Posts

Showing posts from 2013

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નરેન્દ્રભાઇ નેતાઓના નેતા અને રાજાઓના રાજા છે

Image
અનિલ અંબાણીએ જયશ્રી કૃષ્ણ, નમસ્કાર-ગુડમોર્નિંગ કહીને સમિટમાં પોતાનું વકતવ્ય શરૂ કર્યું હતું. તાળીઓના ગડગડાટથી લોકોએ તેમને વધાવી લીધા. મુકેશ અંબાણી પણ મલકાઇ ગયા હતા. ગાંધીજી, સરદાર પટેલ, ધીરૂભાઇ અંબાણી અને મોદીનો એકસાથે ઉલ્લેખ કર્યો હતો. લોકોના ભગવાન છે એમ અંબાણીએકહ્યું હતું. અનિલ અંબાણીએ કહ્યું કે નરેન્દ્ર ભાઇ નેતાઓના નેતા અને રાજાઓના રાજા છે. અનિલ અંબાણીએ મોદીના નેતૃત્વ અને વિઝનની પ્રશંસા કરી. ગાંધીજી નેતૃત્વને થિયરી અને પ્રેકટિસના સંક્રાંતિ તરીકે જોતા, તે જ વિઝનને નરેન્દ્ર ભાઇ ફોલો કર્યા છે. ખુલ્લી આંખ હૃદય અને દિમાગથી નરેન્દ્રભાઇ સપનાં જોઇ રહ્યા છે. અર્જન જેવી તેમની દ્રષ્ટિમાં છે. દેશ અને વિશ્વમાંથી રોકાણ લાવવા માટે નરેન્દ્રભાઇ મેગ્નેટ સમાન છે. નરેન્દ્રભાઇને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા અપીલ કરીને પોતે પણ તાળીઓ પાડીને વધાવી લીધા.   અદી ગોદરેજે મોદીને ત્રીજી વખત ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદી માત્ર ગુજરાત માટે નહીં દેશ માટે આદર્શ મોડલ રજૂ કર્યું અને બીજા રાજ્યો તેને અનુસરે

ચાંદને પણ ભુલી જશો તમે ગુજરાતના આ સ્થળે

Image
આપણુ ગુજરાત જ્યા દરિયો,રણ,પહાડો,હરિયાળી બધી જ કુદરતી સૌંદર્યતા જોવા મળે છે. અને પ્રત્યેક ગુજરાતી વાકેફ પણ છે રણ ની સહેલ કરવી એ પણ જીંદગી નો એક લ્હાવો છે. અને એ પણ રણ જો સફેદ હોય ચાંદની રાત ની આ સફેદ ધરતી એમ લાગે જાણે ચાંદ જમીન પર આવી ગયો છે આ અનોખુ રણ છે ધોરડો(કચ્છ)નુ સફેદ રણ . અહીં મીઠું આપોઆપ બને છે. તેથી તેને મીઠાનું સરોવર પણ કહેવાય છે. એક સર્વે અનુસાર કચ્છ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગયા એક જ વર્ષમાં ૩૧૭૭૧ પ્રવાસીઓએ ભુજ તાલુકાના સફેદ રણ સહિત વિશ્ચ પ્રસિધ્ધ પર્યટન સ્થળોની મુલાકાત લીધી છે.

આવી ગયું એવું પ્રિન્ટર, જેને તમે ખિસ્સામાં રાખીને ફરી શકશો

Image
પ્રિન્ટરને અત્યાર સુધી તમે ડેસ્ક પર પડેલા જ જોયા હશે. અને તે સ્વાભાવિક પણ છે. આટલી મોટી વસ્તુને સાથે રાખીને કેવી રીતે ફરી શકાય. પણ હવે આ પરિસ્થિતિનો ઉકેલ પણ આવી ગયો છે. એલજીએ દુનિયાનું સૌથી નાનું ઇન્ક ફ્રી પ્રિન્ટર દુનિયા સમક્ષ રજૂ કર્યું છે, જે તમારા ખિસ્સામાં પણ ફીટ થઇ જશે. એલજીનું પોકેટ ફોટો PD221 એક વાયરલેસ બ્લુટૂથ મોબાઇલ પિક્ચર પ્રિન્ટર છે, જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોન વડે ઓપરેટ થાય છે. ગૂગલ પ્લે સ્ટોર પર પ્રાપ્ય એલજીનાં “Pocket Photo” એપની મદદથી યુઝર્સ ફોટોને ઝડપથી હેન્ડલ કરીને ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ લાવી શકે છે, જેનાં વડે ઇમેજ સીધી જ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર મૂકી શકાય છે. સ્માર્ટ મોબાઇલ પ્રિન્ટર “LG Pocket Photo” સ્માર્ટફોનની વાયરલેસ કનેક્ટિવિટીની મદદથી હાઇ ક્વોલિટી પ્રિન્ટિંગ આપે છે. ફક્ત મોબાઇલ ફોન જ નહીં, આ પ્રિન્ટરનો ઉપયોગ વાઇ-ફાઇ, બ્લુટૂથ યુએસબી અને એનએફસી (નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન) કનેક્ટિવિટીનાં વિકલ્પ વડે લેપટોપ અને ડિજીટલ કેમેરા સાથે કનેક્ટ કરીને પણ પિક્ચર પ્રિન્ટ કરવા માટે થઇ શક