નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિના મૂલ્યે કાનૂની સેવાઓ હકદાર કોણ?

 
 
કોર્ટ કે વકીલના ખર્ચ ન પોસાય એવા લોકો માટે કાનૂની સેવા સત્તા મંડળ રચાયું છે.

જે વ્યક્તિઓ સમાજનાં નબળા વર્ગમાંથી આવે છે અને આર્થિક રીતે સક્ષમ નથી તેવી વ્યક્તિઓને વિના મૂલ્યે કાનૂની સહાય આપવા માટે ૧૯૮૭માં કેન્દ્ર સરકારે કાનૂની સેવા સત્તામંડળ ધારો પસાર કરેલ. આ ધારા હેઠળ રાજ્ય સ્તરેથી તાલુકા સ્તર સુધી કાનૂની સેવા સત્તામંડળો સ્થપાયેલાં છે જેને માથે કાનૂની સહાય અને સલાહ આપવાની જવાબદારી બને છે. આ ધારા અન્વયે ઘડાયેલ સત્તા મંડળ દ્વારા કાનૂની સહાય અને સલાહ ઉપરાંત કાનૂની શિક્ષણ અને જાગૃતિના કાર્યક્રમો અને લોક અદાલતોના કાર્યક્રમો ઘડવામાં આવે છે.

વિના મૂલ્યે કાનૂની સેવાઓ મેળવવા માટે અમુક ચોક્કસ વ્યક્તિઓ હકદાર બને છે. જે વ્યક્તિ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની હોય, સ્ત્રી અથવા બાળક હોય, માનસિક રીતે બીમાર અથવા અસમજ વ્યક્તિ હોય, માનવોના ગેરકાયદે વેપારનો ભોગ બનેલ હોય, ઔદ્યોગિક કામદાર હોય તે સૌને વિના મૂલ્યે કાનૂની સહાય મળી શકે છે. આ યોજના હેઠળ સામૂહિક વિનાશ, જાતીય હિંસા, જાતીય અત્યાચાર, પૂર, દુષ્કાળ, ભૂકંપ અથવા ઔદ્યોગિક સંકટ જેવા અનિચ્છનિય સંજોગોનો ભોગ બનેલી વ્યક્તિ હોય તે પણ આ સહાય મેળવી શકે છે.

આ ધારા નીચે કોઇ પણ વ્યક્તિ કે જેની વાર્ષિક આવક R ૫૦,૦૦૦થી વધતી ન હોય તો તે ગુજરાતી કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આપવામાં આવતી વિના મૂલ્યે કાનૂની સહાયનો લાભ મેળવવા હકદાર છે. એટલે જેણે કેસ ફાઇલ કરવો હોય અથવા જેની ઉપર કેસ થયેલ હોય અને તેણે બચાવ કરવાનો હોય તેવી દરેક વ્યક્તિ આ અધિનિયમ હેઠળ ઉપર જણાવ્યા મુજબ કાનૂની સેવા મેળવવા હકદાર ગણાશે.

મૂંઝવણભર્યો પ્રશ્ન એ થતો હોય છે કે ધારો કે કોઇને આવી સહાય જોઇતી હોય તો ક્યાં જવું તેની માહિતી હોતી નથી. આથી એ જાણવું ખૂબ જરૂરી છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માટે કાનૂની સેવા સમિતિઓનું, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનું અને તાલુકા કક્ષાએ તાલુકા સેવા સમિતિઓનું વ્યવસ્થિત માળખું ગોઠવવામાં આવેલ છે. જે વ્યક્તિને કાનૂની સહાય જોઇતી હોય તે હાઇકોર્ટમાં કે જિલ્લા ન્યાયલયમાં અથવા તાલુકા ન્યાયાલયમાં આવેલ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે અને ત્યાંથી જે માર્ગદર્શન મળે તે મુજબ કાર્યવાહી કરી શકે છે.

સામાન્ય રીતે કોઇ પણ પ્રકારનાં દિવાની, મહેસૂલી, મજુર ઔદ્યોગિક અદાલત કે પંચ સમક્ષ, દાખલ કરવાનાં થતાં દાવા, ફરિયાદ, અરજી, અપીલ, રીટ અથવા તો આવા પ્રકારનાં અન્ય કેસોમાં કાનૂની સહાય મળી શકે છે. આ જે સમિતિઓ છે તેમની પાસે કાયદાના નિષ્ણાત વકીલોની એક પેનલ હોય છે જે પૈકી કોઇ પણ એક વકીલને કેસ આપવામાં આવે છે અને તેમના દ્વારા કાનૂની માર્ગદર્શન અપાય છે. જે વ્યક્તિ આવી સહાય મેળવવા કાનૂની સેવા સમિતિ પાસે જાય છે તે વ્યક્તિને તેનો કેસ કોર્ટમાં દાખલ કરવા માટે થતો ટાઇપિંગ ખર્ચ, કોર્ટ ફીનો ખર્ચ તેમ જ નકલ તેમ જ ખરી નકલનો જે કંઇ ખર્ચ થાય અને વકીલ રોકવાનો પણ જે ખર્ચ થાય તે કાનૂની સેવા સમિતિ કે સત્તા મંડળ ભોગવે છે.

આ ધારો કેન્દ્ર સરકારે ૧૯૮૭માં પસાર કરેલ, પણ હજી પણ આપણા સમાજમાં આ ધારા અંગેની માહિતી જે વર્ગોને પહોંચવી જોઇએ તેને પહોંચાડી શકાઇ નથી અને આ વર્ગો એમને અધિકારો હોવા છતાં કોર્ટમાં પોતાના હક માટે માહિતી અને આર્થિક અક્ષમતાને લીધે પોતાના અધિકારો માટે લડી શકતાં નથી. આ એક એવું અભિયાન છે જેને ઘરઘર સુધી પહોંચાડવું જોઇએ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!