Thursday, January 10, 2013

નરેન્દ્રભાઇ નેતાઓના નેતા અને રાજાઓના રાજા છે

અનિલ અંબાણીએ જયશ્રી કૃષ્ણ, નમસ્કાર-ગુડમોર્નિંગ કહીને સમિટમાં પોતાનું વકતવ્ય શરૂ કર્યું હતું. તાળીઓના ગડગડાટથી લોકોએ તેમને વધાવી લીધા. મુકેશ અંબાણી પણ મલકાઇ ગયા હતા. ગાંધીજી, સરદાર પટેલ, ધીરૂભાઇ અંબાણી અને મોદીનો એકસાથે ઉલ્લેખ કર્યો હતો. લોકોના ભગવાન છે એમ અંબાણીએકહ્યું હતું. અનિલ અંબાણીએ કહ્યું કે નરેન્દ્ર ભાઇ નેતાઓના નેતા અને રાજાઓના રાજા છે.

અનિલ અંબાણીએ મોદીના નેતૃત્વ અને વિઝનની પ્રશંસા કરી. ગાંધીજી નેતૃત્વને થિયરી અને પ્રેકટિસના સંક્રાંતિ તરીકે જોતા, તે જ વિઝનને નરેન્દ્ર ભાઇ ફોલો કર્યા છે. ખુલ્લી આંખ હૃદય અને દિમાગથી નરેન્દ્રભાઇ સપનાં જોઇ રહ્યા છે. અર્જન જેવી તેમની દ્રષ્ટિમાં છે. દેશ અને વિશ્વમાંથી રોકાણ લાવવા માટે નરેન્દ્રભાઇ મેગ્નેટ સમાન છે. નરેન્દ્રભાઇને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા અપીલ કરીને પોતે પણ તાળીઓ પાડીને વધાવી લીધા.
 
અદી ગોદરેજે મોદીને ત્રીજી વખત ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદી માત્ર ગુજરાત માટે નહીં દેશ માટે આદર્શ મોડલ રજૂ કર્યું અને બીજા રાજ્યો તેને અનુસરે છે. મોદીની દૂરંદેશી અને નેતૃત્વની પ્રશંસા કરી. સ્કિલ વધારવા માટે કંપનીઓનો સહાક લેવાની પ્રશંસા કરી.

ગુજરાતના છઠ્ઠા વાઇબ્રન્ટ સમિટનો આજે ભવ્યાતિભવ્ય પ્રારંભ થઇ ગયો છે. દેશના 200થી વધુ ઉદ્યોગપતિઓ આજે વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજર રહ્યા છે. દુનિયાભરમાંથી અલગ-અલગ ક્ષેત્રોના પાંચ હજારથી વધુ લોકો હાજર રહ્યા છે.
 
મહાત્મા મંદિર ખાતે છઠ્ઠા વાઇબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ચંદા કોચર, અજીમ પ્રેમજી, ગૌતમ અદાણી, રતન ટાટા વગેરે ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં વિઝન ટુ રિઆલિટીના પુસ્તકના વિમોચન બાદ સીઆઇઆઇના અધ્યક્ષ અને ગોદરેજ ગ્રૂપના આદિ ગોદરેજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત વિશેની વાત કરી હતી.
 

 

ચાંદને પણ ભુલી જશો તમે ગુજરાતના આ સ્થળે

આપણુ ગુજરાત જ્યા દરિયો,રણ,પહાડો,હરિયાળી બધી જ કુદરતી સૌંદર્યતા જોવા મળે છે. અને પ્રત્યેક ગુજરાતી વાકેફ પણ છે રણ ની સહેલ કરવી એ પણ જીંદગી નો એક લ્હાવો છે. અને એ પણ રણ જો સફેદ હોય ચાંદની રાત ની આ સફેદ ધરતી એમ લાગે જાણે ચાંદ જમીન પર આવી ગયો છે આ અનોખુ રણ છે ધોરડો(કચ્છ)નુ સફેદ રણ .

અહીં મીઠું આપોઆપ બને છે. તેથી તેને મીઠાનું સરોવર પણ કહેવાય છે. એક સર્વે અનુસાર કચ્છ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગયા એક જ વર્ષમાં ૩૧૭૭૧ પ્રવાસીઓએ ભુજ તાલુકાના સફેદ રણ સહિત
વિશ્ચ પ્રસિધ્ધ પર્યટન સ્થળોની મુલાકાત લીધી છે.

આવી ગયું એવું પ્રિન્ટર, જેને તમે ખિસ્સામાં રાખીને ફરી શકશો

પ્રિન્ટરને અત્યાર સુધી તમે ડેસ્ક પર પડેલા જ જોયા હશે. અને તે સ્વાભાવિક પણ છે. આટલી મોટી વસ્તુને સાથે રાખીને કેવી રીતે ફરી શકાય. પણ હવે આ પરિસ્થિતિનો ઉકેલ પણ આવી ગયો છે. એલજીએ દુનિયાનું સૌથી નાનું ઇન્ક ફ્રી પ્રિન્ટર દુનિયા સમક્ષ રજૂ કર્યું છે, જે તમારા ખિસ્સામાં પણ ફીટ થઇ જશે.

એલજીનું પોકેટ ફોટો PD221 એક વાયરલેસ બ્લુટૂથ મોબાઇલ પિક્ચર પ્રિન્ટર છે, જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોન વડે ઓપરેટ થાય છે.

ગૂગલ પ્લે સ્ટોર પર પ્રાપ્ય એલજીનાં “Pocket Photo” એપની મદદથી યુઝર્સ ફોટોને ઝડપથી હેન્ડલ કરીને ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ લાવી શકે છે, જેનાં વડે ઇમેજ સીધી જ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર મૂકી શકાય છે.

સ્માર્ટ મોબાઇલ પ્રિન્ટર “LG Pocket Photo” સ્માર્ટફોનની વાયરલેસ કનેક્ટિવિટીની મદદથી હાઇ ક્વોલિટી પ્રિન્ટિંગ આપે છે.
ફક્ત મોબાઇલ ફોન જ નહીં, આ પ્રિન્ટરનો ઉપયોગ વાઇ-ફાઇ, બ્લુટૂથ યુએસબી અને એનએફસી (નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન) કનેક્ટિવિટીનાં વિકલ્પ વડે લેપટોપ અને ડિજીટલ કેમેરા સાથે કનેક્ટ કરીને પણ પિક્ચર પ્રિન્ટ કરવા માટે થઇ શકે છે.

આ પ્રિન્ટરમાં પિક્ચર પ્રિન્ટ કરવા માટે ટેક્નોલોજી ઓફ ઝિંક (ઝીરો ઇન્ક) નો ઉપયોગ કરાયો છે. તેને ખાસ કરીને દુનિયાનાં સૌથી નાનાં પ્રિન્ટરોમાં સામેલ કરવા માટે બનાવાયું છે. આ પ્રિન્ટર ગુલાબી, ઓરેન્જ અને સિલ્વર જેવા રંગોમાં ઉપલબ્ધ છે.

Monday, August 27, 2012

ધૂમ્રપાનની આદત છોડવાનો આ છે સૌથી સરળ નુસખો?ગ્રીન ટીનાં ફાયદાકારક તત્વો ઉપર થયેલા એક સંશોધન દ્વારા જાણવાં મળ્યું છે કે, ધૂમ્રપાન કરનારા લોકો માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી ધૂમ્રપાન કરનાવી આદત ધીમે-ધીમે છૂટતી જાય છે.

- એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
- ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે.


માલાબાર કેન્સર સેન્ટર ખાતે, કોમ્યુનિટી ઓન્કોલોજી વિભાગના અદ્યાપક ડૉ. ફ્સાં ફ્લિપિનું કહેવું છે, "ચીનમાં થયેલા એક નવા રિસર્ચ પરથી જાણવાં મળ્યું છે કે, ગ્રીન ટીમાં મળી આવતું એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે."

ડૉ. ફ્લિપિનું કહેવું છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને, ગ્રીન ટીનું સેવન કરવાથી તેવો જ તૃષ્ટિગુણ મળે છે, જેવો સિગારેટ કે બીડી પીતા સમયે તેને મળતો હોય છે.

કોચીનની લેકશોર હોસ્પિટલના કેન્સર વિભાગ સાથે જોડાયેલા થૉમસ વર્ગીઝનું કહેવું છે, "ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે. તેનાથી ફેફસાનું કેન્સર થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે."

તેમણે જણાવ્યું કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે. તેમનામાં વિટામીન સી અને ઈ, તેમજ કેલ્શિયમ, ફ્લોટ, ઓમેગા, ફૈટી એસિડ વગેરેનો પણ અભાવ થઈ જવાથી, કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. ગ્રીન ટીમાં રહેલું એન્ટી ઓસ્કિડેન્ટ, શરીરના ઓક્સિડેન્ટમાં સંતુલન બનાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

Friday, August 24, 2012

રસોડાની રંગત

-અથાણાના સંભારમાં ૧૦થી ૧૨ લવંિગનું તેલ ભેળવવાથી અથાણામાં ફંગસ નથી થતી.

-શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો તેમાં એક બાફેલા બટાકાને છૂંદીને નાખવું. શાકનો રસો ગાઢ્ઢો થઇ જતાં શાક સ્વાદિષ્ટ લાગશે.


-રસાવાળા શાકને વઘુ સ્વાદિષ્ટ કરવા મસાલો સાંતળતી વખતે દહીં તેમજ મગજતરીના બિયાંનો ભૂક્કો ભેળવવો. 


-કસ્ટર્ડ બનાવતી વખતે સાકરની સાથે થોડું દહીં ભેળવવાથી બમણું સ્વાદિષ્ટ થાય છે. 


-ચણાના લોટના પકોડા બનાવતી તેમાં થોડો ચોખાનો લોટ ભેળવવાથી પકોડા ક્રિસ્પી બને છે.


-ચણાના લોટની બરફી બનાવતી વખતે તેમાં થોડો રવો ઉમેરવાથી બરફી સ્વાદિષ્ટ બને છે.


-ચણાના લોટના ફૂલવડા બનાવતી વખતે બ્રેડનો સૂકો ચૂરો ઉમેરવાથી ક્રિસ્પી બને છે તેમજ તળવામાં તેલ ઓછું વપરાય છે.


-ચણાના લોટના પકોડા બનાવતી વખતે અથાણાનો સંભાર નાખવાથી સ્વાદ વધે છે. 


-બટાકા કાપ્યા પછી કાળા ન પડી જાય માટે સરકો અથવા લીંબુનો રસ ભેળવેલ પાણીમાં તેને પલાળી રાખવા.


-સૂપ બનાવતા પહેલા ટમેટાને રેફ્રિજરેટરમાં રાખવા. છાલ ઉતારવાની સરળતા પડે એટલે ટામેટા પર ગરમ પાણીની ધાર છોડવી.


-હળદર, જીરા અને ધાણા વગેરે મસાલાને ઉપયોગમાં લેતા પહેલા તેલમાં શેકવાથી શાકનો સ્વાદ તથા સુગંધ વધે છે.


-કેકને લાંબા સમય મટે તાજી રાખવા હવાચુસ્ત ડબામાં પાઉંના ટુકડા સાથે રાખવી.


-ખીર બનાવવાનું દૂધ પાતળું જણાય તો તેમાં વાટેલી ખસખસ ભેળવવી.


-સાકરને થોડી શેકી કેકમાં ભેળવવાથી કેક ફૂલે છે.


-સૂપમાં નાખવા ક્રિમ ન હોય તો દૂધ તથા બટર ભેળવી નાખી શકાય.


-દાળ-ચોખામાં લસણની કળી અથવા તો લીમડાના પાન મૂકવાથી તેમાં જીવાત પડતી નથી. આ ઉપરાંત એરડંિયા તેલથી ચોખો ચોળીને રાખવાથી પણ ચોખા સુરક્ષિત રાખી શકાય છે.


-બટાકા બાફતી વખતે તેમાં મીઠું તથા વિનેગાર રાખવાથી બટાકા જલદી બફાય જાય છે તેમજ ફાટતા નથી.

-કોલીફ્‌લાવરનું શાક બનાવતી વખતે બે મોટા ચમચા દૂધ ભેળવવાથી શાકનો રંગ ખીલી ઊઠે છે.

-જલેબી બનાવતી વખતે ચાસણીમાં થોડું સાઇટ્રીક એસિડ નાખવાથી જલેબી ક્રિસ્પી બને છે.

-દાળમાં આદુ નાખવાથી દાળ સ્વાદિષ્ટ થાય છે ઉપરાંત ગેસ પણ થતો નથી.


-શાકમાં મીઠું વઘુ થઇ જાય તો બાફેલા બટાકાને છૂંદીને નાખવું. અથવા એક ચમચો ચણાનો લોટ શેકીને નાખવો.

-દહીં વધારે ખાટું થઇ ગયું હોય તો તેમાં બે કપ પાણી નાખી ૪૫ મિનિટ પછી પાણી નીતારી લેવાથી ખટાશ નીકળી જશે.

અજમાઓ

' પ્રેશર કુકર ઉપયોગમાં લેવાયું હોય ત્યારે તેના ઢાંકણ પર લસણની કળીઓ ૧૦ મિનિટ રાખવાથી છોતરા જલદી નીકળી જશે.

' અલ્સર શરૂઆતની સ્થિતિમાં હોય તો મધને દૂધ તથા ચા સાથે લેવાથી રાહત થાય છે.

' સૂકી ઊધરસમાં મધ તથા લીંબુનો રસ સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.

' આદુના રસ તથા મધનું સપ્રમાણ સેવન કરવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે તેમજ હેડકી આવતી હોય તો બંધ થાય છે.

' કબજિયાતથી રાહત પામવા ટામેટા અથવા સંતરાના રસમાં એક ચમચો મધ ભેળવી સેવન કરવાથી લાભ થાય છે.

' સંતરાની છાલના પાવડરમાં બે ચમચા મધ નાખી ફીણી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે તથા કાંતિવાન બને છે.

' ગ્રેવીના રંગને ઘેરો કરવા ચપટી કોફી ભેળવવી.

' કસ્ટર્ડ બનાવતી વખતે સાકર સાથે એક ચમચો મધ નાખવાથી વઘુ સ્વાદિષ્ટ થાય છે.

' મુખમાંના છાલાના છૂટકારા માટે ભોજન બાદ એક નાની હરડે ચૂસવી.

' શેતૂરનો રસ અડધો ગ્લાસ એક-એક ધૂંટડો દિવસમાં બે વાર પીવાથી છાલામાં ફાયદો કરે છે.

' ચપટી કપૂર તથા એક નાનો ચમચો દળેલી ખડા સાકર ભેળવી છાલા પર લગાડવાથી લાભ થાય છે.

' બટાકા બાફતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી બટાકા ફાટી નથી જતા.

' નારિયળ પાણી ત્વચા, પાચન તંત્ર અને વાળ માટેે લાભકારી છે. અઠવાડિયામાં બે વાર નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે.

' ચહેરાની ત્વચાને નરમ મુલાયમ રાખવા કેળાને છૂંદી ચહેરા પર લગાડવું. ૧૦ મિનિટ પછી ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો.

' સફરજન, કાકડીને છાલ સહિત ખાવુ જોઇએ. ભોજન બાદ રોજ એક સફરજન દાંતથી તોડીને ખાવાથી દાંતની સફેદી વધે છે.'ક્રિસ્પી ઇડલી ચાટ'ક્રિસ્પી ઇડલી ચાટ

સામગ્રી :
નાની ઇડલી - ૧૫ નંગ
પનીરના ટુકડા - અડધી વાટકી
બાફેલા બટાકાના ટુકડા - અડધી વાટકી
બાફેલા કાળા ચણા - અડધી વાટકી
ક્રશ કરેલી પાપડી - જરૂર મુજબ
સજાવટ માટે
આમલીની ચટણી - જરૂર મુજબ
ગળ્યું દહીં - સ્વાદ મુજબ
મરચું - સ્વાદ મુજબ
સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ
સમારેલી કોથમીર - થોડી
સેવ - ભભરાવવા માટે
મીઠું - સ્વાદ મુજબ

રીત :
-ઇડલીને એકદમ ક્રિસ્પી સાંતળી લો.
-એ જ રીતે બાફેલા ટુકડા અને પનીરના ટુકડા પણ સાંતળી લો.
-ઇડલીમાં ક્રશ કરેલી પાપડી મિકસ કરો.
-હવે એક પ્લેટમાં સૌપ્રથમ ઇડલી, પનીર અને બટાકાના ટુકડા, પાપડી, આમલીની ચટણી, ગળ્યું દહીં, મીઠું, મરચું, બાફેલા ચણાથી સજાવટ કરો.
-છેલ્લે બારીક સેવ અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

'ચાઇનીઝ કોર્ન ચાટ'ચાઇનીઝ કોર્ન ચાટ

સામગ્રી :
મકાઇના દાણા - ૨ વાટકી,
પલાળેલા મગ, સીંગ અને ચણા - ૩ વાટકી,
દાડમના દાણા અને કોર્નફ્લેકસ - અડધી વાટકી,
લીંબુ - ૧ નંગ,
ટમેટાં - ૨ નંગ,
કેપ્સિકમ - ૨ નંગ,
ચાટ મસાલો - સ્વાદ મુજબ,
લીલાં મરચાં - ૨ નંગ,
વિનેગર - ૨ ચમચા,
ટમેટાનો સોસ - ૨ ચમચા,
સોયા સોસ - ૨ ચમચા,
કરમદાની ચટણી - ૧ ચમચો,
તેલ - ૧ ચમચો,
જીરું - અડધી ચમચી,
મીઠું - સ્વાદ મુજબ

રીત :
મકાઇના દાણાને કૂકરમાં બે સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
-પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું અને લીલાં મરચાંનો વઘાર કરો
-તેમાં પલાળેલી સીંગ, મગ અને ચણા નાખો.
-બે મિનિટ પછી મકાઇના દાણા નાખી મિકસ કરી ચાટ મસાલો, વિનેગર અને મીઠું મિકસ કરો.
-ઢાંકણું ઢાંકીને બે મિનિટ ધીમી આંચે રહેવા દો.
-પ્લેટમાં કાઢતાં પહેલાં લીંબુનો રસ, બંને સોસ ભેળવો.
-સર્વ કરતી વખતે દાડમના દાણા અને કોર્નફ્લેકસ ભભરાવો.
-છેલ્લે કેપ્સિકમની રિંગ અને ટમેટાથી સજાવીને સર્વ કરો.
-(આ ચાટમાં ફણગાવેલી દાળ પણ ભેળવી શકો છો.)

Tuesday, August 21, 2012

બોસઃ છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે?

બોસઃ એક એરોપ્લેનમાં 50 ઇંટ હતી, જો આપણે 1 ઇંટ નીચે ફેંકી દઇએ તો કેટલી ઇંટ વધે?
કર્મચારીઃ સર, 49.
બોસઃ હાથીને ફ્રિજમાં પુરવાના ત્રણ સ્ટેપ ક્યાં?
કર્મચારીઃ ફ્રિજ ખોલો, હાથી અંદર મુકો અને ફ્રિજ બંધ કરો.
બોસઃ હરણને ફ્રિજમાં પુરવાના ચાર સ્ટેપ ક્યાં?
કર્મચારીઃ ફ્રિજ ખોલો, હાથી બહાર કાઢો, હરણને અંદર પુરો અને ફ્રિજ બંધ કરી દો.
બોસઃ સિંહનો બર્થડે છે અને બધા જ પ્રાણીઓ સિંહને ફ્રિજમાં પુરવા માંગે છે, કેમ?
કર્મચારીઃ કારણ કે, હરણ ફ્રિજમાં છે.
બોસઃ એક મહિલા મગર સાથે નદી કેવી રીતે પાર કરી શકી?
કર્મચારીઃ કારણ કે, મગરને સિંહના બર્થડે પર જવાની ઉતાવળ હતી.
બોસઃ છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે?
કર્મચારીઃ ડુબીને.
બોસઃ ના, પ્લેનમાંથી ફેંકેલી ઇંટ વાગવાથી.

મોરલઃ વાત ગમે તેવી હોય પરંતુ બોસ હંમેશા સાચાં જ હોય.....

"પંજાબી છોલે"3 વ્યક્તિઓ માટે બનાવો છોલે

સામગ્રી:

350 ગ્રામ-કાબુલી ચણા,
2 બટાકા
150 ગ્રામ-ટામેટાં ગ્રેવી માટે
150 ગ્રામ-કોપરાનું ખમણ
2 ડુંગળી ગ્રેવી માટે
આમલી
આદું
મરચાં
કોથમીર
સોડા
મીઠું
તેલ અથવા ઘી જરૂરિયાત પ્રમાણે
મસાલા માટે:
ધાણા-જીરુ
મરી
તજ
લવિંગ અને ઈલાયચી

રીતઃ
- કાબુલી ચણાને રાત્રે પલાળી સવારે પાણીમાં સોડા નાખી બાફો.
- સૌ પ્રથમ ડુંગળીને સમારીને ઘીમાં સાંતળો
- ઘી ગરમ કરી બટાટાની ચિપ્સ તળીને એક બાજુ પર રાખો.
- તજ, લવિંગ, એલચી, ધાણા-જીરું મરીને શેકી તથા આદુ-મરચાં, કોથમીર બધાને વાટી નાખો.
- હવે વાટેલ મસાલો ઘીમાં સાંતળી તેમાં ટામેટાના ટુકડા અને આમલીનું પાણી ઉમેરો
-બાદમાં બાફેલ ચણા અને મીઠું નાખો થોડું ઉકાળો એટલે છોલે તૈયાર.
- ગરમાગરમ છોલે પ્લેટમાં મૂકી, તેના ઉપર બટાકા તથા ડુંગળીની ચિપ્સ, લીલાં મરચાંના ટુકડા, સમારેલ કોથમીરથી ગાર્નિશ કરો.
- બસ, પંજાબી છોલે તૈયાર પરોઠાં સાથે ગરમાગરમ છોલે સર્વ કરો.

ગમે તેવું Back pain હોય, આ ઉપાય પછી દુખાવો જશે

આજકાલ વર્ક પ્લેસ ઉપર વધુ બેસવાને લીધે નાની ઉંમરમાં જ લોકોને કરોડરજ્જૂ સાથે જોડાયેલી પરેશાનીઓ સતાવવા લાગે છે. જો તમારી સાથે પણ આવી જ કોઈ સમસ્યા હોય, લગાતાર બેસવા કે ઊભા રહેવાને લીધે તમને બેકપેઈન થઈ રહ્યું હોય તો રોજ સર્પાસન (ભુજંગાસન) કરો, બેકપેઇનથી ઝડપથી રાહત મળી જશે.

આગળ જાણો સર્પાસનની આસાન વિધિ અને તેનાથી થતા ફાયદા...


સર્પાસનની વિધિ કે ભુજંગાસનની વિધિ - કોઈપણ સમતળ અને સ્વચ્છ સ્થાને કામળો કે ચટ્ટાઈ પાથરીને પેટના બળ પર એટલે કે ઉંધા સુઈ જાવો. બન્ને પગને પરસ્પર જોડીને પૂરી રીતે જમીનથી ચીપકાવી દો. બન્ને હથેળીઓ ખંભાની પાસે રાખો, કોણીઓ ઉંચી રાખો. હથેળીઓ જમીનની તરફ રાખો તથા આંગળી પરસ્પર જોડાયેલી રાખો. આંખોને ખુલ્લી રાખો. હવે ઉંડો શ્વાસ લો ગર્દનને ઉપર ઉંચકાવો, પછી નાભીથી ઉપર પેટ અને છાતીને ઉઠાવી લો. આ આસનમાં શરીરની આકૃત્તિ ફેણ ઉઠાવેલા સાપ જેવી થાય છે. આ માટે આને ભુજંગાસન કહે છે. માથાથી નાભી સુધીનું શરીર જ ઉપાર ઉઠાવવું જોઈએ તથા નાભીની નીચે પગના આંગળીઓ સુધીનો ભાગ જમીનથી સમાન રીતે સટાવી રાખવો જોઈએ. ગરદનને ખેંચીને માથાને ધીરે-ધીરે વધુને વધુ ઊપર ઊઠાવવાનો પ્રયાસ કરવો. પોતાની આંખો ઉપર તરફ રાખવી. આ આસન પૂરું ત્યારે જ થશે જ્યારે તમે શરીરનો કમરનો ઉપરનો ભાગ માથા, ગરદન અને છાંતી સાપના ફેણની સમાન ઊંચી ઊઠી જશે. પીઠ ઉપર નીચેની તરફ નિતંબ અને કમર સાથે જોડીને વધુ ખેંચાણ થાય તો આ અવસ્થામાં આકાશ તરફ જોઈને થોડી સેકન્ડ સુધી શ્વાસ રોકો. જો તમે શ્વાસ રોકી ન શકો તો શ્વાસ સામાન્ય રીતે લો. ત્યારબાદ શ્વાસ છોડીને નાભી ઉપરના ભાગ, પછી છાતીના ભાગ અને માથાને જમીન ઉપર ટેકવો તથા ડાબા ગાલને જમીન ઉપર લગાવીને શરીર ઢીલુ છોડી દો. થોડીવાર રોકાઓ અને ફરીથી આ ક્રિયાને કરો. આ પ્રકારે ભુજંગાસનને પહેલા 3 વાર કરો અને અભ્યાસ સંપૂર્ણ શીખી ગયા પછી 5 વાર કરો. આ આસન કરતા પહેલા માથાને પાછળ લઈ જઈ 2થી 3 સેકન્ડ સુધી રોકાઓ અને તેના અભ્યાસ પછી 10 થી 15 સેકન્ડ સુધી રોકાઓ.

સાવધાનીઓઃ- -હર્નિયાનો રોગ કે ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ન કરવું જોઈએ. તે સિવાય પેટ ઉપર ઘાવ પડેલ હોય, અંડકોષમાં વૃદ્ધિ થઈ રહી હોય, મેરૂદંડથી પીડિત હોવ કે અલ્સલ હોય તથા કોલાઈટિસવાળા રોગીઓને પણ આ આસન ન કરવું જોઈએ. આ આસન થોડું કઠિન છે આથી ઊતાવળ ન કરવી.


લાભ – - આ આસનથી કરોડરજ્જુના હાડકા સશક્ત થાય છે. અને પીઠમાં લચીલાપણું આવે છે. - આ આસન ફેફસાની શુદ્ધિ માટે પણ સારું છે. - જે લોકોને ગળાની ખરાબી રહે છે, દમ, જુની ખાંસી અથવા ફેફસા સંબંધી અન્ય કોઈ બીમારી હોય તો તેને આ આસન કરવું જોઈએ. - આ આસનથી પિતાશયની ક્રિયા શિલતા વધારે છે અને પાચન-પ્રણાલીની કોમળ પેશિઓ મજબૂત કરે છે. - તેનાથી પેટના ચરબી ઘટવામાં પણ મદદ મળે છે અને આયુષ્ય વધવાના કારણે પેટની નીચેના ભાગની પેશીઓ ઢીલી થવાથી રોકવામાં મદદ મળે છે. - તેનાથી હાથમાં શક્તિ મળે છે. પીઠમાં રહેલી ઈડા તથા પીંગળા નાડી પર સારો પ્રભાવ પડે છે. વિશેષ કરીને, મસ્તિષ્કથી નીકળારા જ્ઞાનતંતુને બળવાન બનાવે છે. યાદદાશ્ત વધે છે.
Friday, August 17, 2012

સાવધાન, સિગારેટનાં વ્યસન કરતાં પણ ખતરનાક છે ઇંડા!


ઇંડાની જરદીમાં જોવા મળતું કોલેસ્ટ્રોલ, દિલની સાથે-સાથે લોહીનું પરિભ્રમણ કરનારી નસો(રક્તવાહિનીઓ)માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇંડાની જરદીમાં મળી આવતું કોલેસ્ટ્રોલ, વ્યક્તિનાં શરિરમાં લોહીનું પરિભ્રમણ કરનારી નસોને બ્લોક કરી દેવામાં એટલો જ ભાગ ભજવે છે, જેટલો સિગારેટનો ધુમાડો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમેરિકામાં પ્રત્યેક વ્યક્તિએ સરેરાશ 247 ઈંડાનું સેવન કર્યું. જો આ આંકડા ઉપર નજર નાંખવામાં આવે તો આ સમગ્ર દુનિયામાં ઈંડાની વપરાશના 40% છે.

- ઇંડાની જરદીના સેવનનાં કારણે લોકોને કોરોનરી ધમની સંબંધી રોગોનું (સીઈડી) અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી ગયું
- લંડન હેલ્થ સાઇસેઝ સેન્ટર ખાતે આવેલા યુનિવર્સિટી હૉસ્પિટલના 1231 દર્દીઓની તપાસ કરી
- 40 વર્ષથી ઉપરના દર્દીઓમાં, ઉંમર વધવાની સાથે થનારી સમસ્યાઓ એક પ્રમાણમાં વધી
- સિગારેટની સરખામણીએ ઇંડા ખાનારા, બે-ત્રત્યાંસ લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળી


તેની સાથે-સાથે એવા આંકડાઓ પણ સામે આવ્યાં છે, જેનાં કારણે લોકોને કોરોનરી ધમની સંબંધી રોગોનું (સીઈડી) અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી ગયું છે. આ પહેલા થયેલા કેટલાક રિસર્ચમાં, સિગારેટના ધુમાડાને કોરોનરી ધમની સંબંધી રોગો માટે જવાબદાર ગણવામાં આવ્યો છે.

કેનેડાના સંશોધકોએ, લંડન હેલ્થ સાઇસેઝ સેન્ટર ખાતે આવેલા યુનિવર્સિટી હૉસ્પિટલના 1231 દર્દીઓની તપાસ કરી. આ તમામ દર્દીઓની સરેરાશ ઉંમર 62 વર્ષ હતી. તેમની રક્ત વાહિનીઓમાં પ્લાક્સની હાજરી અને પ્રમાણની તપાસ સાથે જ તેમનું અલ્ટ્રા સાઉન્ડ પણ કરાવવામાં આવ્યું. આ તપાસમાં તેમની જીવનશૈલીને પણ સામેલ કરવામાં આવી હતી. સ્મોકિંગ કરનારા દર્દીઓ દ્વારા, દર વર્ષે વપરાતાં સિગારેટનાં પેકેટ્સની સંખ્યા પણ આંકવામાં આવી. આ બધાની સાથે-સાથે વર્ષ દરમિયાન ઈંડાની જરદીના વપરાશનું પ્રમાણ પણ માપવામાં આવ્યું.

40 વર્ષથી ઉપરના દર્દીઓમાં, ઉંમર વધવાની સાથે થનારી સમસ્યાઓ એક પ્રમાણમાં વધી, પણ સિગારેટ અને ઈંડાની જરદીનું સેવન કરનારા દર્દીઓમાં આ પ્રમાણ વધારે જોવા મળ્યું. આ તમામ બાબતો વચ્ચે એક આશ્ચર્યચકિત કરી દેનારી વાત એ સામે આવી કે સિગારેટની સરખામણીએ ઇંડા ખાનારા, બે-ત્રત્યાંસ લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળી.

આ આધારે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ઈંડાની જરદી, સિગારેટના ધુમાડાની સરખામણીએ વધારે ઘાતક છે. 'એગ યોલ્ક કન્સમ્પ્શન એન્ડ કેરૉટિડ પ્લાક' ("Egg Yolk Consumption and Carotid Plaque")નામનું આ રિસર્ચ, એથરોસ્ક્લેરોસિસ જર્નલમાં પ્રકાશિત થયું છે.

આ છોડના પાન, ફળ, છાલનો ઉપયોગ, દરેક રોગો ઉપર છે ભારે

દાડમનો દરેક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમ 100 બીમારીઓની એક દવા છે. તેનો રસ જો કપડાં ઉપર લાગી જાય તો તે આસાનીથી જતો નથી. પણ દાડમ ખાઈને તમે પોતાની અનેક બીમારીઓને દૂર કરી શકો છો. દાડમ અનેક રોગોમાં ગુણકારી છે. કયા રોગોમાં તમે દાડમના ઝાડ, પાન, ફળ અને મૂળ અને ફૂલનો ઉપયોગ કરી શકો તે આગળ જાણો...

-દાડમ સ્વરતંત્ર, ફેફસા, યકૃત, દિલ, જઠર તથા આંતરડાના રોગોમાં ઘણું લાભકારી છે. દાડમમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી ટ્યૂમર જેવવા તત્વો પણ તેમાં જોવા મળે છે. દાડમ વિટામીનનો એક મોટો સ્ત્રોત છે. તેમાં વિટામીન એ, સી અને ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

-દાડમ પિત્તનાશક, કૃમિનો નાશ કરનાર, પેટ રોગો માટે હિતકારી તથા ઘબરાહટને દૂર કરનાર હોય છે.


-દાડમ દિલના રોગોથી લઈને પેટની ગડબડી અને ડાયાબિટિસના રોગોમાં ફાયદાકારક રહે છે. દાડમની છાલ, છાલ અને પાનડાઓને પણ ઉપયોગ કરવાથી પેટ દર્દમાં રાહત મળે છે. પાંચનતંત્રની બધી સમસ્યાઓનું નિદાન કરવવામાં દાડમ ખૂબ કારગર છે.


-દાડમના પાનડાની ચા બનાવીને પીવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ આરામ મળે છે. ઝાડા અને કોલેરા જેવી બીમારીઓમાં દાડમનો જ્યૂસ પીવાથી ખૂબ જ રાહત મળે છે. ડાયાબિટિસના રોગીઓને દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી કોરોનરી રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.
-દાડમમાં લોહ તત્વ ભરપૂર હોય છે, જે રક્તમાં આયરનની ખોટને પૂરી કરે છે. સૂકા દાડમની છાલનું ચૂરણ દિવસમાં 2-3 વાર એક-એક ચમચી તાજા પાણીની સાથે લેવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થઈ જાય છે.

ઉપમા


ફટાફટ બનાવો ઉપમા

સામગ્રી:

1 નંગ ગાજર
1 કપ વટાણા
1 નંગ ટામેટા
1 નંગ ડુંગળી
3-4 લીલા મરચા
2 કપ રવો
અડદની દાળ
મીઠું સ્વાદઅનુસાર
1/2 ટી સ્પૂન રાઈ
1/2 ટી સ્પૂન જીરું,
1/2 ટી સ્પૂન હિંગ
1/2 કપ છાશ
1/2 કપ પાણી
ઘી,રીત:
-સૌ પ્રથમ યોગ્ય વાસાણ માં થોડું ઘી લઇ ને હલકી આંચે ગરમ કરો
-તેમાં રાઈ ને જીરું ઉમેરો ત્યાર બાદ તેમાં ડુંગળીના જીણા ટુકડા સાંતળો,
-જેવો કાંદા નો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચા ના ટુકડા ને અડદ દાળ ઉમેરો
-ત્યાર બાદ તેમાં ગાજર ને વટાણા નાખી ને મિશ્રણ ને બરાબર થી હલાવો ને થોડી વાર ચઢવા દો
-ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો
-તેમાં પાણી અને છાશ ઉમેરો
-રવા ને પાણી નું પ્રમાણ ૧:૨ નું રાખવું , સ્વાદ અનુસાર મીઠું ઉમેરો
-એક મહત્વ નો મુદ્દો યાદ રાખવો કે રવા માં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણ ને હલાવતું રેહો
-નહિતર રવામાંગટ્ટા થઇ જાશે, બસ થોડી વાર માં રવો બધું પાણી શોષી લેશે
-લ્યો તૈયાર છે ગરમા ગરમ ઉપમા

Thursday, August 16, 2012

દર ત્રણ વર્ષે કેમ આવે છે અધિકમાસ, શું છે ખગોળીય રહસ્ય

હિન્દુ વર્ષમાં આ વખતે 1 માસ વધશે. હિન્દૂધર્મ પંચાંગમાં લગભગ દર ત્રણ વર્ષે એક વર્ષ વધી જાય છે, જે અધિકમાસ તથા પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ માસ ધર્મ-કર્મ, સ્નાન, દાન, ભક્તિ તથા સેવા માટે વધારે જ પુણ્યદાયી માનવામાં આવે છે. 

આ માસને વિજ્ઞાનની દ્રષ્ટિથી જુઓ તો ખ્યાલ આવશે કે આ પ્રાચીન ઋષી-મુનિઓ દ્વારા તમારામાં જ્ઞાન તથા વિદ્યાથી ઓળખેલી આ કુદરતની ગતિનું અનુમાન છે. કહો કે ઈશ્વરીય સમયને માણસના સમય સાથે નિયત કરવાની રીત છે. 

જાણો ધર્મની સાથે જોડાયેલી તે ખાસ વૈજ્ઞાનિક બાબતો જેને કારણે હિન્દૂ વર્ષમાં એક માસ એટલે કે અધિકમાસ દર 3 વર્ષમાં વધી જાય છે... 


જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્ય સંપૂર્ણ વર્ષમાં 12 રાશિઓ માંથી પસાર છે. સૂર્યના આ રાશિઓમાં ભ્રમણ લગભગ 365 દિવસમાં પૂરું થાય છે. સૂર્યના એક રાશિમાં સમય પસાર કરી, બીજી રાશિમાં પ્રવેશ કરવા સુધીનો કાળ સૌરમાસ કહેવામાં આવે છે. આ માટે સૂર્યની આ ગતિના અધાર પર કરવામાં આવેલી વર્ષગણના સૌરવર્ષ કહેવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિથી નિયત વર્ષ પણ પૃથ્વી દ્વારા કરવામાં આવેલી સૂર્યની 365 દિવસની પરિક્રમા પર આધારિત છે. આ રીતે પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રમા સૂર્યની સાપેક્ષ ગતિ બનાવવા માટે પરિક્રમામાં લગભગ 27થી 29 દિવસનો સમય લે છે.
ચંદ્રમાની ગતિના આ સમયગાળાને ચંદ્રમાસ કહેવામાં આવે છે. આ અવધિના આધારે જો ચંદ્રમાસની ગણના કરો તો એક ચંદ્રવર્ષ 354 દિવસોનું થાય છે, જો કે સૌર વર્ષ 365 દિવસોનું થાય છે. આ રીતે ચંદ્ર વર્ષમાં 11 દિવસ ઓછા થાય છે. અહીં અંતર લગભગ 32 માસમાં વધીને એક ચંદ્રમાસ એટલે કે 27થી 29 દિવસનું થાય છે.
સનાતન ધર્મમાં પ્રાચીન ઋષી-મુનિઓ, ગ્રહ-નક્ષત્રો અને જ્યોતિષ વિદ્યાના જાણકારોએ કાલગણના ત્રુટિરહિત કરવાની દ્રષ્ટિથી જ ચંદ્રવર્ષ અને સૌરવર્ષની આ રીતે ગણતરી કરી છે. ચંદ્ર અને સૂર્યની આ અવધિના અંતરને દૂર કરવા માટે 32 માસ 26 દિવસ અને ચારઘડીના સમયગાળાથી એટલે કે દરેક ત્રીજા ચંદ્રવર્ષમાં એક વધારાનો ચંદ્રમાસ જોડીને 11 દિવસોના અંતરને પૂરું કરવાનું નિયત કરવામાં આવ્યું છે. આ માસ જ અધિકમાસ કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં પણ ચંદ્રમાસ અને સૌરમાસના અંતરને અધિકમાસ જ કહેવામાં આવે છે.