નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પેટમાં લાગતી આગને શાંત પાડવા અકસીર છે આ ઉપાય

 
 
આજે નાના-મોટા દરેક વયના લોકોમાં એસિડિટીની સમસ્યા જોવા મળે છે. તેના અનેક કારણો છે, જેમાં સૌથી પહેલું છે અવ્યવસ્થિત દિનચર્યા અને અનિયમિત ખાણી-પીણી. આ સર્વસામાન્ય સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે નીચે કેટલાક ઉપાયો આપ્યા છે


*એસિડિટીમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક સરળ અને ઘરેલુ ઉપાયો જણાવી રહ્યા છે

- દરરોજ એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું આજથી જ શરુ કરી દો.- તમારા નિયમિત ડાએટમાં તરબૂચ, કેળું અને કાકડીનો સમાવેશ કરી દો. આ ઉપરાંત ઋતુના ફળ ખાવા અત્યંત જરૂરી છે.

- એસિડિટીની સમસ્યા ધરાવતા લોકો માટે નારિયેળનું પાણી અમૃત જેવું કહેવાય છે.- દરરોજ એક ગ્લાસ દૂધ પણ પીતા રહેવું જોઈએ.- કેફીનને નજરઅંદાજ કરીને હર્બલ ટી પીવાની ટેવ પાડો.- ઊંઘવાના સમયથી 2-3 કલાક પહેલાં રાતનું ભોજન કરી લેવું જોઈએ.- ખાવાના સમયમાં ફેરફાર પણ એસિડિટીનું કારણ બની શકે છે, આથી બ્રેકફાસ્ટ, લંચ, ડિનર નિયમિત લેવાની સાથે જ તેનો સમય પણ નક્કી કરવો જોઈએ.- કોઈ પણ સમયનું ભોજન છોડી દેવાના બદલે થોડું જ ભલે હોય પણ ખાઈ લેવું જોઈએ.
- અથાણુ, તીખી ચટણી, સિરકા વગેરે વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
- એક ગ્લાસ પાણીમાં ફુદીનાના કેટલાક પાંદડાં ઉકાળો અને ખાવાનું ખાધા બાદ આ પાણીને પીવાથી પણ એસિડિટીમાં આરામ મળે છે.- એસિડિટીમાં લવિંગ પણ એક અસરકારક ઔષધી છે. સમયે-સમયે લવિંગ ચાવતા રહેવું જોઈએ.- ગોળ, લીંબુ, કેળું, બદામ અને દહીં પણ એસિડિટીમાં તુરંત આરામ પહોંચાડે છે.- ધૂમ્રપાન પણ એસિડિટીનું સૌથી મોટું કારણ છે. તેને છોડી દો કે પછી ઘટાડો કરો.- પાચનમાં આદુંની ભૂમિકા મહત્વની હોય છે. આથી કોઈ પણ એક સમયના ભોજનમાં આદંુનો એક ટુકડો ખાવો. ફાયદો થશે.- જ્યારે પણ અકળામણ જેવું લાગે ત્યારે ખાંડ નાખેલું લીંબુનું પાણી પી લો. અકળામણથી આરામ મળશે.- આ શાકભાજી ખૂબ ખાઓ: દાણાવાળા શાક, કોબજિ, ગાજર અને સ્પિંગ ઓનિયન.- એસિડિટી થઈ હોય ત્યારે કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જેમાં મુખ્ય છે, ડુંગળી અને ખાટા ફળ. તેની સાથે જ જેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે તે પણ ન ખાવું જેમકે, દાળો. ખાસ કરીને સફેદ દાળો, તલ વગેરે રાત્રે ન ખાવા.- દૂધમાંથી બનેલી પ્રોડકટ ખાસ કરીને રાતના સમયે ના લેવી, જેમકે-પનીર, દહીં વગેરે.- આખા દિવસના ભોજનને થોડું-થોડું ખાઓ, એક વખત ખાધા પછી લાંબો સમય ન જવા દેવો.- એસિડિટી દરમિયાન કાર્બોહાઈડ્રેટનું સેવન વધુ ન કરવું, જેમકે ચોખા.- જંક ફૂડ જેમકે પિઝા, બર્ગર વગેરેથી પણ દૂર રહેવું. તળેલી વસ્તુઓની ચરી પાડવી.
આમ છતાં પણ એસિડિટીમાં રાહત ન થાય તો તુરંત જ ડોક્ટરની સલાહ લઈને ઇલાજ કરાવવો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી