નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમદાવાદમાં પોલીસની આબરૂના લીરા ઉડાવતા લુટારુઓ

 
બાઇકસવાર બે લુટારુઓએ કર્મચારીના સ્કૂટરને અટકાવીને હુમલો કર્યો હતો
પૂર્વ ધારસભ્યની પુત્રી-જમાઈના હુમલાખોરો પકડાયા નથી ત્યાં બીજો બનાવ બન્યો


શ્રેયસ ક્રોસિંગ પાસેના અવની ટાવરમાં રહેતા માજી ધારાસભ્યનાં દીકરી-જમાઈ અને વોચમેન ઉપર બુધવારે વહેલી સવારે હુમલો કરી લૂંટ ચલાવનારા લુટારુઓને પોલીસ હજુ પકડી શકી નથી, ત્યારે આશ્રમરોડ પરની સી.યુ. શાહ કોલેજ નજીકથી ગુરુવારે બપોરે સ્કૂટર ઉપર પસાર થઈ રહેલા કુરિયર કંપનીના કર્મચારી ઉપર હુમલો કરીને થેલો લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટનાથી પોલીસ દોડતી થઈ છે.

લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર ઢળી પડેલા કુરિયર કંપનીના કર્મચારીએ મદદ માટે બૂમો પાડતાં બાઇકસવાર બંને લુટારુઓ નાસી છુટયા હતા. લુટારુઓ થેલો લઈ જવામાં સફળ નહીં થતાં પોલીસે લૂંટના પ્રયાસ અને હુમલા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઘાટલોડિયા પાવાપુરી ફલેટમાં રહેતા સતિષભાઈ રમણભાઈ મહેતા (ઉં.વ.૫૦) ચાર વર્ષથી નારણપુરા અંકુર કોમ્પ્લેકસમાં આવેલી બી.કે. કેરિયર નામની કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. બી.કે. કેરિયર કંપનીને કેટલીક બેન્કો સાથે કોન્ટ્રાકટ હોવાથી કલીયરિંગમાં આવતા ચેક-ડ્રાફ્ટ હેડ ઓફિસે મોકલવાનું કામ કરતા હતા.

સતિષભાઈ સવારે ઘરેથી સ્કૂટર લઈને ઓફિસે ગયા હતા અને ત્યાંથી બેન્ક ઓફ બરોડાની નવરંગપુરા બ્રાન્ચમાં ગયા હતા. બેન્કમાંથી કલીયરિંગના ચેક-ડ્રાફ્ટ બેન્ક ઓફ બરોડાના સિમ્બોલવાળા થેલામાં લઈને સતિષભાઈએ થેલો સ્કૂટરના હૂકમાં ભરાવ્યો હતો અને બપોરે ૧૨.૦૦ વાગ્યે સ્કૂટર લઈને બેન્ક ઓફ બરોડાની સર્વિસ બ્રાન્ચમાં જવા નીકળ્યા હતા.

સતિષભાઈ સી.યુ. શાહ કોલેજ પાસેના યુવક વિકાસ ટ્રસ્ટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળા રંગના પલ્સર બાઇક ઉપર આવેલા ૩૦થી ૩૫ વર્ષના પુરુષોએ તેમના સ્કૂટરને આંતરતાં સતિષભાઈ બેલેન્સ રાખી નહીં શકતાં સ્કૂટર સાથે રોડ ઉપર પટકાયા હતા. ત્યાં સુધીમાં બાઇકની પાછળ બેઠેલો પુરુષ નીચે ઉતર્યો હતો અને સ્કૂટરના હૂકમાં ભરાવેલો થેલો લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતિષભાઈએ થેલો પકડી રાખતાં લુટારુએ ચપ્પાથી તેમને ડાબા હાથના કાંડે, ઘૂંટણમાં તેમજ દાઢીના ભાગે હુમલો કર્યો હતો.

આમ છતાં સતિષભાઈએ થેલો છોડ્યો ન હતો અને મદદ માટે બૂમો પાડતાં બંને લુટારુઓ થેલો લીધા વગર બાઇક પર રેલવેટ્રેક તરફ નાસી છુટયા હતા. દરમિયાન સતિષભાઈના સહકર્મચારી ત્યાંથી પસાર થતાં તેમણે ૧૦૮ બોલાવી હતી અને સતિષભાઈને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, સેટેલાઇટ અને આ લૂંટમાં એક જ ટોળકીનો હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાહદારી પર હુમલો કરી લૂંટી લેવાની પાંચમી ઘટના

>> સેટેલાઇટ, હીરાબાગ પાર્ટીપ્લોટ પાસેથી તા.૧૨ જુનની રાત્રે કાઇનેટિક પર પસાર થઈ રહેલાં શેલ્બી હોસ્પિટલના અટેન્ડન્સ આરતીબહેન ઠાકોર પર અજાણ્યા બાઇકસવારોએ હુમલો કરી R ૪૫ હજારની મતા લૂંટી લીધી હતી.
>> સોલા સાયોના રેલવે ફાટક પાસેથી તા.૧૨ જુનની સાંજે બાઇક ઉપર પસાર જઈ રહેલા બે મિત્રનું બાઇક સ્લીપ થયું હોવાની તકનો લાભ લઈ ચાર લુટારુઓ હુમલો કરી R ૬૧,૬૦૦ના દાગીના લૂંટી લઈ નાસી છુટ્યા હતા.
>> શ્રેયસ ક્રોસિંગ અવની ટાવરમાં રહેતા ભાવિકભાઈ વ્યાસ અને તેમનાં પત્ની નેહલબહેન તેમજ ટાવરના વોચમેન જ્ઞાનચંદ્ર ઉપર બુધવારે વહેલી સવારે ઘર નજીક લુટારુઓએ હુમલો કરી લૂંટ ચલાવી હતી.
>> પાલડી ફતેપુરામાં રહેતાં જીપલબહેન પટેલ તા.૧૫ જુને રાતે પાલડી ભઠ્ઠા પાસેથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે બે બાઇકસવાર પુરુષો હાથમાંથી પર્સ ઝૂંટવી નાસી છુટ્યા હતા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!