નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપણા સમાજ માટે થપ્પડરૂપ છે આ તસવીર

 
 મારો ડબો છલકાય એટલે બસ
ઝાલાવાડની માથે મેઘાએ મનભરીને હેત વરસાવ્યું છે અને આથી જ જળાશયોમાં પાણી હિલોળા લઇ રહ્યું છે. પાણી માટે રઝળપાટ કરતી જનતાનું જળસંકટ દૂર થયું હોવાનું તંત્ર રટણ કરી રહ્યું છે. ઝાલાવાડના ઘર-ઘર સુધી પાણી પહોંચી ગયું હોવાના દાવા થઇ રહ્યા છે.

આવા સમયે જળસંકટ દૂર થયાની મસમોટી જાહેરાત કરતા નેતા અને અધિકારીઓ માટે દૂધરેજના રસ્તા પરથી લેવામાં આવેલી આ તસવીર તમાચારૂપ છે. લારીમાં નળીની મદદથી પાણી ભરતી આ બાળાને ખબર નથી કે અમારી તરસ છીપાવવા મસમોટી રકમની ફાળવણી થઇ હશે અને આ રકમનો જશ અનેક ખાદીધારીએ લીધો હશે.

તેને તો બસ એટલી જ ચિંતા છે કે, નળીમાંથી આવતુ પાણી બંધ થાય તે પહેલા મારા અધુરા વાસણો ભરાઇ જાય ! ભર ચોમાસે પણ ઝાલાવાડની બાળાની પાણી માટેની રઝળપાટ કહેવાતા પ્રજાના સેવકો અને અધિકારીઓની નજરે ચડશે.?

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી