નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઝૂંટવીને ખાવાની માનસિકતા...ગુનો નથી, પીડા છે

 
આધુનિક સમયમાં પણ દીકરીએ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. આના લીધે એના મનમાં પોતાને જે મળે એ ઝૂંટવીને જ મળે એવી ગ્રંથિ બંધાઇ જાય છે.

વાજેદા તબસ્સુમની ઉર્દૂ ટૂંકી વાર્તા ‘ઊતરન’માં નવાબજાદીના ઊતરેલાં કપડાં પહેરતી છોકરી કઇ રીતે પોતાની બાળપણની સહેલી નવાબજાદીના થનાર પતિ સાથે શારીરિક સંબંધ બાંધીને એને પોતાની ‘ઊતરન’ આપે છે એની કથા છે. આર્થિક હાલત ખરાબ હોવાથી એણે ઊતરેલાં વસ્ત્રો પહેર્યા છે, પણ એ ઊતરેલાં કપડામાં હંમેશાં એના સ્વમાન પર ઉઝરડા થતાં રહ્યાં છે. એણે ક્યારેય કોઇને નથી કહ્યું, પણ જેના ઊતરેલાં કપડાં પહેરીને પોતે મોટી થઇ છે, એનો પતિ એના સુધી પહોંચે તે પહેલાં લગ્નના આગલા દિવસે એની સાથે શરીરના સંબંધો બાંધીને એણે એને જિંદગી આખી માટે પોતાની ‘ઊતરન’ આપીને આત્મા અને સ્વમાન પર પડેલા ઉઝરડાને કઇ રીતે મલમ લગાવવાનો પ્રયાસ કર્યો એ ક્લાસ કોન્સિયશનેસની કથા છે. મીરાં નાયરની ફિલ્મ ‘કામસૂત્ર’માં આ ટૂંકી વાર્તાનો ઉપયોગ સુંદર રીતે કરાયો હતો.

ગિરીશ કનૉડના બહુચર્ચિત નાટક ‘બિખરે બિંબ’માં અરુંધતી નાગનો અભિનય દાદ માગી લે છે. બીમાર બહેનની સેવા કરવા આવેલી નાની બહેન સાથે પતિના અફેર અને અંતે બહેનની લખેલી નવલકથાને પોતાની નવલકથા તરીકે બજારમાં મૂકીને આંતરરાષ્ટ્રીય ઇનામ જીતનાર નાની બહેનના આત્મા સાથેના સંઘર્ષનું એકપાત્રી નાટક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પામ્યું છે.

ઘણી વાર બે બહેનપણીઓ વચ્ચે કોઇ એક જ પુરુષ માટે ખેંચતાણ થાય છે. કોઇ ખાસ બહેનપણી જ પોતાની સહેલીના પતિ સાથે અફેર કરી બેસે છે. બનેવી સાથે સાળીના સંબંધો ઝડપથી ગોઠવાઇ જાય છે. કોઇ પણ ભાષાના સાહિત્યમાં સ્ત્રીની ઇષૉની કથાઓ વારંવાર કહેવાઇ અને વંચાઇ છે. ખરેખર આવા પ્રસંગોમાં વ્યક્તિની માનસિકતા સમજવી બહુ જરૂરી બની જાય છે. દરેક વખતે એ સ્ત્રી, સામેની સ્ત્રીને નુકસાન પહોંચાડવા માગતી નથી. એનો ઇરાદો કોઇને હરાવવાનો નથી હોતો, એ પોતે જીતવા માગે છે. આ પ્રક્રિયામાં સામેની વ્યક્તિ હારે તો એ જીતનારનો વાંક નથી.

આજના સમયમાં પણ દીકરીનો ઉછેર ભેદભાવથી કરવામાં આવે છે. દીકરો વહાલસોયો વારસદાર છે, જ્યારે દીકરી ‘પારકી થાપણ’ છે. કોઇ પણ કુટુંબનું બીજું, ત્રીજું કે ચોથું બાળક જ્યારે દીકરી હોય ત્યારે એણે પહેલાં તો પોતાના જન્મ માટે, પછી પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. માતા-પિતાના પ્રેમથી શરૂ કરીને સગવડો અને શિક્ષણ સુધી બધે જ એને ‘ઊતરન’ની ટ્રીટમેન્ટ મળે છે. આવા બાળકે માતા-પિતાનું ધ્યાન ખેંચવાથી શરૂ કરીને પોતાની કારકિર્દી બધું જ ઝૂંટવીને મેળવવું પડે છે.

આપણા દેશની કમનસીબી છે કે ખૂબ જ બુદ્ધિશાળી હોય તો પણ એ દીકરી હોય. દીકરાની આશાએ જન્મતી રહેલી દીકરીઓ કે દીકરા પછી જન્મેલી અને નહીં જોઇતાં સંતાન તરીકે અવતરેલી હોય તો એને માટે કુટુંબમાં ક્યાંય કશું સહેલાઇથી ઉપલબ્ધ નથી હોતું. બીજાને મળી ગયા પછી જ એના ભાગમાં આવે છે, ખરેખર એનો અધિકાર હોય તો પણ એ મેળવવા માટે એણે સંઘર્ષ કરવો પડે છે.

આવાં બાળકોની બીજી લાક્ષણિકતા એ છે કે કોઇ કારણ વગર જૂઠું બોલે છે. સામેની વ્યક્તિનું ધ્યાન ખેંચવા, એને સારું લાગે તેવું કહેવા, પુરુષમિત્રનું મન જીતવા માટે આવી વ્યક્તિઓ જૂઠું બોલી જતી હોય છે. ‘પેથોલોજિકલ લાયર’ બનીને એ જરૂર ન હોય ત્યાં પણ ખોટી વાત કહીને, જૂઠું બોલીને ગૂંચવણ ઊભી કરે છે. આવી વ્યક્તિનું ‘સેલ્ફ એસ્ટિમ’ (સ્વમાન) નીચું હોય છે, એટલે એ સામાન્યત: એવું કહ્યા કરે છે કે એને મળતો દરેક પુરુષ એને પસંદ કરે છે અથવા એના પ્રેમમાં પડી જાય છે. ખરેખર એવું હોતું નથી.

આવા બાળકની માનસિકતા જ એવી થઇ જાય છે કે એણે જે મેળવવું હશે એ ઝૂંટવીને મેળવવું પડશે. કોઇ આનંદથી, લાગણીથી એને કશું આપી દેશે અથવા વગર માંગ્યે કંઇ મળી શકશે એવો વિચાર એની માનસિકતાની બહાર હોય છે. વર્ષોનો ઉછેર અને સંઘર્ષ એવું શીખવે છે કે સામેની વ્યક્તિ સાથેનો સંબંધ ફક્ત લેવડદેવડનો જ હોઇ શકે. કોઇ એને નરી લાગણીથી ચાહી શકે એ વાત એની કલ્પનામાં જ નથી. આવી રીતે ઉછરેલી સ્ત્રીઓ માને છે કે એમના જીવનમાં આવતી દરેક વ્યક્તિનો એમણે ઉપયોગ કરી લેવાનો છે. કોઇને હાનિ પહોંચાડ્યા વગરની પ્રગતિ શક્ય છે એવી એમને કદાચ ખબર જ નથી હોતી! ઘણા કિસ્સામાં બે બહેનપણીઓ અચાનક એકબીજાની દુશ્મન થઇ જાય.

વાતચીતનો વ્યવહાર બંધ થઇ જાય અને બંને એકબીજાની વિરુદ્ધ બોલવા લાગે એવી સ્થિતિ સર્જાય છે. એકને લાગે છે કે મેં સામેની વ્યક્તિ માટે આટલું બધું કર્યું. છતાં એણે મારી સાથે દગો કર્યો, તો બીજી તરફ એ વ્યક્તિને ખબર પણ નથી કે એણે પોતાની સહેલીના સુખ પર તરાપ મારી છે. સવાલ એ નથી કે આવી સ્ત્રીઓ ખોટી છે કે સાચી. સવાલ એ છે કે આવી સ્ત્રીઓને સ્વીકારવાની જરૂર છે. એમને લાગણી, સ્નેહ અને સન્માનથી જિંદગીમાં વિશ્વાસ આપવો અનિવાર્ય છે.

જ્યારે આવા પ્રસંગો બને ત્યારે એમના ઇરાદાઓ ખોટા છે એવું ધારી લેવાને બદલે એમને સમજવાનો પ્રયાસ કરવો એ જ સાચી મિત્રતા છે. આપણે કોઇને મિત્ર કહીએ ત્યારે એના ગુણ-અવગુણ, ભૂતકાળ અને માનસિકતા સાથે એને સ્વીકારવાની આપણી ફરજ છે. પહેલાં કોઇ આપણને ગમશે તો જ આપણે કોઇને ગમી શકીશું, એ સંવેદનશીલ હોવાની પહેલી શરત છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી