નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

6 કલાક સુધી ચિમનીમાં ફસાઈ રહ્યો આ બાળક

આ બાળક ભૂલથી પાડોશીના ઘરની ચિમનીમાં ઘૂસી ગયો હતો ચિમનીની દિવાલ કાપીને બાળકને સકુશળ બહાર કાઢી લેવાયો છે
પશ્ચિમ અમેરિકાના ઉટાહમાં બનેલી ઘટનામાં ચમત્કારિક રીતે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. આ બાળક ભૂલથી પાડોશીના ઘરની ચિમનીમાં ઘૂસી ગયો હતો અને લગભગ 6 કલાક સુધી ત્યાં ફસાયેલો રહ્યો હતો. 8 વર્ષના સ્ટીફન હૂપકિન્સે જણાવ્યુ હતું કે ખાવાનુ અને પાણી શોધતા શોધતા તે પોતાના પાડોશી રિચર્ડ અને સેન્ડી ડ્રેપરના ઘરની ચિમનીમાં ઘૂસી ગયો અને ફસાઈ ગયો.

શુક્રવારે રાત્રે જ્યારે રિચર્ડ અને સેન્ડી ડિનર લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમને ચિમનીની દિવાલ પાછળથી કોઇકની ચીસોનો અવાજ સંભળાયો. પહેલા તો તેમને લાગ્યું કે પાછળના ભાગે બાળકો રમી રહ્યા હશે, પરંતુ પછી ખબર પડી કે કોઈક બાળક ચિમનીમાં ફસાઈ ગયો છે.

આ દંપતિએ તરત જ ઈમરજન્સી સર્વિસ બોલાવી અને ચિમનીની દિવાલ કાપીને બાળકને સકુશળ બહાર કાઢી લીધો. પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે થોડી વાર પહેલા જ તે બાળકની માએ પોતાનો દીકરો લાપતા થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આશરે 6 કલાક સુધી તે આ ચિમનીમાં ફસાયેલો રહ્યો હતો.

*
 
 
 
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી