મહેશ ભટ્ટે દીકરીને છેલ્લું વચન લેતાં અટકાવી
- Get link
- X
- Other Apps
14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે લગ્ન કર્યાં હતાં. પિતા મહેશ ભટ્ટે તમામ રીત-રિવાજો દિલથી માન્યા હતા. ત્યાં હાજર રહેલાં સૂત્રોએ દિવ્યભાસ્કરને કહ્યું હતું કે ફેરા ફરતા સમયે મહેશ ભટ્ટે દીકરી આલિયાને એક વચન લેવા અંગે પૂરતો વિચાર કરવાનું કહ્યું હતું, આથી જ આલિયાએ સાત વચનને બદલે છ વચન લીધાં હતાં.
પિતાએ વિરોધ કર્યો
સૂત્રોના મતે, ફેરા ફરતા સમયે જ્યારે પંડિતે આલિયાને કહ્યું હતું કે રણબીરની પત્ની બનીને તે વચન લે કે મહત્ત્વના પ્રસંગોએ તે પતિની પરવાનગી લીધા બાદ જ નિર્ણય કરશે. આ અંગે મહેશ ભટ્ટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને અન્ય રીત રિવાજ સામે વાંધો નથી, પરંતુ આલિયા કોઈ બીજું વચન લે એની સામે પણ આપત્તિ નથી. જોકે આ વચન અંગે તે કંઈક કહેવા માગે છે.
તેમણે કહ્યું હતું, 'મેં ક્યારેય મારું જીવન કોઈના પર આધારિત રહીને જીવ્યું નથી અને બાળકોને પણ ક્યારેય એ વાત શીખવી નથી કે તે કોઈના પર આધાર રાખીને જીવે.' આલિયાએ પિતાની વાત માની લીધી હતી.
લગ્નની તૈયારીમાં મહેશ ભટ્ટે કોઈ રસ ના દાખવ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છોકરીના પિતા તરીકે મહેશ ભટ્ટે લગ્નની તૈયારીમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવી નહોતી. તમામ નિર્ણયો રણબીર તથા આલિયાએ જ લીધા હતા. રણબીરે જ લગ્નમાં 40થી વધુ મહેમાનોને બોલાવવામાં ના આવે એ નિર્ણય લીધો હતો. લગ્નમાં 38 મહેમાન આવ્યા હતા.
રણબીર-આલિયાના રિસેપ્શન અંગે હજી પણ અવઢવ છે. રણબીર કપૂરના મોટા પપ્પા રણધીર કપૂરે કહ્યું હતું કે 15-16 એપ્રિલના રોજ રિસેપ્શન છે. હોટલ તાજમાં રિસેપ્શન યોજવામાં આવ્યું છે. તો ભટ્ટ પરિવારના નિકટના લોકોએ કહ્યું હતું કે તેમને શુક્રવાર, 15 એપ્રિલે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી. શનિવાર, 16 એપ્રિલે પ્રોગ્રામ છે. 15મીએ જે પણ ઇવેન્ટ હશે એ કપૂર પરિવાર અંગેની હશે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment