નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રુંવાટી કેવી રીતે દૂર કરવી?

 
પ્રશ્ન : મારી ઉંમર પંદર વર્ષ છે. હું વાળ ધોવા માટે હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરું છું, પણ જ્યારે વાળ ટોવેલથી લૂછું ત્યારે મારા વાળ ખૂબ જ ખરે છે. કોઇ ઉપાય જણાવશો?

ઉત્તર :વાળ ખરવાના અનેક કારણ હોઇ શકે છે. આનુવંશિક, સ્ટ્રેસ, ખોડો, પોષણ વિનાનો આહાર વગેરે. સૌપ્રથમ તો તમે પૌષ્ટિક આહાર લેવાનું શરૂ કરો. તેમાં ખાસ કરીને દૂધ, પનીર, ફણગાવેલા કઠોળ, તાજાં ફળ વગેરે જરૂર ખાવ. શક્ય હોય તો રોજ એક-બે આંબળા ખાવ. ખોડો ન થાય એ માટે બને ત્યાં સુધી સ્ટ્રેસથી દૂર રહો. આ ઉપરાંત, તમે કોસ્મેટિકસ ક્લિનિકમાં સીટિંગ્સ પણ લઇ શકો છો. તેનાથી વાળ ખરતા અટકવાની સાથે તેનો ગ્રોથ પણ સારી રીતે થશે.

પ્રશ્ન : હું ૧૯ વર્ષની છું. મારા ચહેરા, હાથ અને પગ પર ખૂબ જ રુંવાટી છે. આંખો નીચે કાળા કુંડાળા પણ થઇ ગયા છે. આ રુંવાટી અને કાળા કુંડાળા કેવી રીતે દૂર કરું?

ઉત્તર :ચહેરા પરની રુંવાટી દૂર કરવા માટે તમે બ્લીચિંગ કરી શકો છો. જ્યારે હાથ-પગ પરની રુંવાટી દૂર કરવા માટે વેક્સિંગ કરાવી શકો અથવા હેર-રિમૂવર ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. આંખોની આસપાસ કાળા કુંડાળા મોટા ભાગે ઊંઘ પૂરી ન થવાને લીધે, ઓછા અજવાળામાં વાંચવાને કારણે અથવા સ્ટ્રેસને કારણે થતાં હોય છે. આથી પૂરતી ઊંઘ લો, વાંચતી વખતે પૂરતું અજવાળું હોય તેનું ધ્યાન રાખો અને થોડી થોડી વારે આંખોને આરામ આપતાં રહો. કાળા કુંડાળા દૂર કરવા માટે બટાકા અથવા કાકડીનો રસ લગાવો.

પ્રશ્ન : હું વીસ વર્ષની છું. છેલ્લા થોડા મહિનાથી મારી આંખોની આસપાસ સોજો રહે છે, જે સવારના સમયે વધારે હોય છે. તે દૂર કરવા માટે શું કરું?

ઉત્તર :સવારના સમયે આંખોની આસપાસ થોડો સોજો દરેકને રહે છે કેમ કે સૂતી વખતે લોહીનું પરિભમણ માથા અને આંખ તરફ વધારે રહે છે. ક્યારેક ધૂળ કે એલર્જીને કારણે પણ આવું થાય છે. જો કાયમી આવો સોજો રહે તો આંખોની નીચે આઇ-બેગ્સ થવાની શક્યતા રહે છે. માથું ઊંચું રહે એ રીતે સૂઓ અને મીઠું ઓછું ખાવ. સૂતાં પહેલાં આઇમેકઅપ અવશ્ય સાફ કરો.

પ્રશ્ન : મારા ચહેરા પર ચકામા થઇ ગયા છે, જેના લીધે મારો ચહેરો અત્યંત ખરાબ લાગે છે. મારે શું કરવું જોઇએ?

ઉત્તર :તમે કોઇ સારા પાર્લરમાં સ્કિન ટ્રીટમેન્ટ કરાવો. અઠવાડિયામાં ત્રણ-ચાર વાર ચહેરા પર કાકડીનો રસ લગાવો. જવના લોટમાં દૂધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. તે સૂકાઇ જાય એટલે પાણીથી ધોઇ નાખો. આવું એક મહિના સુધી નિયમિત રીતે કરવાથી ચકામા દૂર થઇ જશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષ છે. મારા પગના નખ ખૂબ જ નબળા હોવાથી સહેજ વધે તો પણ તૂટી જાય છે. મારે શું કરવું ?

ઉત્તર :તમે રાત્રે સૂતાં પહેલાં ઓલિવ ઓઇલ, બદામના તેલ કે અરોમા મેજિકના ક્યૂટિકલ ક્રીમથી પંદર-વીસ મિનિટ માટે પગનાં નખ પર મસાજ કરો. તે પછી આ ક્રીમ લૂછ્યા વિના જ સૂઇ જાવ. આવું દરરોજ નિયમિત રીતે કરો. ધીરે ધીરે નખ મજબૂત થઇ જશે અને વારંવાર તૂટી નહીં જાય.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી