નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ત્વચાના ડાઘ કરો દૂર

પ્રશ્ન : મારી દીકરીની ઉંમર ૧૫ વર્ષ છે. છેલ્લા બે વર્ષથી એના ચહેરા પર ખૂબ જ ખીલ થાય છે. જેથી એનો ચહેરો અત્યંત ખરાબ થઇ ગયો છે. એ સ્કૂલે અને ક્લાસીસમાં જતી હોવાથી ફેસપેક કે કોઇ સ્ક્રબ લગાવવાનો સમય નથી રહેતો અને એને ગમતું નથી. એવા ક્રીમ વિશે જાણકારી આપશો જે લગાવવાથી એને પરેશાની ન થાય અને તે અસરકારક પણ હોય. એના ચહેરા પરના ખીલ દૂર થઇ શકશે?

ઉત્તર : તમે કોઇ નિષ્ણાત ડોક્ટરની સલાહ લઇને તમારી દીકરી માટે મેડિકેટેડ ક્રીમનો ઉપયોગ કરો. તેને ચહેરો ધોવા માટે માઇલ્ડ અને મેડિકેટેડ સાબુનો ઉપયોગ કરવાનું જણાવો. ચહેરો ધોયા પછી એસ્ટ્રિન્જન્ટ લગાવો. ચહેરો લૂછવા માટે ટર્કિશ નેપ્કિન જ વાપરો અને તેનાથી માત્ર ચહેરો જ લૂછવો.

પ્રશ્ન : મારો રંગ શ્યામ છે અને મારા વાળ આછા બ્રાઉન રંગના છે. મારી સમસ્યા એ છે કે મારા વાળ ખૂબ તૈલી છે. હું મારા વાળને કલર કરાવવા ઇચ્છું છું, તો કયો રંગ કે શેડ મારા વાળને વધારે સારો લાગશે? શું વાળને કલર કરાવવાથી વાળ વધારે ઝડપથી સફેદ અને નિસ્તેજ થઇ જાય છે?

ઉત્તર : તમારે સૌપ્રથમ તમારા તૈલી વાળની ટ્રીટમેન્ટ કરાવવી પડે. તમે વાળને કલર કરાવવા ઇચ્છતાં હો તો કોઇ સારા હેર એક્સપર્ટ પાસે તે અંગે સલાહ લઇ શકો છો. કલર કરવાથી વાળ સફેદ થઇ જાય છે એ લોકોની ગેરમાન્યતા છે. હા, તેના લીધે વાળ થોડા ડ્રાય અવશ્ય થતાં હોય છે. એ માટે તમારે શેમ્પૂ અને કન્ડશિનરનો ખાસ ખ્યાલ રાખવો પડશે. કલર કરેલા વાળ માટે આવતા ખાસ શેમ્પુનો ઉપયોગ કરવાનું વધારે હિતાવહ રહેશે.

પ્રશ્ન : હું ૨૭ વર્ષની છું. મારા ચહેરા પર ખૂબ જ ડાઘ છે. કેટલાક ડાઘ નખના છે, તો કેટલાક ડાઘ ખીલના લીધે થઇ ગયા છે. મારા નાક અને ગાલ પર કાળા તલ પણ છે. એવો કોઇ ઉપાય બતાવશો કે મારા ચહેરા પરના ડાઘ દૂર થઇ જાય?

ઉત્તર : ચહેરા પર નખના લીધે પડી ગયેલા ડાઘ સહેલાઇથી દૂર નથી થતાં, પણ પેક લગાવીને તેને આછા અવશ્ય કરી શકાય છે. તમારા ચહેરા પરના ડાઘને આછા કરવા માટે દ્રાક્ષના રસમાં એક ચમચી ફટકડી અને એક ચમચી મીઠું ભેળવીને ગરમ કરી એક્સરખી રીતે લગાવો. આને વીસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દઇ પછી નવશેકા પાણીથી ધોઇ લો. ધીરે ધીરે ડાઘ આછા થઇ જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી