નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બહુમુખી પ્રતિભાશાળી નંદિની ત્રિવેદી

 
રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલાં આ મહિલાએ પત્રકારત્વ પણ પાસ કર્યું અને પોતાના ઇશ્વરીય બક્ષિસ સમાન સ્વરને લીધે સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

મધુર સ્વર ધરાવતાં નંદિનીબહેનને સાસરિયાંમાં પણ સંગીતનું વાતાવરણ મળ્યું એ કેવો સંજોગ!

મિત્રો, મુંબઇના શ્રુતિમંડળ અને ભવન્સ મંડળના મારા કાર્યક્રમ દરમિયાન બહુમુખી પ્રતિભા ધરાવતાં નંદિનીબહેન ત્રિવેદીની મુલાકાત થઇ. શ્રોતા તરીકે પધારેલાં નંદિનીબહેન સાથે વાતચીત કરતાં મને જાણવા મળ્યું કે તેમણે શાસ્ત્રીય સંગીત તરફ યુવાવર્ગને આકર્ષવા માટે અનેક રાગ ઉપર આધારિત ફિલ્મી ગીતોનાં નોટેશન લખી ‘મીલે સૂર’ નામનું પુસ્તક બહાર પાડ્યું જેની ત્રણ એડિશન બહાર પડી છે. જે યુવાવર્ગને ખૂબ પ્રિયકર બની છે.

‘મન કાહે ના ધીર ધરે’, ‘ચંદન સા બદન ચંચલ ચિતવન’ કે ‘તુમ દિલ કી ધડકન મેં રહતે હો’ આ ગીતના નોટેશન વાંચતાં વાચકો બોલી ઊઠે, ‘અરે! આ ગીત યમનમાં ગાયેલ છે?!’ તો તો મારે જરૂર યમન રાગ શીખવો પડશે.’ અને દિવ્ય શક્તિ અને આત્મિક આનંદ અર્પણ કરનારા સંગીત તરફ સેંકડો લોકો વળ્યા. આ સંગીતની મહાન સેવા નથી તો બીજું શું છે?! તો મિત્રો, તેમના વિશે મને જાણવાની રુચિ થઇ તે જાણકારી તમારી સાથે જરૂર વહેંચીશ.

૧૯૬૦માં જન્મેલાં નંદિનીબહેનના પિતા જયંતભાઇ પંડ્યા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અગ્રગણ્ય નામ ધરાવતા હતા. માતા રાસેશ્વરી પંડ્યા પણ થોડુંઘણું સંગીત ગાઇ જાણતા. નંદિનીનો ઇશ્વરે આપેલો કંઠ પારખી એને ગાંધર્વ મહાવિદ્યાલયમાં સંગીત શીખવા લઇ ગયા અને સંગીત જગતમાં નંદિનીએ ડૂબકી મારી. મોહિનાબા સ્કૂલમાં ભણતી નંદિનીના શિક્ષિકા ચારુબહેન વૈદ્ય મહાન કવિ ઝવેરચંદ મેઘાણીનું ગીત ‘સુના સમંદરની પાળે’ કોઇ પણ મહેમાન આવે એટલે ગવડાવે.

ત્યાર બાદ રેડિયો પર યુવાવાણીમાં ઓડિશન પાસ કરી યુવા નંદિની કાર્યક્રમો આપવા માંડી. નંદિનીબહેને રવિન્દ્ર સંગીત પણ ખૂબ મીઠું અને રુચિકર લાગતું હતું એટલે તારાશંકર બંદોપાધ્યાયજી પાસે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં શીખવાનું શરૂ કર્યું. તેમણે સંગીતની સાથે સાથે પોલિટિકલ સાયન્સમાં એમ.એ. અને ડિપ્લોમા ઇન જનૉલિઝમ કરી પત્રકારત્વમાં પણ આગવી પ્રતિભા દાખવી છે. સુકુમારભાઇ સાથે લગ્ન બાદ નંદિનીબહેનને સુરત રહેવાનું થયું. તેમના સસરા મુકુન્દરાય ત્રિવેદી વાઇસ ચાન્સેલર હોવાની સાથે શાસ્ત્રીય જગતના મહાન ગુરુ, ગાયક અને બંદિશકાર પંડિત યશવંતરાય પુરોહિતના શિષ્ય હતા. આમ નંદિનીબહેનને સંગીતનો અનોખો માહોલ મળી ગયો.

૧૯૯૦માં તેઓ મુંબઇ આવ્યા અને સંગીતજ્ઞાતા અને વાયોલિનવાદક મોહનભાઇ બલસારા પાસે તેઓ સુગમ સંગીત અને રાગદારી શીખવા લાગ્યા. ૨૦૦૧માં કિરાના ઘરાનાના મહાન ગાયિકા પ્રભા અત્રેજીને મળવાનું થયું. પ્રભાજીએ કંઇક સંભળાવવાનું કહ્યું અને નંદિનીબહેને પ્રભાજીની ગાયેલી ‘તન મન ધન તોપે વારુ’ રાગ કલાવતીની બંદિશ સંભળાવી. પ્રભાજીએ તેમને સંગીત શીખવાની અનુમતિ આપી. તેઓ કહે છે, ‘૬૪ લલિતકળામાં સર્વશ્રેષ્ઠ કળા સંગીત છે અને I am blessed કે સંગીત મને મળ્યું છે.’ સંગીત જગતને સંદેશો આપવા જણાવ્યું ત્યારે ખૂબ સરસ વાત કહી, ‘સંગીત એવી કળા છે જેમાં બુદ્ધિની સાથે હૃદયની પણ જરૂર પડે છે. એ બંનેનો સમન્વય થાય તો જ ઇશ્વર સુધી પહોંચી શકાય છે.’

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી