નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શુષ્ક ત્વચાને નિખારતા સૌંદર્ય પ્રસાધન

 
ઉનાળામાં સતત પરસેવો થવાથી આપણી ત્વચાના રોમછિદ્રો વધારે ખુલી જાય છે. જેના લીધે ત્વચાની તૈલગ્રંથિઓમાંથી સામાન્ય કરતાં વધારે તેલ નીકળે છે અને ત્વચા તૈલી થઇ જાય છે. પરિણામે ખીલ અને પરૂવાળી ફોલ્લીઓ થવા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ ઉપરાંત, ઉનાળામાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ ત્વચાને હાનિ પહોંચાડવામાં બાકી નથી રાખતાં.

આ સ્થિતિમાં કેટલીક મહિલાઓને શુષ્ક-નિસ્તેજ ત્વચા અને રેસીસનો પણ સામનો કરવો પડે છે. સામાન્ય રીતે ઉનાળાના કાળઝાળ ગરમીભર્યા આ દિવસોમાં પાર્લરમાં જઇને ત્વચાની ગુમાવેલી કાંતિ પાછી મેળવવા સિવાય બીજો કોઇ માર્ગ સૂઝતો નથી, પણ ત્વચાની થોડી સંભાળ રાખવાથી તમે આ પરેશાનીઓથી દૂર રહેવાની સાથે ગુમાવેલી કાંતિ પાછી મેળવી શકો છો. તો અત્યારથી જ તૈયારી કરી લો, આ ઉનાળામાં સુંદર દેખાવા માટેની...

યોગ્ય સંભાળ

રોજ સવારે અને રાત્રે ત્વચાનું કલીન્સિંગ અને સવારે ટોનિંગ કરવાનું યાદ રાખો. અત્યારે બજારમાં દરેક પ્રકારની ત્વચાને અનુરૂપ કલીન્સર અને ટોનર મળે છે. તમારી ત્વચાના પ્રકાર મુજબ તેની પસંદગી કરો. જે કંપનીના કલીન્સરનો ઉપયોગ કરતાં હો, તે જ કંપનીના ટોનરનો ઉપયોગ કરવાનું રાખો.

આ માટે કોટનબોલ પર થોડું કલીન્સર લો અને તેનાથી ચહેરો સારી રીતે લૂછી લો. તે પછી ટોનર અને મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરો. બહાર જવાનાં હો તો ચહેરા અને હાથ પર સનસ્ક્રીન અવશ્ય લગાવો. ગરમી પ્રમાણે ૩૦થી ૫૦ એસપીએફ ધરાવતું સનસ્ક્રીન સારું રહેશે. તે સાથે અઠવાડિયામાં એક વાર ત્વચાને તાજગી અને ઠંડક પ્રદાન કરનારા ફેસપેકનો ઉપયોગ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો ઘરે તૈયાર કરેલા ટોનર, કલીન્સર અને ફેસપેકનો ઉપયોગ પણ કરી શકો. આ કેવી રીતે બનાવવા તેની રીત અહીં જણાવી છે.

કલીન્સર બનાવવા માટે

- એક ગ્લાસ પાણી, એક ચમચી ગ્લિસરીન, એક ચમચી લીંબુનો રસ, સહેજ લીંબુના ફૂલ અને એક ચમચો મધ ભેળવો. આ કલીન્સર કોઇ પ્રકારની ત્વચા માટે ઉપયોગી છે.

- બે ચમચા મલાઇમાં એક ચમચી ગ્લિસરીન ભેળવી બરાબર મિક્સ કરો. તૈયાર લોશનને ચહેરા પર લગાવો અને કોટનબોલથી સારી રીતે લૂછી લો. આ કલીન્સર શુષ્ક ત્વચામાં નિખાર લાવે છે.

ટોનર બનાવવા માટે

- એક ગ્લાસ પાણી ગરમ કરો. તે ઉકળે એટલે તેમાં દેશી ગુલાબની ૧૫-૨૦ પાંખડીઓ નાખો. પાણી ઉકળીને અડધા ભાગનું રહે, ત્યારે આંચ પરથી ઉતારી તૈયાર ટોનરને ઠંડું કરી બોટલમાં ભરી લો.

- એક ગ્લાસ પાણી ગરમ કરો. તે ઉકળે એટલે તેમાં લીમડાના ૮-૧૦ પાન નાખો. તે બરાબર ઉકળી જાય એટલે ગેસ પરથી ઉતારી બોટલમાં ભરી લો. આ એન્ટિસેપ્ટિક ટોનરથી ખીલ કે પરૂવાળી ફોલ્લીની સમસ્યા દૂર થાય છે.

નોંધ : ઉપર જણાવેલા ટોનર અને કલીન્સરને ફ્રજિમાં રાખી એક અઠવાડિયા સુધી ઉપયોગ કરી શકાય છે.

ફેસપેક બનાવવા માટે

- બે ચમચી સુખડનો પાઉડર, અડધી કાકડીની પેસ્ટ, એક ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી મધ ભેળવો.સામાન્ય ત્વચાને સ્વસ્થ બનાવવા માટે આ ફેસપેકનો ઉપયોગ કરવામાં આવે છે.

- ખસખસને આખી રાત પાણીમાં પલાળી રાખી તેની પેસ્ટ બનાવો. તેમાં બે ચમચી સુખડનો પાઉડર અને એક ચમચી મિલ્ક પાઉડર મિક્સ કરો. જો તમારી ત્વચા સામાન્ય હોય, તો આનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકો છો.

- ૪-૬ બદામ, ૨૦-૩૦ નંગ ચારોળીને આખી રાત પાણીમાં પલાળો. સવારે પાણી નિતારીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં એક ચમચી સુખડનો પાઉડર, એક ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી ગ્લિસરીન ભેળવો. ગ્લિસરીનના બદલે કેળાના ગરનો ઉપયોગ પણ કરી શકો છો. શુષ્ક ત્વચાને કાંતિવાન બનાવવા માટે આ ફેસપેક અત્યંત સારું રહે છે.

- જો તમારી ત્વચા તૈલી હોય તો પપૈયાના પલ્પથી ૧૫-૨૦ મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો. તે પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખો. આનાથી તમારી ત્વચા કાંતિવાન બનશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!