નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

 
 
ધૂમ્રપાન નિષેધ, નિયમિત કસરત, વજન વધવા ન દેવું અને રોજના ખોરાક પર ધ્યાન રાખવું

લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય જાણવા માંગો છો ? તમારે ચાર પગલાંનાં આયોજનની જરૂર છે. ધૂમ્રપાન નિષેધ, નિયમિત કસરત, વજન વધવા ન દેવું અને રોજના ખોરાક પર ધ્યાન રાખવું, એમ નવા અભ્યાસમાં જણાવાયું છે. સંશોધનકારોનો દાવો છે કે આ સામાન્ય પગલાં જલદી મૃત્યુનું જોખમ ઘટાડે છે. તેઓએ આ પગલાંથી ખરેખર જીવનમાં સરેરાશ કેટલાં વર્ષ ઉમેરાય છે એની ગણતરી પ્રથમ વખત માંડી છે. ફરી એક વખત આજની મહિલાઓમાં વધુ અસર જોવા મળે છે અને તેઓ ૧પ વર્ષ વધુ જીવન લંબાવી શકે છે. રપ વર્ષથી કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે પુરુષો તેમના જીવનને ૮.પ વર્ષ લંબાવી શકે છે.

સંશોધન કરનારી હોલેન્ડની માસસ્ટ્રીટ યુનિવર્સિટીએ એપીડેમીઓલોજીના પ્રોફેસર પીએટ વાન ડેન બ્રાન્ડટે કહ્યું હતું કે, ‘અભ્યાસમાં પ્રથમ વખત જીવનશૈલી અને જીવન પ્રક્રિયામાં સમગ્રત: ખોરાકને પણ આવરી લેવામાં આવ્યો હતો. અગાઉના અભ્યાસોમાં ચોક્કસ ખોરાક અને જીવનશૈલીને ધ્યાને લેવાઈ નહતી. આમાં પ્રથમ વખત પુરુષો અને મહિલાઓ વચ્ચેનાં જીવનશૈલી અને મૃત્યુદરમાંના અંતર તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આનો મતલબ એવો થાય છે કે તમે વહેલા મૃત્યુ પામો કે નહિ તેના પર જીવનશૈલીની ખરેખર અસર જોવા મળે છે. આ ઉપરાંત આ બાબત પુરુષો કરતાં મહિલાઓ પર વધુ લાગુ થાય છે.’ ‘ડેઈલી એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર વિશાળ અભ્યાસમાં પપ અને ૬૯ની વયની વચ્ચેના ૧ર,૦૦૦ પુરુષો અને મહિલાઓની જીવનશૈલીની પસંદગી અને મૃત્યુદરનું નિરીક્ષણ કરાયું હતું.

ભાગ લેનારાઓનું તેમના ખોરાક અને જીવનશૈલીના આધારે મૂલ્યાંકન કરાયું હતું. તેઓનાં વજનની મોટાં પ્રમાણમાં ગણતરી કરાઈ હતી, જેમાં ૧૮.પ અને રપની વચ્ચે સામાન્ય અને સ્વસ્થ જણાતા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેઓ ધૂમ્રપાન કરતા નહતા અને યોગ્ય વજન, સારો ખોરાક અને કસરત કરતા હતા તેઓની વય વધવા છતાં તેઓ વધુ સ્વસ્થ જણાતા હતા.

ટીમે એ પણ તારણ કાઢયું હતું કે મધ્યવયે મૃત્યુ પામનારી મહિલાઓ તેમનાથી સ્વસ્થ ૧પ વર્ષ વધુની મહિલાઓ કરતાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળી જણાઈ હતી. જ્યારે આ તમામ બાબતોમાં નીચો સ્કોર ધરાવનારા પુરુષો તેમનાથી ૮.પ વર્ષ મોટી વય ધરાવનારાઓની સરખામણીએ વહેલાં મૃત્યુનું જોખમ ધરાવતા હતા. જેઓ શાક, ફળ, સૂકોમેવો, માછલી અને તમામ અનાજ ખાતા હોય તથા માસ અને દારૂનું ઓછું સેવન કરતા હોય તેઓનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !