નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રેમમાં વહેમ ભળે ત્યારે...

 
સાથીદારને સાચો પ્રેમ કરતાં હો, તો તેને તેની રીતે જીવવાની તક આપવી પણ જરૂરી છે. વહેમનું કોઇ ઓસડ નથી હોતું. પ્રણયસંબંધમાં જ્યારે વહેમ ભળે ત્યારે એનો અંત નજીક આવી જાય છે એટલું ચોક્કસ સમજી લેવું જોઇએ.

ભીંજાવું અને ડૂબી જવું એ બંને શબ્દોમાં ઘણો તફાવત છે. પહેલા વરસાદમાં ભીંજાવું લોકોને ગમે, પરંતુ જો એ વરસાદ ડૂબાડે તેવો પડે તો? આવું જ પ્રેમનું છે. વ્યક્તિને ભીંજાવું ગમશે પરંતુ જો ડૂબવાનો વારો આવે તો વ્યક્તિ ભાગવા માંડે. કોઇ પણ બાબત તેના પ્રમાણમાં હોય તો જ સારી. તે પ્રમાણભાન ચૂકે તો તેમાં પછી સારાવાટ રહેતા નથી. ઘણા લોકો નાના બાળકને વહાલ એવું કરે કે બાળક ગૂંગળાઇ જાય અને લાતો મારવા માંડે. આવું જ બે પુખ્ત વયની વ્યક્તિના પ્રેમનું પણ છે. પ્રેમમાં પણ બંને વ્યક્તિએ એકબીજાને પૂરતી જગ્યા આપવી જરૂરી છે જેથી એકબીજા માટે ગૂંગળામણ ન સર્જાય.

વ્યંકટેશ-વેંકી અને જાનકી બંને મળવા આવ્યા. તેમના ચહેરા પરથી જણાતું હતું કે બંને વચ્ચે મોટો ઝઘડો થયો હશે અને તેમાંથી શું રસ્તો કાઢવો તે અંગે મદદની જરૂર હશે. વેંકીએ વાતની શરૂઆત કરી ત્યારે તે અસ્વસ્થ હતો, પરંતુ જાનકી ખૂબ સ્થિર જણાતી હતી. વેંકીએ કહ્યું કે તે જાનકીને ખૂબ પ્રેમ કરે છે અને તેને કોઇ પણ ભોગે ગુમાવવા માગતો નથી. તેને એવું લાગી રહ્યું હતું કે જાનકી તેને પ્રેમ કરતી નથી.

તે તેના ફોન ઉપાડતી નથી, તે તેનાથી વાત છુપાવે છે. બીજાના એસએમએસ તેના ફોન ઉપર આવે અને જ્યારે તેને પૂછવામાં આવે ત્યારે તે ઉલટાસૂલટા જવાબ આપે છે. તેનાથી વેંકીને ગુસ્સો આવતો. આ ગુસ્સો મારઝૂડ સુધી પહોંચી જતો હતો. મારી સામે પણ એક વાર તેણે જાનકી ઉપર ગુસ્સે થઇને જવાબ માગ્યો. પછી તરત જ રડવા માંડ્યોકે તે તેને કોઇ પણ ભોગે ગુમાવવા માગતો નથી.

વેંકીને બહાર મોકલીને જાનકી પાસેથી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. જાનકીએ જણાવ્યું કે વેંકીને શરૂઆતથી ખ્યાલ હતો કે તેનાં મિત્રો ખૂબ હતા, પરંતુ બધા સાથે તેના સંબંધોની લિમિટથી તે પરિચિત હતી. તેનું વિશાળ ગ્રૂપ હતું અને વેંકીને બધાનો પરિચય હતો. બંનેએ સાથે જીવવાનું નક્કી કર્યું, પરંતુ ત્યારથી વેંકીમાં પરિવર્તન આવવા માંડ્યું. હવે તેને જાનકીનું પુરુષમિત્રો સાથે બોલવાનું, એસએમએસની આપલે કરવાનું ખૂંચવા લાગ્યું. શરૂઆતમાં જાનકીને લાગતું કે વેંકીનો પ્રેમ છે એટલે તે આટલો બધો પઝેસિવ છે.

તે જાનકીની મિનિટોનો હિસાબ રાખતો અને હિસાબ ન મળે તો ગુસ્સે થઇ જતો. જાનકી ભવિષ્યનો વિચાર કરીને વેંકીના કહેવા પ્રમાણે કરતી, પરંતુ તેને ગૂંગળામણ થવા માંડી હતી. પોતાના અસ્તિત્વ ઉપર કોઇ તરાપ મારતું હોય તેવું લાગતું. વેંકી કહેતો કે તને ખૂબ પ્રેમ કરું છું, એટલે મને ખૂબ ચિંતા થાય છે. એ વારેઘડીએ ફોન કરતો. કોઇ વાર ઓફિસમાં જાનકી ફોન ન ઉપાડી શકે તો પછીનો ફોન ગુસ્સાવાળો જ હોય. જાનકી થાકી ગઇ હતી કારણ કે આ પઝેસિવનેસ હવે શંકાના સ્તરે પહોંચી ગઇ હતી. તેણે મનથી નક્કી કરી લીધું હતું કે વેંકી સાથે જિંદગી નહીં જીવી શકાય. મુક્ત વાતાવરણ એ પ્રેમને પાંગરવા માટે એટલું જ જરૂરી છે. સાથી ઉપર ભરોસો નહીં હોય તો તેમાં ક્યારેય પ્રેમ નહીં હોય.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી