નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જાડાપણુ દૂર કરી કામણગારા બનવાનો સૌથી સરળ રસ્તો

 
આ ઉપાયમાં તમારે ડાયટિંગ કરવાની કે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી

ભોજન કરતી વખતે તમારુ સંપૂર્ણ ધ્યાન તમારા જમવા ઉપર જ હોવુ જોઇએ


જાડા લોકો માટે એક સારા સમાચાર છે. હવે તમારે મેદસ્વીપણુ ઓછુ કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે જો ધ્યાનથી જમવામાં આવે તો તમે પણ કામણગારી કાયા મેળવી શકો છો. હાવર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એક રિસર્ચમાં તારણ મેળવ્યુ હતું કે ભોજન કરતી વખતે તમારુ સંપૂર્ણ ધ્યાન તમારા જમવા ઉપર જ હોવુ જોઇએ. ધ્યાનથી ભોજન કરવાના કારણે તમારુ મસ્તિષ્ક શરીરની સાથે તાલમેળ બેસાડી લે છે, જેનાથી તે તૃપ્ત થવાની સાથોસાથ રાસાયણિક સંદેશને પણ સાંભળી શકે છે.

અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે જે લોકો આસપાસ બની રહેલી ગતિવિધિઓના બદલે ખાવા પર ધ્યાન આપે છે, તેમનું વજમ સરેરાશ 6.3 કિલો કરતા પણ વધારે ઘટી શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર પાચનતંત્ર અને તંત્રિકાતંત્ર વચ્ચે હોર્મોન્સના સંકેતોની એક જટિલ શ્રૃંખલા છે તથા મસ્તિષ્ક સુધી એ સંદેશો પહોંચાડવામાં આશરે 20 મિનિટ લાગે છે કે શરીરે પૂરતુ ભોજન કરી લીધું છે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ઉતાવળમાં ભોજન કરતુ હશે તો તેના સંકેતો થોડા મોડા પહોંચશે અને તે વધારે ભોજન કરી લેશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!