ તેની ખોટી આદત સ્વાસ્થ્ય માટે જોખમી હાલમાં જ બ્રિટિશ શોધમાં જાણવા મળ્યું છે કે ફોનથી વધારે પડતી નિકટતા લોકોને એન્જાઇટી ઉપરાંત ડિપ્રેશન પણ આપી રહી છે. તેમની આ વાત સાથે ભારતીય નિષ્ણાતો પણ સહમત થયા છે અને ઝડપથી છૂટકારો મેળવવાનું કહે છે. જો તમારો ફોન તમારી સાથે બોર્ડરૂમ/કોલેજ કલાસથી લઇને બેડરૂમ અને બાથરૂમ સુધી પણ જો સાથે રહેતો હોય તો હવે જરૂરી બની ગયું છે કે તમે ફોનની સાથે તમારી નિકટતાને નવેસરથી ચકાસો. દુનિયા આખીમાં કરાયેલો સર્વે ફોન પરના અવલંબનને ગંભીર ગણાવી રહ્યો છે. આ ગંભીરતા પર બ્રિટિશ શોધકર્તાઓની શોધ પ્રકાશ પાડી રહી છે. તેમના મુજબ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોને થોડીવારમાં કોઇ મેસેજ કે અપડેટ ન મળે તો તેઓ એન્જાઇટીથી અકળાઇ જાય છે. એટલું જ નહીં, તણાવમાં હોવાના કારણે લોકો પોતાના ફોનને વારંવાર ચેક કરે છે અને કોઇ મેસેજ કે અપડેટ ન મળે તો તેમના તણાવમાં વધારો થાય છે. તમે પણ પોતાને ચકાસી જુઓ કે કયાંક તમે પણ ફોનની આદતનો શિકાર તો નથી બની રાા ને! *જો તમને આદત હોય તો? બાથરૂમમાં પણ મોબાઇલ ટિ્વટ કરતા બ્રાઉઝિંગ કરો છો. કોઇની સાથે વાત કરતા કરતા વારંવ

હવે એક ચિપ ઘ્યાન રાખશે, તમે દવા લીધી કે નહીં

Image
બાંયો પર લાગેલા પેચને દવા સાથે ગળેલી સેંસરથી સિગ્નલ મળશે. આવી રીતે જાણી શકાય છે કે દર્દીને યોગ્ય સમયે દવા લીધી છે કે નહી? અને એમાં શું સુધારો થઈ રહ્યો છે? યોગ્ય સમયે દવા લેવી, તે પણ મોટાભાગે લોકો યોગ્ય પ્રમાણમાં લોકો લેવાનું ભૂલી જાય છે. એવામાં જો રેગ્યુલર દવા ચાલી રહી હોય, તો વાત વધુ પેચીદી બની જશે. દવા લેવાનું ભૂલી જવાય તો તેનાથી ઘણીબધી તકલીફ ઊભી થઇ શકે છે. આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવા અને તેનું સમાધાન થઇ જાય તે માટે જ હવે એવી શોધ કરાઈ છે, જેમાં દર્દીને યોગ્ય સમય પર માત્ર દવા લેવાનું જ નહીં, સાથે સાથે ખોરાકની માત્રા સહિત એમાં થનારા સુધારા-વધારા પર પણ નજર રાખી શકાશે. આ કામને એક માઈક્રો ચિપ સેંસરની સાથે મલીને પરિણામ આપશે. આવી રીતે કામ કરશે બ્રિટનમાં પહેલી વાર દવાની સાથે માઈક્રોચિપ જોડીને એના સેવન અને તેની અસર પર દેખરેખ રાખશે. ચોખાના દાણાના આકારનું એક સેંસર દવાની સાથે દદીર્એ ગળવાની રહેશે. આ સેંસર કેટલાક ખાસ રીતના ખાધ પદાર્થોની સાથે મળીને બનાવ્યું હશે, જે શર

Music ક્રેઝી છો? તો પીસી પર જ બનાવો Music લાઇબ્રેરી

Image
    જો તમે પણ મ્યૂઝિકના શોખીન હો અને એવા લોકોમાંના એક હો જે પોતાના કમ્પ્યૂટરમાં હજારોની સંખ્યામાં મ્યૂઝિક ફાઇલ રાખે છે, પરંતુ એ ભૂલી જાય છે કે તેમની પસંદગીનું કયાં પડયું હશે, તો આ તમારા માટે છે. તમે તમારા કોમ્પ્યુટરમાં તમારા મનપસંદ ગીતોને કયાં મુકયા છે તે હવે તમારા માટે શોધવું ખૂબ જ સરળ થઇ જશે. એક સોફટવેરની મદદથી તમે મ્યૂઝિક ફાઇલને વ્યવસ્થિત રાખી શકશો અને સાથે જ તેને વિવિધ શ્રેણીઓમાં વહેંચીને લાઇબ્રેરી પણ બનાવી શકશો. સોફટવેરની મદદ લો મ્યૂઝિક ફાઇલ્સને વ્યવસ્થિત રાખવામાં મીડિયા મંકી સોફટવેર જે www.mediamonkey.com પરથી ડાઉનલોડ કરી શકશો

પોતાની વેબસાઈટ બનાવવા જઈ રહ્યાં છો તો આ જરૂર વાંચજો..!

Image
  - વેબસાઇટને વધુ કલરફુલ ન બનાવવાની ભૂલ ન કરો તમારી વેબસાઇટ હોય તો તેના હોમપેજ પર જ કોન્ટેકટ, પ્રોડકટ વગેરે જેવી જરૂરી માહિતી આપી દેવી જોઇએ. ઉપરાંત વેબસાઇટનાં પેજ વધુ કલરફુલ ન હોવાં જોઇએ, એમ ચેમ્બર ખાતે સેમિનારમાં યુકેથી આવેલા ઇ-કોમર્સના જાણકાર પરેશ રાજાએ જણાવ્યું હતું. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે બુધવારે સાંજે વેબસાઇટની ડિઝાઈન કેવી હોવી જોઇએ તે વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેથી આવેલા ઇ-કોમર્સના જાણકાર પરેશ રાજાએ વેપારીઓને વેબસાઇટનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે જે ધંધો તમે દુકાનમાં બેસીને ન કરી શકો તે વેબસાઇટની ક્લિક દ્વારા મેળવી શકો. જરૂર છે માત્ર થોડી સિસ્ટમ સુધારવાની. ખાસ કરીને વેપારીઓએ પોતાની વેબસાઇટ વધુ પડતી કલરફુલ ન રાખવી જોઇએ. કારણ કે લોકોને બ્લેક-વ્હાઇટમાં વાંચવાની મજા આવતી હોય છે. વેબસાઇટની ડિઝાઈન એવી હોવી જોઇએ કે જેથી મુલાકાત લેન

માઉસનો આ રીતે ઉપયોગ કરોને કામની સ્પીડ વધારો

Image
  સવારમાં સૌથી પહેલાં બધાં અખબાર પર ફટાફટ નજર નાખી લેવી હોય તો? હાજર છે મિડલ સ્ક્રોલ બટન! ફોલ્ડર પર એક ક્લિક કરશો એટલે એ ફોલ્ડરમાંની તમામ લિંકસ જુદી જુદી ટેબમાં એક સાથે ઓપન થવા લાગશે. ચશ્માં નાકની દાંડીએ હોય અને તમે આખા ઘરમાં શોધતા હો એવું તમારી સાથે બન્યું છે? ઘણા સાથે બનતું હોય છે. એમાં સવાલ યાદશક્તિનો નથી હોતો, બેધ્યાનપણાનો હોય છે. તમારું ધ્યાન ખરેખર ચશ્માં શોધવામાં હોય જ નહીં! કશુંક સાવ આપણી નજર સમક્ષ હોય અને આપણું પૂરતું ધ્યાન એના પર જાય નહીં એનું બીજું એક સરસ ઉદાહરણ આપણા કમ્પ્યુટરના માઉસનું સ્ક્રોલ બટન છે. તમે ઓપ્ટિકલ માઉસ વાપરતા હશો તો એ તમારા માઉસમાં હશે જ અને તમે એનો પેજ ઉપર-નીચે એટલે કે સ્ક્રોલ કરવાથી ખાસ વધુ ઉપયોગ નહીં કરતા હો એની પણ ગેરંટી! આ સ્ક્રોલ બટન ખરેખર કેટલુંક કામઢું છે? ચાલો જાણીએ... જોકે પહેલાં આ માઉસની થોડી હિસ્ટ્રી જાણી લઈએ. તમને યાદ હોય તો પહેલાં પેલા દડાવાળાં માઉસ આવતાં

બાપ, દીકરો અને ગધેડો...

એક દિવસ એક માણસ એના ગધેડાને લઇ માર્કેટ જઈ રહ્યો હતો, સાથે તેનો દીકરો પણ હતો, તેઓ રસ્તે ચાલ્યા જતા હતા. તે જોઇને લોકો કહેવા લાગ્યા કે જુઓ કેવા મૂરખા છે, સાથે ગધેડો છે તેમ છતાં ચાલતા ચાલતા જાય છે, આ સંભાળીને પેલા માણસે પોતાના દીકરાને ગધેડા પર બેસાડી દીધો અને ફરીથી ચાલવા લાગ્યા. ... ... થોડે દુર ગયા એટલે ફરીથી લોકો વાતો કરવા લાગ્યા કે આ દીકરો કેટલો નાસમજ છે, પોતાનો બાપ નીચે ચાલે છે અને પોતે મજાથી સવારી કરી રહ્યો છે. આ સંભાળીને દીકરો નીચે ઉતરી જાય છે અને પોતાને પિતાને બેસાડે છે, વળી થોડે દુર જાય છે તો લોકો ફરિથ ઈ વાતો કરે છે ,કે આ બાપ કેટલો આળસુ છે, પોતાને ફૂલ જેવા દીકરાને નીચે ચલાવે છે અને પોતે મજાથી ગધેડા પર બેઠો છે, તેઓમાં કોઈ અક્કલ નથી કે તે પોતાના દીકરાને પણ બેસાડી દે, આ સંભાળીને માણસે ફરીથી પોતાનો વિચાર બદલ્યો અને પોતાના દીકરાને પણ ,પોતાની બાજુમાં બેસાડી દીધો, થોડે દુર ગયા તો લોકોએ ફરીથી કહ્યું કે આ બાપ અને દીકરો કેટલા નિર્દયી છે, એક અબોલ પ્રાણી કે જે એક વ્યક્તિનો વજન ઉચકી શકે તેમ છે તેના પર બે લોકો મજાથી બેઠા છે. ખરેખર આ લોકો માં કોઈ દયા જ નથી. આ સાંભળી ને આ લોકોએ ફરીથી

આઘુનિક ફેશન ફંડા

-જૂના-નવા, પૂર્વ-પશ્ચિમના રંગ-ડિઝાઇનનું મિક્સ એન્ડ મેચ-આજકાલ તમે જે પહેરો તે બઘું ફેશનમાં ખપી જાય છે. ડ્રેસને મેંચંિગ પર્સ કે પગરખાં ખરીદવા દોડાદોડ કરવાની જરાય જરૂર નથી. હવે તો એક કલરના ડ્રેસ સાથે બીજા રંગનો બેલ્ટ અને ત્રીજા-ચોથા કલરના પર્સ-પગરખાંની ફેશન છે. તારી પાસે જે છે તેને મિક્સ એન્ડ મેચ કરી લે. તારો સમય, પૈસા અને કડાકૂટ બચી જશે. વળી તું ફેશનેબલમાં ખપી જઇશ એ છોગામાં.’ કોલેજમાં ભણતી શિવાંગી તેની પરિણીત બહેનને ફેશનનો લેટેસ્ટ મંત્ર સમજાવી રહી હતી. -આપણે પણ ઘણી વખત શું પહેરવું? શું સારું લાગશે? આઉટડેટેડ ફેશનના વસ્ત્રો પહેરીને પાર્ટીમાં જઈશ તો લોકો મારી ઉપર હસશે તો નહીં? જેવી અનેક પ્રકારની મૂંઝવણ અનુભવીએ છીએ. પરંતુ ફેશન ડિઝાઇનરો આપણી અવઢવ દૂર કરતાં કહે છે ઊડીને આંખે વળગે એવી સૌથી પહેલી વસ્તુ એટલે તમારાં વસ્ત્રોનો રંગ. તેની પસંદગી એકદમ યોગ્ય હોવી જોઈએ. જેમ કે બ્રાઉન અને નેવી બ્લુ ન્યુટ્રલ શેડ છે. તેથી તેને અન્ય કલર સાથે પહેરવા જોઈે. પણ આ બે કલર કે તેની સાથે કાળો રંગ જરાય નહીં શોભે. -આજે વિરોધાભાસી રંગોનું ચલણ ચાલી રહ્યું છે તેથી પરિધાન, એક્સેસરી, પર્સ કે પગરખાં મેચીંગ ન

મેકઅપ પૂર્વેની સાવચેતી

દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે. આથી જ સુંદરતા વધારવા માટે, સુંદર દેખાવા માટે સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. મેકઅપ ઉંમર પ્રમાણે કરવો જોઈએ. ઘણી સ્ત્રીઓ વર્ષો સુધી એકના એક કોસ્મેટિક વાપરતી હોય છે અને સસ્તી તથા વર્ષો જૂની, એની એ જ લિપસ્ટિક વગેરે લગાડતી હોય. મેકઅપ સુંદર દેખાવા માટે છે. આથી મેકઅપ કરતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જરૂરી છે. સૌથી પહેલાં તો તમારી ત્વચાને અનુરૂપ લિપસ્ટિક, પાઉડર તથા આઈ પેન્સિલ, આઈ શેડોનો રંગ પસંદ કરો. -થોડા દિવસ પહેલાંની જ વાત છે. મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કોસ્મેટિક કાઉન્ટર પર રાખેલો સામાન જોઈને મને નવાઈ લાગી કે મેકઅપ પ્રસાધનના સેમ્પલમાં સ્ટ્રેપ્ટોકોકલ બેક્ટિરેયા હતા. આનાથી ત્વચા પર ઇન્ફેકશન થઈ શકે છે. જોકે સ્ટ્રેપ્ટોકોકલ એલબસ અને એપીડરમિસ થોડા પ્રમાણમાં તો આપણી ત્વચામાં હોય છે જ. પરંતુ જૂના પડી રહેલા કોસ્મેટિકમાં તેના નુકસાનકારક અંશ પેદા થતા હોય છે. -જોકે મેકઅપમાં એન્ટીબેક્ટિરેયા પદાર્થ નાખવામાં આવતા હોય છે. છતાંય ઘૂળ, કચરો, ગંદા સ્પંજ અને મેકઅપના જૂના બ્રશથી બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે. આથી વધારે સમય વાપરેલા સ્પંજ અને બ્રશ હંમેશા

સૌંદર્ય સમસ્યા

હું ૨૮ વરસની મહિલા છું. મારા પેટ અને પગ પર સ્ટ્રેચ માર્કસ પડી ગયા છે તેને દૂર કરવાના ઉપાયો * મર્યાદા કરતાં ત્વચાનું વધારે ખેંચાણ થવાથી ડાઘા પડી જાય છે. મોટા ભાગે પ્રેગનન્સી તેમજ વધારે પડતું વજન હોવાથી આ સમસ્યા ઊદભવતી હોય છે. તમે બદામ અથવા ઓલિવ અથવા એરંડંિયુ તેલ લગાડો. ઓલિવ ઓઇલ, એલોવીરા જેલ અને અને વિટામિન ઇ તેલ ભેળવી સ્ટ્રેચ માર્કસ પર લગાડવાથી ફાયદો થાય છે. ઓલિવ ઓઇલને બદલે બદામનું તેલ લઇ શકાય. ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવી. દિવસ દરમિયાન ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું. સ્ટેચ માર્કસ કદી સંપૂર્ણપણે જતા નથી. આ ઉપાયોથી તે આછા-હળવા થશે. હું ૨૬ વરસની યુવતી છું.મારી ત્વચા તૈલીય છે. ત્વચા પરનું તેલ ઓછું કરવા ફેસવોશનો ઉપયોગ કરું છું.પરંતુ કાંઇ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપાય. * ત્વચા પરની ચીકાશ ઓછી કરવા તૈલીય ત્વચા માટેના હળવા પ્રવાહી ક્લિનઝરથી સવારે અને સૂતા પહેલાં ત્વચા સાફ કરવી. આલ્કોહોલ વગરના ટોનરનો ઉપયોગ કરવો. તેલ વગરનું હળવું મોઇશ્ચરાઇઝર લગાડવું ઓઇલ ફ્રી ફાઉન્ડેશન વપારવું અને તેના પર હળવો ચળકતો ટ્રાન્સલ્યુસન્ટ પાવડર લગાડવો.સનસ્ક્રિન પણ ઓઇલફ્રી હોવું જોઇએ. ત્વચા વઘુ

રેફ્રિજરેટરનો યોગ્ય ઉપયોગ

-શાકભાજી રાખવાની ટ્રેમાં તમે પીણાં ઠંડા કરવા રાખો છો ? જો તમે એમ સમજતા હો કે રેફ્રિજરેટરમાં ખાદ્યપદાર્થો ઠાંસવાથી તમે તમારી જાતને ખાદ્યપદાર્થથી થતી સમસ્યાઓને દૂર રાખી શકશો તો તે તમારો ભ્રમ છે. જો તમે યોગ્ય રીતે રેફ્રિજરેટરનો ઉપયોગ ન કરતા હો તો સારું છે કે ખાદ્યપદાર્થો રેફ્રિજરેટરની બહાર જ રહે. રેફ્રિજરેટરમાં ફૂડ બરાબર રીતે ન રખાયું હોય તો તે તમને માંદા પાડી શકે છે. રેફ્રિજરેટરમાં સ્વચ્છતા પણ ન જળવાતી હોય તો તેમાં બેકટેરિયા ઉદભવે છે. જેનાથી ડાયેરિયા અથવા ફૂડ પોઇઝન થવાની શક્યતા રહે છે. મોટા ભાગની ગૃહિણીઓ રેફ્રિજરેટરનો ઉપયોગ ગોડાઉનની માફક કરે છે. આડેધડ ગમેતેમ ખાદ્યપદાર્થો તથા પીણાં રેફ્રિજરેટરમાં ઠાંસી દે છે. ઘણી થોડી એવી ગૃહિણીઓ હશે જેને રેફ્રિજરેટરનો યોગ્ય ઉપયોગની જાણકારી હશે. -રેફ્રિજરેટરની સફાઇ -રેફ્રિજરેટરને બહારની તેમજ અંદરથી બન્ને રીતે સાફ રાખવું જોઇએ જેતી બેકટેરિયા દૂર રહે. રેફ્રિજરેટરને સાફ કરતી વખતે હેન્ડલને પણ બરાબર લૂછવું. બહારથી રેફ્રિજરેટરને સાફ કરવાની સાથે-સાથે અંદરથી પણ સાફ કરવું. એટલું જ નહીં ખાદ્યપદાર્થો ભરીને રાખેલા વાસણો પણ સ્વચ્છ હોવા જોઇએ ફ્રિજમાં

શાકભાજીના જ્યુસ પીઓ વરસભેર જોશમા જીવો

Image
શાકભાજીનો રસ પીવાથી શરીર સ્ફુર્તીલું અને હળવું, ત્વચા તથા વાળ ચમકદાર બને છે - કોબીના રસમાં પેટના ચાંદા મટાડવાની ક્ષમતા હોય છે. પરંતુ તેનાથી વાયુ થવાની શક્યતા રહે છે. આથી નેચરોપેથ કે ન્યુટ્રીશનીસ્ટની સલાહ લીધા બાદ જ તે લેવો. - કાકડીના રસથી કિડની સાફ થાય છે. હાઈ, બ્લડપ્રેશરની તકલીફમાં રાહત થાય છે તથા ત્વચા તેજસ્વી બને છે. - બીટના જ્યુસથી રક્ત શુદ્ધ થાય છે અને લીવર તથા પિત્તાશય સ્વસ્થ રહે છે. - ગાજરનો રસ બીટાકેરોટીન, પોટેશિયમ, મિનરલ્સ અને ફ્‌થેલાઈડ તથા ગ્લુટાથીઓન સહિત કેન્સર વિરોધી તત્વોનો ઉત્તમ સ્રોત છે. - સિલેરીનો રસ પણ પોટેશિયમ અને સોડીયમથી ભરપૂર હોય છે તથા બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. - લસણ કુદરતી એન્ટિબાયોટીક તત્વો ધરાવે છે અને તેનાથી લોહી પાતળું થાય છે તથા કોલસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. શાકભાજીના રસમાં લસણની એક કળી ઉમેરવી. - આદુ પાચન

સ્લિમ રહેવાની સહેલી રીતો

Image
  સ્લિમ-ટ્રિમ રહેવા માટે વિવિધ વ્યાયામ તથા ડાયેટંની આશરો લેનારી માનુનીઓએ રોજં જીવનમાં અપનાવવા જેવા સામાન્ય નિયમો પર પણ ઘ્યાન આપવાની જરૂર છે. -પ્રથમ તો સ્વયંને પ્રેમ કરો તો જ ચરબી ઉતારવાના પ્રયાસો પર ભાર આપી શકશો. -રોજ આહારમાંથી મેંદો, તેલ, મસાલેદાર વાનગીઓ, ઠંડા પીણાંનું સેવન કરો પરંતુ નહીંવત પ્રમાણમાં. અનપ્રોસેસ્ડ ખાદપદાર્થો પણ ઓછા પ્રમાણમાં ખાવા. -શરીર પરનો મેદ ઘટાડવા લગભગ ૧૨૫ ગ્રામ જેટલા પાણીને ઉકાળી હુંફાળું કરવું.પછી તેમાં ૧૫-૧૫ ગ્રામ લીંબુનો રસ અને મધ ભેળવી શરબતની માફક પીવું. શરીર પરનો મેદ ઉતારવાનો આ રામબાણ ઇલાજ છે. પેટના રોગને દૂર કરી ભૂખને વધારે છે. સવારે નયણા કોઠે એક-બે મહિના નિયમિત લેવું. -આંબળાની ૠતુમાં રોજ સવારે વ્યાયામ અથવા સવારના ‘વોક’ બાદ બે પાકેલા આંબળા ચાવીને ખાવા. -જો આ રીતે કાચા આંબળા ન ખાઇ શકાય તો તેનો બે ચમચા આંબળાનો રસ અને બે ચમચા મધ ભેળવી પીવું.

દર શિયાળામાં સતત ખંજવાળ આખા શરીર ઉપર સોજા. સવારે ચાલવામાં તકલીફ નબળું શરીર, તીવ્ર કબજિયાત, કઠણ-ગંઠાયેલો મળ

પ્રશ્ન: મારી ઉંમર હાલમાં ૭૭ વર્ષની છે. સારી રીતે હાલી-ચાલી શકું એટલું સારું સ્વાસ્થ્ય છે. પણ મને કેટલાય વર્ષોથી શિયાળામાં ઠંડી વઘુ પડે ત્યારે બન્ને હાથે અને પગ પર (સાથળના મૂળથી તે છેક પગના પંજા સુધી) પુષ્કળ વલૂર એટલે કે ખણ આવે છે અને ક્યાંક ક્યાંક ખણવાથી ટશિયા ફૂટી નીકળે તેવું પણ થાય છે. આ બીમારી ફક્ત શિયાળાની ઠંડી પૂરતી જ હોય છે. પછી આખું વરસ આવી કોઈ તકલીફ રહેતી નથી. સવારે નાહ્યા પછી દરરોજ હાથે પગે વેસેલાઈન લગાવું છું જેથી ચામડી કોરી ન રહે. ઉત્તર: દર શિયાળામાં તમારે સરસવ તેલ, મહા મરિચ્યાદિ તેલ અથવા તો ચર્મ રોગહર તેલ લગાવીને માલિશ કરવી. માલિશ કર્યા પછી થોડીવાર તડકામાં બેસવું અથવા તો માલિશના એકાદ કલાક બાદ લીમડાના પાન નાખીને ઉકાળેલા પાણીથી સ્નાન કરી લેવું. એક શિયાળાથી બીજો શિયાળો આવે ત્યાં સુધી ઔષધો આ પ્રમાણે લેવા. (૧) પંચતિલકઘૃત ગૂગળ બે બે ગોલી સવાર સાંજ ભૂકો કરીને પાણી સાથે લેવી. (૨) કિશોર ગૂગળ, આરોગ્ય વર્ધિની તથા ગંધક-રસાયન ટીકડી બે બે સવાર સાંજ પાણી સાથે લેવી. (૩) ચાર ચમચી ખદિરાદિષ્ટમાં ચાર ચમચી મંજિષ્ઠાદિક્વાથ (પ્રવાહી) મેળવી, એટલું જ સામે પાણી ઉમેરી જમ્યા બાદ પીવું.

વાળ-સંભાળના ઘરેલુ ઉપચારવા

વાતાવરણમાં પ્રદૂષણના વઘુ પડતા પ્રભાવથી વાળની સમસ્યા સામાન્ય બની ગઇ છે. અને વાળની કાળજી માટે આડેધડ ઉપાયો કરતી હોવાને કારણે ઘણી વખત ફાયદો તો નથી થતો હોતો પરંતુ વાળ વઘુ બગડી જતા હોય છે. પરંતુ જો ઘ્યાનમાં રાખીને વાળની કાળજી રાખવામાં આવે તો વાળ ચોક્કસ મુલાયમ તથા આકર્ષક રાખી શકાય છે. -ઓલિવ ઓઇલ અથવા રાઇનું તેલ સૂતાં પહેલાં વાળમાં લગાડવું અને બીજે દિવસે સવારે વાળ ધોઇ નાખવાં. -ઉકાળેલા રાઇના તેલથી મસાજ કરવો. -વાળને સ્વસ્થ રાખવા પૌષ્ટિક આહાર મહત્વનો છે. તેમજ વ્યાયામથી પણ ફાયદો થાય છે. દિવસ દરમિયાન પાણી વઘુ પ્રમાણમાં પીવું તેમજ ફળ અને સલાડનું સેવન વાળ માટે લાભદાયક નિવડે છે. -બાફેલી અડદની દાળ તથા મેથીની પેસ્ટથી અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળ ધોવા. -વાળ વધારવા હોય તો પણ ચાર-પાંચ અઠવાડિયે થોડા કાપવા. કોપરેલમાં લીંબુનો રસ ભેળવી લગાડવાથી ફાયદો થાય છે. કોઇ પણ પ્રકારના રબર બેન્ડનો ઉપયોગ કરવો નહીં.તેનાથી વાળ તૂટવાના તેમજ દ્વિમુખી થવાની શક્યતા વધી જાય છે. તેના બદલે સ્ક્રંચી તથા કાપડાથી ઢાંકેલા બેન્ડનો ઉપયોગ કરવો. -ભીના વાળ પર હેર બ્રશનો ઉપયોગ ન કરવો. ભીના વાળ સુકા વાળ કરતાં ત્રણ ગણાં નબળા હો

અજમાવી જુઓ

- સામાન્ય નબળાઇ દૂર કરવા ખારેકને માટીના અથવા કાચના વાસણમાં રાતના પલાળવી. સવારે તેમાંથી તેનો ઠળિયો કાઢી લેવો.૩૦૦ ગ્રામ જેટલા દૂધમાં ઉકાળવું. ૫૦ ગ્રામ જેટલું દૂધ બળી જાય એટલે ગેસ પરથી ઉતારી પીવા લાયક ઠંડુ થાય એટલે પી લેવું. થોડા દિવસ નિયમિત સેવન કરવું.   - કેકને હળવી અન સ્પોનજી બનાવવા અડધા કિલો લોટમાં એક ટી સ્પૂન ગ્લિસરીન નાખવું.   - ચાકુ પરથી ફણસની ચીકાશ દૂર કરવા તેને ગેસ પર તપાવીને અખબારના ચોખ્ખા કાગળથી લૂછી નાખવું.   - ફર્નિચર વેક્સથી એશ ટ્રેને સાફ કરવાથી એશ ચકચકિત થાય છે.   - પાંદડાયુક્ત ભાજીમાં ઝીણા જીવડા હોય છે જે નરી આંખે દેખાતા નથી હોતા તેથી ભાજીને રાંધતા પહેલાં   મીઠામા પાણીમાં રાખવી જેથી જીવડાં દૂર થશે.   - કટાયેલી છરી પર કાંદો ઘસીને થોડી વાર રાખી મૂકવાથી કાટ દૂર થાય છે.   - ચામડાની વસ્તુઓને ચમકીલી કરવા ભીના કપડામાં લીંબુનો રસ નાખી ઘસવું.   - એક ચમચી આદુના રસમાં ચપટી સૂંઠનો ભૂક્કો, કાળા મરીનો ભૂક્કો અને બે ટીપાં લીંબુો રસ ભેળવી બાળકને ચટાડવાથી હેડકી આવતી દૂર થાય છે. -કોબીના સંભારામાં બાફેલા વટાણા નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે તેમ જ રંગ પણ સારો લાગે છે. ઉપરથી

ચટપટી પિનટ ચાટ

ચટપટી પિનટ ચાટ સામગ્રી: મગફળીના દાણા, 200 ગ્રામ ટમેટુ, 1 ડુંગળી, 1 લીલુ મરચું, 1 ચાટ મસાલો, 1 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર લીંબુનો રસ, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન અથવા મરી પાવડર 1 ટીસ્પૂન લીલા ધાણા, 1 ટેબલસ્પૂન રીત: - મગફળીના દાણાને પાણી સાથે પ્રેશર કુકરમાં બાફી લો. - બાફેલા સિંગદાણાને પાણીમાંથી નિતારી લો. - ટમેટા, ડુંગળી અને લીલા મરચાંને ઝીણા સમારી લો. - હવે એક મિક્સિંગ બાઉલમાં બાફેલા સિંગદાણા, સમારેલા ટમેટા-ડુંગળી-લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો. - તેમાં લાલ મરચાનો પાવડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. - તેના પર લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

બનાવો પૌષ્ટિક 'મગનું ઓસામણ'

Image
    કોઈપણ બીમારીમાં શક્તિ પૂરી પાડશે મગનું ઓસામણ સામગ્રી 1 કપ બાફેલા મગ 1/2 લીબું મીઠું સ્વાદઅનુસાર 1/2 ટી સ્પૂન રાઈ કે જીરું મીઠો લીમડો આદુનો ટુકડો લીલા મરચા ઘી જરૂર પ્રમાણે પાણી રીત -મગ વાપરવાનાં પાંચ છ કલાક પહેલાં પલાળી રાખો     -આ મગમાં 2 ગ્લાસ પાણી ઉમેરી એક તપેલીમાં ચડવા માટે મૂકો   -મગ ચડી જાય એટલે તેને એક વાસણમાં ગાળી લો   -મગના વધેલા પાણીની અંદર મીઠુ અને લીંબુ નીચોવો   -તેમાં ઘીનો વઘાર કરો, ઘીમાં જીરૂ, મીઠો લીમડો આદુ મરચાંની પેસ્ટ અને હીંગનો વઘાર કરી મગના  પાણીમાં ઉમેરો   -આ મગનું પાણી આપ કોઈપણ બીમાર વ્યક્તિને આપી શકો છો. તેને શક્તિ મળશે   -તમે મગનો ઉપયોગ બાફીને કે લિક્વીડ મગ બનાવીને કરી શકો છો