Thursday, January 10, 2013

નરેન્દ્રભાઇ નેતાઓના નેતા અને રાજાઓના રાજા છે

અનિલ અંબાણીએ જયશ્રી કૃષ્ણ, નમસ્કાર-ગુડમોર્નિંગ કહીને સમિટમાં પોતાનું વકતવ્ય શરૂ કર્યું હતું. તાળીઓના ગડગડાટથી લોકોએ તેમને વધાવી લીધા. મુકેશ અંબાણી પણ મલકાઇ ગયા હતા. ગાંધીજી, સરદાર પટેલ, ધીરૂભાઇ અંબાણી અને મોદીનો એકસાથે ઉલ્લેખ કર્યો હતો. લોકોના ભગવાન છે એમ અંબાણીએકહ્યું હતું. અનિલ અંબાણીએ કહ્યું કે નરેન્દ્ર ભાઇ નેતાઓના નેતા અને રાજાઓના રાજા છે.

અનિલ અંબાણીએ મોદીના નેતૃત્વ અને વિઝનની પ્રશંસા કરી. ગાંધીજી નેતૃત્વને થિયરી અને પ્રેકટિસના સંક્રાંતિ તરીકે જોતા, તે જ વિઝનને નરેન્દ્ર ભાઇ ફોલો કર્યા છે. ખુલ્લી આંખ હૃદય અને દિમાગથી નરેન્દ્રભાઇ સપનાં જોઇ રહ્યા છે. અર્જન જેવી તેમની દ્રષ્ટિમાં છે. દેશ અને વિશ્વમાંથી રોકાણ લાવવા માટે નરેન્દ્રભાઇ મેગ્નેટ સમાન છે. નરેન્દ્રભાઇને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા અપીલ કરીને પોતે પણ તાળીઓ પાડીને વધાવી લીધા.
 
અદી ગોદરેજે મોદીને ત્રીજી વખત ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદી માત્ર ગુજરાત માટે નહીં દેશ માટે આદર્શ મોડલ રજૂ કર્યું અને બીજા રાજ્યો તેને અનુસરે છે. મોદીની દૂરંદેશી અને નેતૃત્વની પ્રશંસા કરી. સ્કિલ વધારવા માટે કંપનીઓનો સહાક લેવાની પ્રશંસા કરી.

ગુજરાતના છઠ્ઠા વાઇબ્રન્ટ સમિટનો આજે ભવ્યાતિભવ્ય પ્રારંભ થઇ ગયો છે. દેશના 200થી વધુ ઉદ્યોગપતિઓ આજે વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજર રહ્યા છે. દુનિયાભરમાંથી અલગ-અલગ ક્ષેત્રોના પાંચ હજારથી વધુ લોકો હાજર રહ્યા છે.
 
મહાત્મા મંદિર ખાતે છઠ્ઠા વાઇબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ચંદા કોચર, અજીમ પ્રેમજી, ગૌતમ અદાણી, રતન ટાટા વગેરે ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં વિઝન ટુ રિઆલિટીના પુસ્તકના વિમોચન બાદ સીઆઇઆઇના અધ્યક્ષ અને ગોદરેજ ગ્રૂપના આદિ ગોદરેજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત વિશેની વાત કરી હતી.
 

 

1 comment:

  1. udhyogpati ni bhhatayi chhati thai gayi bihar na election ma

    ReplyDelete