નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવી ગયું એવું પ્રિન્ટર, જેને તમે ખિસ્સામાં રાખીને ફરી શકશો

પ્રિન્ટરને અત્યાર સુધી તમે ડેસ્ક પર પડેલા જ જોયા હશે. અને તે સ્વાભાવિક પણ છે. આટલી મોટી વસ્તુને સાથે રાખીને કેવી રીતે ફરી શકાય. પણ હવે આ પરિસ્થિતિનો ઉકેલ પણ આવી ગયો છે. એલજીએ દુનિયાનું સૌથી નાનું ઇન્ક ફ્રી પ્રિન્ટર દુનિયા સમક્ષ રજૂ કર્યું છે, જે તમારા ખિસ્સામાં પણ ફીટ થઇ જશે.

એલજીનું પોકેટ ફોટો PD221 એક વાયરલેસ બ્લુટૂથ મોબાઇલ પિક્ચર પ્રિન્ટર છે, જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોન વડે ઓપરેટ થાય છે.





ગૂગલ પ્લે સ્ટોર પર પ્રાપ્ય એલજીનાં “Pocket Photo” એપની મદદથી યુઝર્સ ફોટોને ઝડપથી હેન્ડલ કરીને ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ લાવી શકે છે, જેનાં વડે ઇમેજ સીધી જ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર મૂકી શકાય છે.

સ્માર્ટ મોબાઇલ પ્રિન્ટર “LG Pocket Photo” સ્માર્ટફોનની વાયરલેસ કનેક્ટિવિટીની મદદથી હાઇ ક્વોલિટી પ્રિન્ટિંગ આપે છે.
ફક્ત મોબાઇલ ફોન જ નહીં, આ પ્રિન્ટરનો ઉપયોગ વાઇ-ફાઇ, બ્લુટૂથ યુએસબી અને એનએફસી (નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન) કનેક્ટિવિટીનાં વિકલ્પ વડે લેપટોપ અને ડિજીટલ કેમેરા સાથે કનેક્ટ કરીને પણ પિક્ચર પ્રિન્ટ કરવા માટે થઇ શકે છે.

આ પ્રિન્ટરમાં પિક્ચર પ્રિન્ટ કરવા માટે ટેક્નોલોજી ઓફ ઝિંક (ઝીરો ઇન્ક) નો ઉપયોગ કરાયો છે. તેને ખાસ કરીને દુનિયાનાં સૌથી નાનાં પ્રિન્ટરોમાં સામેલ કરવા માટે બનાવાયું છે. આ પ્રિન્ટર ગુલાબી, ઓરેન્જ અને સિલ્વર જેવા રંગોમાં ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી