નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તકલાદી હેલ્મેટ નહીં ચાલે કેવી જોઈશે તે ખબર નથી!

 
 
હજુ ૧૨મી સુધી લોકોને રાહત અપાશે,૧૩મીથી ચોક્કસ વાહનો ડિટેઇન થશે


શહેર પોલીસે હેલ્મેટના કાયદાનું કડકાઈથી અમલીકરણ કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે તકલાદી હેલ્મેટ નહીં ચલાવાય તેવી જાહેરાત પોલીસ કમિશનર સુધીર સિંહાને કરી દીધી છે, પરંતુ તેની ગુણવત્તા કેવી હોવી જોઈએ તે અંગે કોઇ સ્પષ્ટતા તેઓ કરી શક્ય નથી.


શહેરીજનોને ૧૦ તારીખથી ફરજિયાત હેલ્મેટ પહેરવાનું પોલીસે અલ્ટિમેટમ આપી દીધું હતું, પરંતુ આજના વરસાદી માહોલ અને લોકોની વિનંતીને ધ્યાનમાં લઈને પોલીસે હેલ્મેટ માટે વધુ બે દિવસની છુટ આપી છે, સાથેસાથે બાઇકસવારને કાયદાની જોગવાઈ મુજબ નક્કી કરેલ મજબૂત હેલ્મેટ ફરજિયાત પહેરવાની રહેશે, તકલાદી હેલ્મેટ ચલાવી લેવાશે નહીં. બીજી બાજુ પાઘડી પહેરતા શીખ ભાઈઓને હેલ્મેટના કાયદામાંથી મુક્તિ અપાઈ છે.


પોલીસ કમિશનર ખુદ હેલ્મેટની ગુણવત્તા નક્કી કરવા અંગે અવઢવમાં


હેલ્મેટ અંગે મોટર વ્હીકલ એક્ટ શું કહે છે?


મોટર વ્હીકલ એક્ટ મુજબ નિયમ ગુણવત્તા ધરાવતી આઈ.એસ.આઈ. માર્કાવાળી હેલ્મેટ જ માન્ય ઠરે છે. અન્ય પ્રકારની હેલ્મેટ માન્ય ગણાતી નથી.


હેલ્મેટ ISI માર્કાવાળી છે કે નહીં તે કોણ નક્કી કરશે?


સંખ્યાબંધ હલકી ગુણવત્તાવાળી હેલ્મેટ પર પણ isiનું સ્ટિકર ચોંટાડી દેવાય છે, જેથી ખરેખર એ હેલ્મેટ isi ગુણવત્તાની છે કે નહીં તે નક્કી કરવાનું કપરું બની જશે. એવી આશંકા છે કે પોલીસ હેલ્મેટને ઉપલક જોઈને નિર્ણય લેશે. આ સંજોગોમાં સંખ્યાબંધ લોકોને અન્યાય થવાની શક્યતા છે.


કઈ કઈ હેલ્મેટ ISI માર્કાવાળી છે તેનું લિસ્ટ પોલીસ પાસે છે?


પોલીસ અધિકારીઓ પાસે આવું લિસ્ટ હશે પણ રસ્તા પર ચકાસણી કરી રહેલા કોન્સ્ટેબલ પાસે ISI હેલ્મેટના ઉત્પાદકોની યાદી હોવાની સંભાવના નથી.

વાહન ડિટેઇનના નિર્ણય અંગે ફેરવિચારણા કરવા પોલીસ કમિશનર સુધીર સિંહાની બાંયધરી


હેલ્મેટ નહીં પહેરનારા દ્વિચક્રી વાહનચાલકનું વાહન ડિટેઇન કરવાના શહેર પોલીસ કમિશનરના નિર્ણયનો અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસો. દ્વારા સખત વિરોધ કરાયો છે. ૧૦૦ જેટલા ધારાશાસ્ત્રીઓના પ્રતિનિધિમંડળે બુધવારે બપોરે ૩.૦૦ વાગ્યે પોલીસ કમિશનર સુધીર સિંહાને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આ નિર્ણયને ગેરવ્યાજબી, અન્યાયી અને અવ્યવહારુ ગણાવાયો છે. ઉપરાંત વાહન ડિટેઇન કરી આરટીઓમાં દંડ ભરાવ્યા બાદ જ છોડાવવાના નિર્ણયને જડતાપૂર્વકનો ગણાવીને તેમાં ફેરવિચારણા કરવા ધારાશાસ્ત્રીઓએ માગણી કરી હતી.


ધારાશાસ્ત્રીઓની રજૂઆત સાંભળ્યા બાદ સુધીર સિંહાએ આ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ફેરવિચારણા કરવા બાંયધરી આપી હતી, તેમજ પોલીસ ચેકિંગમાં આર.સી. બુકની ઝેરોકસ કોપી માન્ય રાખે જ છે તેમ સુધીર સિંહાએ કહ્યું હતું. આ બેઠકમાં હરીશ ભવાનીવાલા, અનિલ કેલ્લા, ભરત શાહ, ભરત પટેલ, ગુલાબખાન પઠાણ, મોઈનખાન પઠાણ સહિતના સિનિયર ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતા.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી