નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લગ્નગીતો અને ગરબાની રમઝટ

પહેલાંનાં જમાનામાં જાન માંડવે આવે ત્યારથી લઇને કન્યાવિદાય સુધીના ગીતો ઘરની મહિલાઓ ગાતી.હવે તેના બદલે ગરબા,સંગીતસંધ્યા અને ડીજે પાર્ટી બોલાવવામાં આવે છે.

લગ્ન હોય એટલે લગ્નગીતો તો હોય જ. આપણે જ્યારે પણ કોઇના લગ્નમાં જઇએ ત્યારે જોઇએ છીએ કે લગ્નમંડપની એક બાજુ ખૂણામાં નાનકડું સ્ટેજ સજાવેલું હોય છે. જ્યાં શરણાઇવાળા અને સાથે જ કેટલાક કલાકારો બેઠા હોય છે. શરણાઇના સૂરની સાથે ગોરમહારાજના શ્લોક કાને પડતાં હોય છે. જે પ્રમાણે લગ્નવિધિ ચાલતી હોય છે તે મુજબ સ્ટેજ પર બેઠેલા કલાકારો વિધિ પ્રમાણે ગીતો ગાતાં હોય છે.

પહેલાંના સમયમાં જ્યારે જાન માંડવે આવે ત્યારથી ગીતોની શરૂઆત કુટુંબની વડીલ મહિલાઓ કરતી. જાનપ્રસ્થાનના ગીતો ગવાતા, વરને પોંખવા તેમ જ નાક ખેંચવાની વિધિના ગીતો સાથે ફટાણાં ગવાતાં અને વાતાવરણ મસ્તીભર્યું બની જતું. વરરાજા માહ્યરામાં પધારે ત્યારથી લગ્ન પૂરાં થાય તે દરમિયાન માંડવામાં બેઠેલી કુટુંબની મહિલાઓ વિધિ પ્રમાણે ગીતો ગાતી. આજે આમાં થોડો ફેરફાર થયો છે. હવે માંડવામાં બેઠેલી મહિલાઓ તો ગીતો નથી ગાતી, પણ વિધિ પ્રમાણે ગીતો ગાવા માટે કલાકારો બેસે છે.

જે દરેક વિધિ જેવી કે વરરાજા માંડવામાં પધારે તે સમયના ગીત, ગણેશસ્થાપના, કન્યાની પધરામણી, હસ્તમેળાપ, મંગળફેરા વખતના ગીત, સપ્તપદીના શ્લોક, અખંડ સૌભાગ્યવતીનું ગીત અને અંતમાં કન્યાવિદાયના ગીત આ કલાકારો ખૂબ ભાવપૂર્વક ગાય છે. લગ્ન સમયે ગોરમહારાજના શ્લોકની સાથે આવા ભાવનાસભર ગીતો લગ્નના વાતાવરણને વધારે ભાવવિભોર બનાવે છે. કન્યાની મનોસ્થિતિ અને તેનાં માતા-પિતાની લાગણીને ધ્યાનમાં રાખી તેમ જ ભાઇ-બહેનના હેતને દર્શાવતાં લગ્નગીતો કન્યાવિદાય થાય ત્યાં સુધીમાં તો દરેકના હૈયાને લાગણીથી તરબોળ કરી દે છે.

ભલે આપણે આધુનિક જીવન જીવતાં હોઇએ કે પછી ગમે એટલી આધુનિક વિચારસરણી ધરાવતાં હોઇએ, તેમ છતાંય આપણા રિવાજો અને સંસ્કારો હજી પણ વળગી રહ્યાં છીએ જે આપણને ગમે છે. જેમ લગ્નગીતો હવે કુટુંબની મહિલાઓ દ્વારા નહીં, પણ કલાકારો દ્વારા ગવાય છે. તે જ રીતે લગ્નના આગલા દિવસે ગરબા અને સંગીત સંધ્યામાં પણ હવે જમાના પ્રમાણે ડીજે પાર્ટી બોલાવવામાં આવે છે. પહેલાં લગ્નના આગલા દિવસની રાતે વર-વધૂને ત્યાં અલગ અલગ ગરબાની રમઝટ જામતી જોવા મળતી, પણ હવે તો વર-વધુ અને તેમના પરિવાર સાથે જ રમઝટ જમાવે છે.

લગ્નના આગલા દિવસે બંને કુટુંબો દ્વારા સાથે જ ગરબા, સંગીતસંધ્યાનું આયોજન અને તેમાં પણ મોટા ભાગે હવે ડીજે પાર્ટી જ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત હવે નવો ટ્રેન્ડ એવો જોવા મળે છે, જેમાં કપલ ડાન્સની થીમ ખાસ રાખવામાં આવે છે. લગ્નના થોડા દિવસો અગાઉ વર-વધૂ કપલ ડાન્સ કે થીમ બેÍડ ડાન્સ માટે કલાસીસમાં ડાન્સ શીખવા માટે જાય છે. આ રીતે ગરબાના દિવસે તેમના સિલેકટ કરેલા ગીતો પર તેઓ ડાન્સ કરી વાતાવરણની સાથે જ નવા જીવનની શરૂઆત પહેલાં જ રોમાંચનો અનુભવ કરતાં પણ જોવા મળે છે. કપલ ડાન્સમાં કુટુંબનાં લગભગ દરેક સભ્યો ભાગ લે છે. જે જીવનભરનું સંભારણું પણ બની જાય છે.

ગરબામાં જૂના અને નવા ગીતોની પસંદગી કરીને તે મુજબ જ ગીતો રજૂ થતાં હોય છે. તેમાં પણ કપલ ડાન્સમાં ‘જબ કોઇ બાત બિગડ જાયે... જબ કોઇ મુશિ્કલ પડ જાયે... તુમ દેના સાથ મેરા... ઓ હમનવાજપ્ત ગીત ખાસ પસંદગી ધરાવે છે. તે સાથે ‘મહેંદી લગા કે રખના... ડોલી સજાકે રખના...’, ‘સાજનજી ઘર આયે...’ જેવાં અનેક ગીતો અને જૂના સમયનું અને આજે પણ સૌનું ફેવરિટ બની રહેલું ગીત ‘એ મેરી ઝોહરાજબીં...’ ગીત વડીલોની ખાસ પસંદગી બની જાય છે. આવા અનેક સુંદર ગીતોથી પાર્ટી થતી હોય છે.

કેટલીક જગ્યાએ સંગીતસંધ્યા રાખવામાં આવે છે. જેમાં કલાકારો કુટુંબીજનોની અને વર-વધૂની પસંદગીના ગીતો રજૂ કરે છે. કોઇ યુવતી, બાળકી કે યુવકો કેટલાક નક્કી કરેલા ગીતો પર ડાન્સ રજૂ કરે છે અને આમંત્રિત મહેમાનો, સંબંધીઓ આ નિહાળી તેનો આનંદ માણે છે. ખરેખર લગ્નના આગલા દિવસે થનારી સંગીતસંધ્યા અને ગરબાપાર્ટીની વાત જ અનોખી હોય છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!