નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

80 દિવસ એરપોર્ટ પર વિતાવી બનાવ્યો એક રેકોર્ડ

 
આ સ્પર્ધા એરપોર્ટની 80મી વર્ષગાંઠ પર આયોજિત કરવામાં આવી હતી

આ અનોખી કોન્ટેસ્ટનું મીડિયાની મદદથી બે અઠવાડિયા સુધી અભિયાન ચલાવવામાં આવ્યુ હતું


એક કેનેડિયન વ્યક્તિએ વેનકુંવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 80 દિવસ રહેવાની એક કોન્ટેસ્ટ જીતી છે. 29 વર્ષીય જેયગર માહને એરપોર્ટની લાઇવએટવાયવીઆર કોન્ટેસ્ટનો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા એરપોર્ટની 80મી વર્ષગાંઠ પર આયોજિત કરવામાં આવી હતી.

કેનેડાના બીજા સૌથી મોટા એરપોર્ટ પર રહેવાની આ અનોખી કોન્ટેસ્ટનું મીડિયાની મદદથી બે અઠવાડિયા સુધી અભિયાન ચલાવવામાં આવ્યુ હતું. જો કે અહીંયા રહેવાનો અનુભવ એટલો જ કપરો હશે, જેટલો 2004માં આઈ મુવી ધ ટર્મિનલમાં ટોમ હેંક્સ માટે હતો. તે ફિલ્મમાં ટોમે એક અપ્રવાસીની ભૂમિકા ભજવી હતી, જેને એક એરપોર્ટ પર રહેવુ પડે છે.

ફેરમોન્ટ વેનકુંવર એરપોર્ટ હોટલ પર જેયગરને એક રૂમ અને દિવસમાં 3 વખત જમવાનું આપવામાં આવશે. આ દરમિયાન જેયગરે એક બ્લોગ લખવાનો રહેશે અને દર અઠવાડિયે ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ લાઇવએટવાયવીઆર ડોટ સીએ ડોટ વેબસાઇટ પર 90 સેકંડના ચાર વીડિયો નાંખવાના રહેશે. તેણે જણાવ્યું હતું કે તેણે માત્ર પોતાનો સિક્યોરિટી પાસ લીધો જેથી તે એરપોર્ટની બધી ગુપ્ત જગ્યાઓ પર જઈ શકે. તેના માટે આ કોન્ટેસ્ટ જીતવી એ કોઈ લોટરી જીતવાથી કમ નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી