નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વ્યાજદરો વધવાને કારણે ઉદ્યોગનો વિકાસ રૂંધાશે

 
આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા વ્યાજદરને કારણે વિકાસદર ઉપર તેની વિપરીત અસર પડશે તેવી ભીતિ ઉદ્યોગજગત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બેન્કિંગ જગત, ઓટો ક્ષેત્ર અને હાઉસિંગ ક્ષેત્રના અગ્રણીઓએ પણ એવો ભય વ્યક્ત કર્યો છે કે આની વિપરીત અસર તમામ ક્ષેત્રો ઉપર પડશે.

ફિક્કીની ફાયનાન્સ કમિટીના ચેરમેન ઉદયન બોઝે આ અંગે જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારાને કારણે ઉત્પાદન કિંમતમાં વધારો થશે જેના કારણે વિકાસદરમાં ઘટાડો થવાની શક્યતા છે. આના કારણે ચીજવસ્તુઓની કિંમતમાં પણ વધારો નોંધાશે.

એસોચેમના પ્રમુખ દિલીપ મોદીએ પણ જણાવ્યું હતું કે વ્યાજદરમાં સતત વધારો કરવામાં આવ્યો હોવા છતાં પણ ફુગાવો કાબૂમાં નથી આવતો પરંતુ ઉત્પાદન, ભંડોળ એકત્રિકરણની કિંમતમાં વધારો થવાને કારણે નકારાત્મક સેન્ટિમેન્ટમાં વધારો થઈ રહ્યો છે.
આઈસીઆઈસીઆઈ બેન્કનાં વડાં ચંદા કોચરે જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે વ્યાજદરમાં કરવામાં આવેલો વધારો ગ્રાહકો ઉપર લાદવામાં આવશે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન એમ. વી. નાયરે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા લેવામાં આવેલું પગલું અપેક્ષિત છે કારણ કે ફુગાવો વિકાસ સામે મોટો ખતરો છે. હાઉસિંગ ક્ષેત્રના સંગઠન મંડળોએ પણ એવો ભય સેવ્યો છે કે વ્યાજદરમાં વધારાના કારણે મકાનની કિંમતમાં ૫થી ૧૦ ટકાનો વધારો થવાની શક્યતા રહેલી છે.

કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઇ)ના ચેરમેન પ્રદીપ જૈને જણાવ્યું હતું કે વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાના કારણે આગામી ૩થી ૬ માસ દરમિયાન દેશમાં મકાનોની કિંમતમાં ૫થી ૧૦ ટકાનો વધારો થવાની શક્યતા રહેલી છે. ક્રેડાઇના પ્રેસિડેન્ટે પણ જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારાના કારણે ફુગાવામાં ઘટાડો થવાના બદલે વધારો થતો હોય તેમ મને લાગી રહ્યું છે. તો બીજી તરફ ઓટોમોબાઇલ ક્ષેત્રના અગ્રણીઓએ પણ એવી ભીતિ વ્યક્ત કરી છે કે આ પગલાંને કારણે માગમાં ઘટાડો થશે. આ અંગે પ્રતિક્રિયા આપતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રેસિડેન્ટ પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે આરબીઆઈનાં આ પગલાંને કારણે ઓટો ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી