નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળક માટે શક્તિનો સ્ત્રોત માતાની હૂંફ

 
બાળક અન્ય કુટુંબીજનો કે અજાણ્યા પાસે ખુશ રહેતું હોય, ત્યારે માતાએ એ વિચારવું જોઇએ કે પોતાની ક્યાં ભૂલ થઇ છે?

આમ તો માતાના ગર્ભમાં જ ૭મા-૮મા મહિને ગર્ભસ્થ બાળક માતાની સંવેદનાને સમજવા લાગે છે. ઘણી સગભૉઓ અનુભવે છે કે પોતાના મૂડ પ્રમાણે બાળક પણ પેટમાં હલનચલન, લાતો મારતું હોય છે. જન્મ્યા બાદ ધાવણ લેવાનું શીખતાં અને ત્યાર બાદ ધાવતું બાળક માતાના શરીરની હૂંફ તથા ઉષ્મા મેળવે છે. માતાના શરીરની ઉષ્માથી બાળક પરિચિત થાય છે. બાળક રડે ત્યારે તેને છાનું રાખવા માટે માતાના પ્રેમભર્યા અવાજ તથા લાગણીભર્યા સ્પર્શથી બાળક ધીરે ધીરે પરિચિત થાય છે. આથી જ ઘણી વાર અન્ય સ્ત્રી તેને ઉંચકે તો પણ બાળક શાંત નથી થતું, પણ જ્યારે માતા બાળકને લે કે થોડી જ ક્ષણોમાં તે શાંત થઇ જાય છે.

એક વર્ષનું બાળક ઘણી વખત ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશતાં જ રડે છે એ જ બાળક અમુક હિંસક પ્રાણીઓને જોઇને ખુશ થતાં હોય છે. કુટુંબીજનોના સમયના નહીં પરંતુ સાંનિધ્યના ભૂખ્યાં બાળકોના પપ્પા ધંધાર્થે બહારગામ જાય, દાદા-દાદી બહાર જાય ત્યારે તેમનાં મમ્મી ઘણી વાર ફરિયાદ લઇને આવે કે બાળક ખૂબ ચીડિયું થઇ ગયું છે. બરાબર જમતું નથી. તેનું કારણ બાળકને કંઇ રોગ નથી, પણ તેને સ્નેહની સરવાણી વહેવડાવનારની ગેરહાજરી સાલે છે.

ઘણી માતા કહે છે કે મારું બાળક મારા કરતાં તેના મોટા ભાઇ-બહેન, દાદા-દાદી પાસે કે ઘણી વખત આયા બહેન પાસે શાંત રહે છે અને આનંદથી રહે છે, પણ મારી પાસે ખુશ રહેતું નથી. તે માતાઓએ એવું વિચારવાની જરૂર હોય છે કે તેમણે પોતાના બાળક માટે કેટલો કવોલિટી સમય આપ્યો? આ જ બાબત ૨૫ વર્ષ પહેલાં આવેલા ‘શરાબી’ પિકચરમાં અમિતાભ બચ્ચને તેના પિતા પ્રાણને કહી હતી. બાળક બીમાર હોય ત્યારે ખાટલે સૂતેલા બાળકના કપાળે માતાનો ઉષ્માભર્યો હાથ તેને કેટલી શાતા આપે છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પણ કહ્યું હતું કે હું ભણતો હતો ત્યારે મારી મા ખૂણામાં બેસી રહેતી. તેને હું શું ભણું છું તે ગતાગમ પડતી ન હતી, પણ તેની હાજરી જ મારા માટે શક્તિનો સ્ત્રોત બની રહેતી. દરેક માતા-પિતાએ તથા કુટુંબીજનોએ બાળકના બે તબક્કા સાચવી લેવાની ખાસ જરૂર છે. એક, જ્યારે બીજું બાળક જન્મે ત્યારે પહેલા બાળક માટે તે પછીના છ મહિના અને છોકરીઓનો જ્યારે ઋતુકાળ (માસિક) ચાલુ થાય તેના પછીનું એક વર્ષ.

કુટુંબમાં બીજું બાળક આવે ત્યારે પહેલું બાળક મા-બાપના પોતાના પ્રત્યેના પ્રેમના ભાગાકાર-બાદબાકી દર્શાવતું અટપટું ગણિત સમજી નથી શકતું. તે જ રીતે ઋતુકાળમાં આવતી છોકરીઓના અંત:સ્રાવો તેમના સ્વભાવને થોડો બદલે છે. તેમની ભૂલ હોય છતાં તેમના પ્રત્યે સ્નેહાળ વર્તન દાખવતાં તેમનો આ સમય સચવાઇ જાય તો થોડા સમયમાં જ તેઓ સામાન્ય થઇ જાય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!