નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જવાબદારીઓનો અનોખા હોબી ક્લાસીસ

ઉનાળો, વેકેશન અને મસ્તી. કેવો સંગમ છે ને? આ વર્ષે ચીલાચાલુ ધમાલને બદલે કંઇક એવું કરો કે જીવનમાં કંઇ નવું કર્યાનો આનંદ મળે.

સવારનો નાસ્તો દાદીમાની હાજરીમાં પૌત્રી બનાવે. આમ દાદી-પૌત્રીની ટીમ બનાવી એક અઠવાડિયા સુધી રસોડાની જવાબદારી સોંપી દો. આ રીતે તમે બાળકોને ઘરનું બજેટ બનાવવામાં, કરિયાણું લાવવા વગેરે બાબતોમાં નિષ્ણાત બનાવી શકો છો.

દાદા-દાદી પોતાના પૌત્ર-પૌત્રીઓ પાસેથી કમ્પ્યુટર ઓપરેટ કરતાં શીખે. ખાસ કરીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તેનાથી દૂર રહેતાં સંબંધીઓ અને પરિચિતોને ભેગા કરવામાં મદદ થશે.

બાળકો મમ્મીને કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં, ઇન્ટરનેટ, મોબાઇલ બેંકિંગ જેવી પદ્ધતિઓથી માહિતગાર કરી શકે છે. જેમ મમ્મી હોમવર્ક કરાવે ત્યારે સહેજ પણ ઢીલ નથી રાખતી. તે જ રીતે તેમને શીખવતી વખતે બાળકો પણ તેમને રોજ ઘરના સભ્યોને એક ઇ-મેઇલ કરવાનું, સાથે ફોટો અટેચ્ડ કરવો વગેરે કરવાની સૂચના આપી શકે છે.

દર વર્ષે વેકેશનમાં તમે બાળકોને કંઇ નવું શીખવા માટે હોબી ક્લાસીસમાં મોકલો છો, તો આ વર્ષે કંઇક નવું કરો. આ વર્ષે ઘરમાં જ નવા પ્રકારના ક્લાસીસ શરૂ કરીને એક નવી શરૂઆત કરો. જેમાં તમારા સહિત કુટુંબીજનો પણ સામેલ હોય. બધાં એકબીજાને કંઇ ને કંઇ શીખવે. તેમાં જે શ્રેષ્ઠ શિક્ષક નીવડે, તેને જુન મહિનાના અંતે ઇનામ આપો. સવારની શરૂઆત કૌટુંબિક જોગિંગ કે કસરત-યોગ ક્લાસથી કરો. તે પછી બધાની ભૂમિકા વહેંચી દો.

સવારનો નાસ્તો દાદીમાની હાજરીમાં પૌત્રી બનાવે. આમ દાદી-પૌત્રીની ટીમ બનાવી એક અઠવાડિયા સુધી રસોડાની જવાબદારી સોંપી દો. આ રીતે તમે બાળકોને ઘરનું બજેટ બનાવવામાં, કરિયાણું લાવવા વગેરે બાબતોમાં નિષ્ણાત બનાવી શકો છો.

આ જ રીતે દાદા-દાદી પોતાના પૌત્ર-પૌત્રીઓ પાસેથી કમ્પ્યુટર ઓપરેટ કરતાં શીખે. ખાસ કરીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તેનાથી દૂર રહેતાં સંબંધીઓ અને પરિચિતોને ભેગા કરવામાં મદદ થશે.

પપ્પાની પણ કેટલીક જવાબદારી

- પોતાના માતાપિતા અને પત્નીને ઓનલાઇન બિલ ભરતાં શીખવો.
- અઠવાડિયામાં એક વાર તમે રસોઇ બનાવો. તેમાં ઇચ્છો તો બાળકોની મદદ લઇ શકો.
- સપરિવાર કોઇ જુની ફિલ્મ જુઓ.
- માતા અને પિતાજી માટે હોટલમાં સ્પેશિયલ ડિનર લેવાની વ્યવસ્થા કરો.

નાનાં શિક્ષકો

પરિવારના અન્ય સભ્યોની મદદથી દાદા-દાદીનો મેકઓવર કરો. દાદી કાયમ સાડી જ પહેરતાં હોય, તો તેમના માટે એક ડ્રેસ સીવડાવો. દાદા કાયમ સફેદ લેંઘો-ઝભ્ભો જ પહેરતાં હોય, તો એમને બીજા રંગોના કપડાં પહેરવાનું જણાવો. મમ્મી અને દાદીને કમ્પ્યુટર ગેમ્સ રમતાં શીખવો. દાદી પાસેથી પાંચીકા, કોડી રમતાં શીખો. લૂડો, કેરમ, સાપસીડી જેવી રમતો પરિવારના બધા સભ્યો સાથે મળીને રમો.

મોટા ભાઇબહેન તો પોતાના નાનાં ભાઇબહેનોની વસ્તુઓ સાચવતાં જ હોય છે. આ વખતે નાનાંએ મોટા ભાઇબહેનોની વસ્તુઓ સાચવવાની જવાબદારી નિભાવવાની છે. તેમની જ માફક પોતાનો રૂમ, કબાટ, રેક અને બધી વસ્તુઓને સાચવીને રાખવાની છે. નાનાં ભૂલકાંઓને શીખવવાની સાથે તેમની પાસે રહેવાની આવી તક જતી ન કરતાં.

હવે મમ્મીનો આવ્યો વારો

ભૂમિકાની અદલાબદલીમાં મમ્મીને પણ બાકાત નથી રાખવાનાં. બાળકો મમ્મીને કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં, ઇન્ટરનેટ, મોબાઇલ બેંકિંગ જેવી પદ્ધતિઓથી માહિતગાર કરી શકે છે. જેમ મમ્મી હોમવર્ક કરાવે ત્યારે સહેજ પણ ઢીલ નથી રાખતી. તે જ રીતે તેમને શીખવતી વખતે બાળકો પણ તેમને રોજ ઘરના સભ્યોને એક ઇ-મેઇલ કરવાનું, સાથે ફોટો અટેચ્ડ કરવો વગેરે કરવાની સૂચના આપી શકે છે.

બાળકો વડીલો પાસેથી અને વડીલો બાળકો પાસેથી આ હોબી ક્લાસીસમાં શું અને કેટલું શીખ્યા, તે જાણવા વેકેશનના અંતમાં પરીક્ષાનું આયોજન કરો. એ દિવસે સાંજે સૌથી સારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને તથા શ્રેષ્ઠ શિક્ષકને ઇનામ આપો. આ અનોખા હોબી ક્લાસીસનો આ વેકેશનમાં ઉપયોગ કરો અને વેકેશનને કાયમ માટે યાદગાર બનાવી દો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!