નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પુરુષોને પજવતી બીમારી ગાયનેકોમેસ્ટિઆ થવાનાં કારણો

 
પુરુષોમાં સ્તનનો વિકાસ થવો એ એક ખૂબ જ કોમન હોર્મોનલ સમસ્યા છે. ૨૦થી ૩૦ ટકા નવજાત શિશુઓ, ૬૦થી ૭૦ ટકા ટીનએજર્સ અને ૫થી ૧૦ ટકા પ્રૌઢ પુરુષો આ તકલીફ ધરાવતા હોય છે. આ સમસ્યાને મેડિકલ ભાષામાં ‘ગાયનેકોમેસ્ટિઆ’ કહેવામાં આવે છે. પુરુષોમાં ઉત્પન્ન થતા ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના અસમતોલનના કારણે આ સમસ્યા સર્જાતી હોય છે. આ તકલીફ થવાનાં અનેક કારણો છે. તેમાંથી અમુક કારણો ફિઝિયોલજિકલ અથવા કુદરતી હોય છે. જ્યારે અમુક કારણો પેથોલોજિકલ અથવા બીમારીઓનાં પણ હોય છે. બંને વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે.

ફિઝિયોજિકલ ગાયનેકોમેસ્ટિઆ

નવજાત શિશુ, પુખ્તાવસ્થા અને મોટી ઉંમરમાં હોર્મોન્સના કુદરતી ફેરફારોનાં કારણે સ્તનનો વિકાસ થતો હોય છે. આ અવસ્થાને ફિઝિયોલોજિકલ ગાયનેકોમેસ્ટિઆ તરીકે ઓળખવામાં આવે છે. નવજાત શિશુમાં તેમની મધરનાં દૂધ દ્વારા ઇસ્ટ્રોજન શરીરમાં પ્રવેશે છે અને તેના કારણે છાતીનો ભાગ વિકાસ પામે છે. આ અવસ્થા સામાન્ય રીતે બે-ત્રણ મહિનામાં પોતાની મેળે નોર્મલ થઇ જતી હોય છે. પુખ્તાવસ્થા ધારણ કરતી વખતે બાળકો જ્યારે પરપિકવ થતાં હોય છે એ વખતે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા વધતી હોય છે. આમાંથી અમુક ટેસ્ટોસ્ટેરોનનું રૂપાંતરણ શરીરમાં રહેલી ચરબીમાં ઇસ્ટ્રોજનમાં પરિવર્તન પામતું હોય છે.

આ કારણસર ઇસ્ટ્રોજનની માત્રા પ્રમાણમાં વધવાના કારણે તેમનામાં સ્તનનો વિકાસ થતો હોય છે. આ અવસ્થા અમુક કેસમાં સાધારણ તો અમુક કેસમાં વિશેષ પ્રમાણમાં હોય છે. સાઠ-પાંસઠ વર્ષની ઉંમર પછી ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઘટી જાય છે. શરીરમાં રહેલી ચરબીમાંથી ઇસ્ટ્રોજનનું ઉત્પાદન વધી જાય છે. આ ફેરફારોના કારણે ૧૦થી ૧૫ ટકા પ્રૌઢ પુરુષોમાં ગાયનેકોમેસ્ટિઆ થતો હોય છે.

ગાયનેકોમેસ્ટિઆનાં પેથોલોજિકલ કારણો

અનેક બીમારીઓ, દવાઓ, કોસ્મેટિક પદાર્થો, ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડકટ્સનાં કારણે સ્તનનો વિકાસ થતો હોય છે. યોગ્ય નિદાન અને ઉપચાર માટે આ કારણો જાણવા આવશ્યક હોય છે.આ બધા જ કારણોમાં ક્યાં તો ટેસ્ટોસ્ટેરોનની ઉણપ થઇ જતી હોય છે અથવા તેની અસર ઓછી થઇ જતી હોય છે. અમુક કેસમાં ઇસ્ટ્રોજનની માત્રા અથવા તેની અસર વધી જતી હોય છે. સરવાળે ઇસ્ટ્રોજનનું પ્રભુત્વ વધવાના કારણે આ સમસ્યા સર્જાતી હોય છે. ટેસ્ટોસ્ટેરોનની ઉણપ અથવા કાર્યક્ષમતાના અભાવના અનેક કારણો છે જે પુરુષમાં સ્તનનો વિકાસ કરી શકે.

ટેસ્ટોસ્ટેરોનની ઉણપ

અનેક તકલીફો કે જેમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઘટી જાય છે તેમાં ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે. આમાંથી અમુક તકલીફો જન્મથી તો અમુક તકલીફો પાછળથી સર્જાતી હોય છે. અમુક જિનેટિક બીમારીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઘટી જાય છે. ‘કલાઇનફેલ્ટર સિંડ્રોમ’ નામની જિનેટિક બીમારી ૫૦૦ પુરુષોમાંથી એકમાં હોય છે. આ સ્થિતિમાં રંગસૂત્રોની તકલીફના કારણે શુક્રિંપડ બરાબર કાર્ય કરતું નથી. તે જ રીતે અમુક કંડશિનમાં બાળકમાં શુક્રપિંડનું નિર્માણ જ થયેલું હોતું નથી.

તેથી ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઘટી જાય છે. અમુકવાર શુક્રિંપડમાં ઇન્ફેકશન અથવા ઇજા થવાના કારણે તેમનું કાર્ય ઘટી જાય છે. માસ્ટર ગ્રંથિ પિચ્યુટરી શુક્રપિંડને કંટ્રોલ કરતી હોય છે. પિચ્યુટરી ગ્રંથિમાં ગાંઠ અથવા સોજાના કારણે શુક્રિંપડના કાર્યમાં ખલેલ પડતી હોય છે. અમુક સ્થિતિમાં શુક્રપિંડનો વિકાસ બરાબર થયલો હોય છે, પરંતુ ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન કોઇક કેમિકલ પ્રોસેસની ઉણપના કારણે પૂરતા પ્રમાણમાં થતું નથી. આથી પણ ટેસ્ટોસ્ટેરોનની ઉણપ થઇ જાય છે.

અમુક તકલીફોમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન બરાબર થતું હોય છે. પરંતુ તેની એકશન ઘટી જતી હોય છે. જે અવયવો ઉપર ટેસ્ટોસ્ટેરોનનાં રિસેપ્ટર્સ આવેલાં છે ત્યાં રેઝિસ્ટન્સ થવાના કારણે ટેસ્ટોસ્ટેરોન બરાબર કાર્ય કરતા નથી. આ કારણસર ગાયનેકોમેસ્ટિઆ થતો હોય છે. આ અવસ્થાને ‘એન્ડ્રોજન રેઝિસ્ટન્સ સિંડ્રોમ’ કહેવામાં આવે છે. આ અવસ્થાના કારણે અનેકવાર બાળકની જાતિ પુરુષ કે સ્ત્રી નક્કી કરવામાં તકલીફ પડતી હોય છે.

ટ્યૂમર

શરીરમાં થતાં અમુક ટ્યૂમરના કારણસર પણ ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે. એડ્રિનલ ગ્રંથિ, શુક્રપિંડ, લીવર, બ્રેઇન વગેરેમાં અમુક ટ્યૂમરમાંથી ઇસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન વધી જાય છે. આ ઇસ્ટ્રોજનના વિશેષ ઉત્પાદનના કારણે વ્યક્તિને ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે. ગાયનેકોમેસ્ટિઆ પોતે જ કેન્સર હોય તેવું જવલ્લે જ બનતું હોય છે. પરંતુ શરીરના અન્ય ભાગોમાં થયેલ કેન્સરમાંથી ઇસ્ટ્રોજન વધવાના કારણે ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે. પિચ્યુટરી ગ્રંથિમાં ટ્યૂમર થવાના કારણે પ્રોલેક્ટિન નામનો હોર્મોન વધવાના કારણે પણ ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે.

દવાઓ

અનેક દવાઓના કારણે પુરુષોના સ્તનનો વિકાસ થઇ શકે. આમાં હાર્ટ ફેલ્યોરમાં વપરાતી દવાઓ સ્પાઇરોલેકટોન અને ડજિીટાલિસ મુખ્યત્વે છે. સ્પાઇરોલેકટોન શુક્રિંપડમાંથી ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઓછું કરે છે. એસિડિટી માટે વપરાતી દવા સાઇમેટીડિનથી પણ ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે. સાઇમેટીડિન ટેસ્ટોસ્ટેરોનના કાર્યમાં ખલેલ પહોંચાડે છે જેથી પુરુષોમાં સ્તનનો વિકાસ થઇ શકે. ઉપરાંત અનેક માનસિક રોગોમાં વપરાતી દવાઓ જેવી કે ફિનોથાયાઝિન અને ટ્રાયસાયક્લિક એન્ટિડિપ્રેશન્ટ દ્વારા ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે. અમુકવાર ટેસ્ટોસ્ટેરોનના લાંબા સમયના ઉપયોગથી પણ ગાયનેકોમેસ્ટિઆ થઇ શકે.

લાંબા સમયની બીમારીઓ

કોઇ પણ લાંબા સમયની બીમારી અથવા ઇજાની રિકવરી પછી છાતીનો વિકાસ થઇ શકે. વજનના ઝડપી ફેરફારના કારણે આ અવસ્થા સર્જાતી હોય છે.

ફૂડ અને કોસ્મેટિક પ્રોડકટ્સ

અનેક કોસ્મેટિક ક્રીમ્સ અને લોશનમાં ઇસ્ટ્રોજનની માત્રા વધારે હોય છે. મધરમાં પ્રોડકટ્સના સેવનના કારણે બાળકોમાં ઇસ્ટ્રોજનની માત્રા વધી જાય છે અને સ્તનનો વિકાસ થઇ જાય છે. વધારે પડતા ટી ટ્રી ઓઇલ અને લવાંડર ઓઇલના કારણે પણ ગાયનેકોમેસ્ટિઆ થતો જોવા મળે છે. મીટ અને દૂધનું ઉત્પાદન વધારવા માટે પ્રાણીઓને ઇસ્ટ્રોજનના ઇંજેકશન આપવામાં આવતા હોય છે. દૂધ અને દૂધની બનાવટોમાં ઇસ્ટ્રોજનની માત્રા વધવાના કારણે બાળકોમાં સ્તનનો વિકાસ થઇ શકે છે.

આમ પુરુષોમાં સ્તનનો વિકાસ (ગાયનેકોમેસ્ટિઆ)નાં અનેક કારણો છે. તેમાંથી અમુક કારણો કુદરતી, અમુક બીમારીઓ તથા તેમની દવાઓના કારણે અને અમુક કારણો આધુનિક જીવનશૈલી અને ઔદ્યોગિકરણના લીધે હોઇ શકે. ગાયનેકોમેસ્ટિઆના ચોક્કસ નિદાન માટે આ ત્રણેય કારણો વચ્ચેનો ભેદ જાણવો અને સમજવો જરૂરી હોય છે.‘

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!